હાર્ડ ડ્રાઇવ એટલે શું? જાણો કમ્પ્યુટરની HDD વિશે માહિતી

કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ વિશે માહિતી

હાર્ડ ડ્રાઇવ શું છે?

કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઇવ એક હાર્ડવેર કંપોનેંટ (હાર્ડવેર ભાગ) છે જેમાં કમ્પ્યુટરના ડિજિટલ ડેટા જેમ કે ફોટો, વિડિયો, ડોકયુમેંટ, ઓડિઓ વગેરેને સ્ટોર કરવામાં આવે છે. આ હાર્ડ ડ્રાઇવમાં ડેટા હમેશા માટે સ્ટોર થાય છે.

કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ પણ હાર્ડ ડ્રાઇવમાં સ્ટોર હોય છે જેમ કે Windows, Linux વગેરે. આ હાર્ડ ડ્રાઇવ કમ્પ્યુટરની ગૌણ મેમરી (Secondary Memory) તરીકે હોય છે.

કમ્પ્યુટરના આ ભાગને  “હાર્ડ ડિસ્ક ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, હાર્ડ ડ્રાઇવ અથવા ફિક્સ્ડ ડિસ્ક” જેવા અલગ – અલગ નામ છે, સામાન્ય રીતે આ ઇલેક્ટ્રો-મિકેનિકલ ડિવાઇસ છે જે ડેટાને સ્ટોર અને મેળવવા માટે ઉપયોગી ડેટા સ્ટોરેજ ડિવાઇસ છે.

કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઇવની જરૂર કેમ હોય છે?

કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણને જે પણ ડેટા અથવા ઓપરેટિંગ સિસ્ટમ દેખાય છે તે એક સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર હોય છે. આપણે જે Windows OS નો ઉપયોગ કરીએ છીએ તે હાર્ડ ડ્રાઇવમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણે એક કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ.

જો કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ કામ જ ન કરી શકીએ. જો કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર/એપ્લિકેશન અથવા અન્ય ડેટા હોય જ નહીં તો કમ્પ્યુટર નકામું ગણાશે આ કારણે કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને સ્ટોર કરવા માટે એક માધ્યમની જરૂર હોય છે જે કોઈ પણ સ્ટોરેજ ડિવાઇસ હોય શકે છે અને સ્ટોરેજ ડિવાઇસ તરીકે આપણે એક કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઇવનો ઉપયોગ કરીએ છીએ.

આ કારણે એક કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઇવની જરૂર પડે છે જેના લીધે જ આપણે કમ્પ્યુટરમાં ખૂબ જ વધારે માત્રમાં ડેટા સ્ટોર કરી શકીએ છીએ.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: