ઇન્ટરનેટનો ઇતિહાસ | History of the Internet in Gujarati

ઇન્ટરનેટનો ઇતિહાસ

આજે આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેનો ઇતિહાસ આપણે આ પોસ્ટ દ્વારા જાણીશું.

ઇન્ટરનેટનો ઇતિહાસ – History of Internet in Gujarati

  • 1957 માં USSR દ્વારા “Sputnik 1” નામનું વિશ્વનું સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ (Artificial Satellite) પૃથ્વીની બહાર અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું.
  • 1958 માં Bell Labs દ્વારા “મોડેમ (Modem)” ની શોધ કરવામાં આવી હતી જે ડિજિટલ સિગ્નલને ઇલેક્ટ્રિકલ એનાલોગ સિગ્નલમાં ફેરવતું હતું, આનાથી કમ્પ્યુટરો વચ્ચે કમ્યુનિકેશન કરવું શક્ય બન્યું.
  • 1958 માં અમેરિકાની સરકારએ ARPA ને બનાવ્યું જેનું પૂરું નામ “Advanced Research Projects Agency” હતું.
  • 1961 માં “Leonard Kleinrock” નામના અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિકએ “પેકેટ સ્વિચિંગ” કોન્સેપ્ટને પોતાની ડોક્ટરલ થિસિસ દ્વારા રજૂ કર્યું.
  • 1965 માં “Lawrence Roberts” અને “Thomas Marill” એ સૌથી પહેલું “વાઈડ એરિયા નેટવર્ક (Wide-area Network)” તૈયાર કર્યું છે જેમાં તેમને પેકેટ-સ્વિચિંગ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો.

પેકેટ-સ્વિચિંગ નેટવર્ક દ્વારા કોઈ એક ડેટાના નાના-નાના ઘણા બધા ટુકડા કરીને સામેના બીજા કમ્પ્યુટરમાં સરળતાથી મોકલવામાં આવે છે જેના દ્વારા ડેટાને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવું સરળ થઈ ગયું હતું.

તે વખતે સૌથી પહેલો મેસેજ મોકલવાનો પ્રયત્ન થયો હતો જેમાં “login” ટાઈપ કર્યું હતું પણ “l” અને “o” પહોચ્યા પછી સિસ્ટમ ક્રેશ થઈ ગયું.

  • 1969 માં અમેરિકામાં “Advanced Research Projects Agency Network (ARPANET)” ને પ્રથમ વખત લોકો સામે જાહેર કરવામાં આવ્યું જેમાં પેકેટ-સ્વિચિંગ કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ થયો હતો.

ARPANET દ્વારા અમેરિકાની 4 જેટલી યુનિવર્સિટીને જોડવામાં આવી હતી જેમાં તેનો ઉપયોગ રિસર્ચ, એજ્યુકેશન અને ઘણી સરકારી સંસ્થાઓ માટે થતો હતો.

  • 1972 માં “Ray Tomlinson” દ્વારા ઈમેલની શોધ કરવામાં આવી હતી અને ત્યારથી @ નો પણ ઉપયોગ થયો હતો.
  • 1973 Xerox Parc માં “Ethernet” ની શોધ કરવામાં આવી હતી.
  • 1974 માં સૌ પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર “Telenet” રજૂ થયું જે ARPANET નું કોમર્શિયલ વર્ઝન હતું.
  • 1974 માં કમ્પ્યુટર વૈજ્ઞાનિક “Bob Kahn” અને “Vint Cerf” એ ડેટા મોકલવા માટેના નવા પ્રોટોકોલની શોધ કરી જે છે “ટ્રાન્સમિશન-કંટ્રોલ પ્રોટોકોલ (TCP/IP)”.

TCP એટલે “Transmission-Control Protocol” અને IP એટલે “Internet Protocol”.

પ્રોટોકોલ એટલે કોઈ પણ નેટવર્કમાં ડેટાને કમ્પ્યુટર એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી પહોચડવામાં આવે તેના નિયમો.

  • 1983 માં ARPANET ના જે જૂના પ્રોટોકોલ હતા તો તેને TCP/IP પ્રોટોકોલ દ્વારા બદલવામાં આવ્યા, એટલે કે ARPANET ત્યારબાદ TCP/IP પ્રોટોકોલમાં સ્વિચ થઈ ગયું હતું.
  • 1984 માં ડોમેન નેમ સિસ્ટમ “DNS” ને બનાવવામાં આવ્યું હતું.
  • 1987 માં ઇન્ટરનેટ પર 30,000 જેટલા હોસ્ટ હતા અને ARPANET ની વાત કરીએ તો તે 1,000 જેટલા હોસ્ટ સંભાળી શકતું હતું પણ TCP/IP સ્ટાન્ડર્ડ તેનાથી વધારે સંભાળી શકતું હતું.
  • 1988 માં Internet Relay Chat (IRC) નામનો પ્રોગ્રામ બન્યો હતો જેના દ્વારા રિયલ-ટાઇમ ચેટિંગ અથવા ઇંસ્ટંટ મેસેંજિંગ થઈ શકતું હતું.
  • 1990 માં ARPANET ની જગ્યાએ NSFNET આવી ગયું હતું.
  • 1991 માં ટિમ બર્નર્સ-લીએ WWW ને રજૂ કર્યું હતું અને સામાન્ય લોકો માટે સૌથી પહેલું વેબ પેજ અને વેબસાઇટ પણ ઉપલબ્ધ કરી હતી.

સૌથી પહેલું વેબ સર્વર પણ આવ્યું હતું અને NSF દ્વારા ઇન્ટરનેટ લોકો માટે જાહેર થવાનું શરૂ થઈ ગયું હતું.

  • 1993 માં સૌથી પહેલું ગ્રાફિકલ વેબ બ્રાઉઝર લોકો જાહેર લોકો માટે રજૂ થયું હતું.
  • 1994 માં “Netscape Navigator” નામનું વેબ બ્રાઉઝર લોન્ચ થયું હતું.
  • 1995 માં ઇન્ટરનેટ પર બિઝનેસ પણ ચાલુ થયા જેમ કે Ebay અને Amazon. ત્યારથી ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનું પણ શરૂ થયું.
  • 1996 માં સૌથી પહેલી વેબ આધારિત ઈમેલ સર્વિસ લોન્ચ થઈ હતી જેનું નામ “Hotmail” હતું.
  • 1997 માં Wi-Fi માટેના પણ સ્ટાન્ડર્ડ રજૂ થયા હતા અને ત્યારથી વાઈફાઈ શરૂઆત થઈ ગઈ હતી.
  • 1998 માં ગૂગલ સર્ચ એંજિનની શરૂઆત થઈ જેના દ્વારા વેબ પેજ શોધવું સરળ થઈ ગયું.
  • 2001 માં વિકિપીડિયાની વેબસાઇટ શરૂ થઈ હતી.
  • 2004 માં ફેસબુક શરૂ થયું હતું અને ફાયરફોક્સ નામનું વેબ બ્રાઉઝર પણ શરૂ થયું હતું.
  • 2005 માં યુટ્યુબ અને રેડિટની શરૂઆત થઈ હતી.
  • 2006 માં ટ્વિટર નામના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની શરૂઆત થઈ હતી.

તે વખતે 9 કરોડ જેટલી વેબસાઇટ ઓનલાઇન હતી.

  • 2008 માં Google નું “Chrome” વેબ બ્રાઉઝર લોન્ચ થયું હતું.
  • 2009 માં બિટકોઈનની શરૂઆત થઈ હતી.
  • 2014 માં HTML5 ભાષા જાહેર થઈ હતી.

આજે 2022 ના સમયમાં પૂરા વિશ્વમાં ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા 500 કરોડથી વધારે છે.

તો મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો આ ઇન્ટરનેટના ઇતિહાસ (History of Internet) વિશેની જાણકારી.

અન્ય પોસ્ટ પણ વાંચો: