ઇન્સ્ટાગ્રામમાં QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઇન્સ્ટાગ્રામમાં આપણને એક QR કોડનું ફીચર જોવા મળે છે જેના દ્વારા તમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું એક QR કોડ બનાવી શકો છો અને બીજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના QR કોડને સ્કેન કરીને તે એકાઉન્ટને ફોલો કરી શકો છો.

આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો, તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.

ઇન્સ્ટાગ્રામમાં QR કોડ ફીચરનો ઉપયોગ કઈ રીતે કરવો?

ઇન્સ્ટાગ્રામમાં QR કોડ ફીચરને ઉપયોગ કરવાની રીત

આ પોસ્ટ એન્ડ્રોઇડ ફોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ એપ ખોલો

  • સૌપ્રથમ Instagram એપ ખોલો.


પ્રોફાઇલ આઈકન પર ક્લિક કરો.

  • હવે પોતાના પ્રોફાઇલ આઈકન પર ક્લિક કરો.


હેમબર્ગર આઇકન પર ક્લિક કરો

  • હવે ઉપર જમણી બાજુ હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.


QR code પર ક્લિક કરો

  • હવે QR code પર ક્લિક કરો.


"Scan QR code" પર ક્લિક કરો

  • અહી તમને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના યુઝરનેમ સાથે એક QR કોડ જોવા મળશે, જો બીજો કોઈ વ્યક્તિ પોતાના ઇન્સ્ટાગ્રામ એપમાં આ QR કોડ સ્કેનને કરશે તો તે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડાઇરેક્ટ ફોલો કરી શકશે.
  • જો તમારે બીજાનો QR કોડ સ્કેન કરવો હોય તો તમે નીચેના “Scan QR code” પર ક્લિક કરો.


ઇન્સ્ટાગ્રામ QR કોડ સ્કેનર

  • જો તમારા ફોનમાં બીજાના એકાઉન્ટનો QR કોડનો સ્ક્રીનશૉટ હોય તો ઉપર જમણી બાજુ આપેલા ચોરસ બોક્સ પર ક્લિક કરો, અથવા ડાઇરેક્ટ તમે અહીથી જ બીજા એકાઉન્ટના QR કોડને સ્કેન કરી શકો છો.


ઇન્સ્ટાગ્રામમાં QR કોડના સ્ક્રીનશૉટને સિલેક્ટ કરો

  • ચોરસ બોક્સ પર ક્લિક કર્યા પછી તમારા ફોનની ગેલેરી ખુલશે અને તેમાથી તે QR કોડનો સ્ક્રીનશૉટ સિલેક્ટ કરો.


ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને QR કોડ સ્કેન કરીને ફોલો કરો

  • હવે ઇન્સ્ટાગ્રામ તે QR કોડને સ્કેન કરીને તમને તે એકાઉન્ટનું નામ આપશે જેને તમે ફોલો કરી શકો છો અને તે પ્રોફાઇલની મુલાકાત પણ લઈ શકો છો.


આવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ એપમાં QR કોડ ફીચરનો ઉપયોગ કરી શકો છો અને સરળતાથી બીજા એકાઉન્ટને ફોલો પણ કરી શકો છો, આનાથી તમારે બીજા એકાઉન્ટના યુઝરનેમને સર્ચ નહીં કરવા પડે.

આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો અથવા આ પોસ્ટને તમે સેવ પણ કરી શકો છો જેથી જો તમને ભવિષ્યમાં આ પોસ્ટની જરૂર પડે તો તમે સરળતાથી શોધી શકો.

ઇન્સ્ટાગ્રામ QR કોડ ફીચર પોસ્ટનો નિષ્કર્ષ

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: