દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક છે અને તેનો જ એક ભાગ ઇન્સ્ટાગ્રામ એપ છે. ઇન્સ્ટાગ્રામ ખૂબ કલરફુલ એપ છે અને તેને લીધે અત્યારના યૂથ ફેસબુક કરતાં ઇન્સ્ટાગ્રામ તરફ જલ્દી આકર્ષાય છે અને તેને વધારે વાપરવાનું પસંદ કરે છે.
આજે આપણે ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એપ વિશે વાત કરવાના છીએ, ઇન્સ્ટાગ્રામ વિશે જાણવા જેવી વાતો જાણીશું જે તમને કદાચ નહીં ખબર હોય. તો ચાલો આપણે જાણીએ ઇન્સ્ટાગ્રામ વિશે રસપ્રદ વાતો.
ઇન્સ્ટાગ્રામ વિશે જાણવા જેવી વાતો
- મિત્રો શું તમને ખબર છે કે જ્યારે ઇન્સ્ટાગ્રામ 6 ઓક્ટોમ્બર 2010માં લોન્ચ થયું હતું ત્યારે ઇન્સ્ટાગ્રામએ પહેલા દિવસમાં જ 25,000 જેટલા યુઝર વધારી દીધા હતા.
- અત્યારે તમને ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામનું જૂનું નામ શું હતું પણ હું તમને જણાવી દઉં કે શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ “Codename” તરીકે ઓળખાતું હતું પણ તે લોન્ચ થતાં પહેલા જ તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું. Instagram નામ “Instant Camera અને Telegram” પરથી આવ્યું છે.
- ખાવાના તો બધા જ શોખીન હોય છે અને અમુક લોકોને અલગ-અલગ વાનગીઓના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું પસંદ હોય છે પણ શું તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ પર ખાવાની વસ્તુઓમાં પિઝાનો ફોટો સૌથી વધારે શેર કરવામાં આવે છે.
- જો તમે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કરતાં હોય તો તમારે આ વસ્તુ જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરતી વખતે તમે તે પોસ્ટમાં જો ઓછામાં ઓછો એક હેશટેગ ઉમેરો તો તે તમારા પોસ્ટની આશરે 12.6% જેટલી ઇંગેજમેંટ વધારે છે. આ એક આશરો છે એટલે જેવો તમારો ફોટો છે એ પ્રમાણે જ હેશટેગ ઉમેરવા જેથી યોગ્ય લોકો સુધી તમારી પોસ્ટ પહોચે.
- તમને બધાને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ એપ ફેસબુકનું જ એક ભાગ છે અને ફેસબુકએ 2012માં ઇન્સ્ટાગ્રામને 1 બિલ્યન ડોલરમાં ખરીદ્યું હતું અને તે વખતે ઇન્સ્ટાગ્રામ પર 30 મિલ્યન યુઝર જ હતા.
- ઇન્સ્ટાગ્રામ પર તમે ઇમોજીનો ઉપયોગ તો ખૂબ કરતાં હશો, પોતાની પ્રોફાઇલનો Bio, પોસ્ટનું કેપ્શન અને સ્ટોરી વગેરેને ડેકોરેશન કરવા માટે તમે ઇમોજીનો ઉપયોગ કરો છો પણ હું તમને જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે Heart ❤️️ (દિલ) ઇમોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
- ઇન્સ્ટાગ્રામ પર તમે ઘણી બધી મોટી-મોટી બ્રાન્ડના અકાઉંટ અથવા પેજ જોયા હશે પણ શું તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ પર અડધાથી વધારે બ્રાન્ડ ફોટાને અપલોડ કરવા માટે એક જ ફિલ્ટરનો ઉપયોગ કરે છે કારણ કે તેનાથી તેમનો ઘણો સમય બચી જાય છે.
- ઇન્સ્ટાગ્રામ પર દરરોજ જેટલા ફોટા અપલોડ થતાં નહીં હોય કે તેનાથી વધારે એક દિવસમાં સ્ટોરી અપલોડ થાય છે પણ શું તમને ખબર છે કે પૂરી દુનિયામાં ઇન્સ્ટાગ્રામમાં 500 મિલ્યન જેટલા સ્ટોરી યુઝર છે.
- શું તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ પર મોટા ભાગના યુઝર 18 થી 29 ઉમરના છે.
- ઇન્સ્ટાગ્રામ એક ફોટો શેરિંગ એપ છે અને એ શરૂઆતથી ફોટા પોસ્ટ કરવા માટે જાણીતી છે અને સાથે ફોટા પોસ્ટ કરતી વખતે આપણને ઘણા બધા ફિલ્ટર અને અન્ય ફીચર્સ મળે છે પણ શું તમને ખબર છે કે શરૂઆતમાં ખાલી આ એપમાં ફોટા જ અપલોડ થતાં હતા અને 2013માં ઇન્સ્ટાગ્રામએ વિડિયો અપલોડ કરવાનો ઓપ્શન આપ્યો હતો અને તે વખતે 24 કલાકમાં જ 5 મિલ્યન જેટલા વિડિયો અપલોડ થઈ ગયા હતા અને તે વખતે 15 સેકન્ડના જ વિડિયો અપલોડ થતાં હતા.
તો મિત્રો ઇન્સ્ટાગ્રામ વિશે આવી રસપ્રદ વાતો જાણીને તમને જરૂર મજા આવી હશે, જો તમને મજા આવી હોય તો જરૂર તમારા મિત્રોને પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ ઇન્સ્ટાગ્રામ વિશે જાણવા જેવી વાતો ખબર પડે. તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો જે તમને જરૂર પસંદ આવશે.
- અમારી અન્ય પોસ્ટ:-
➤ માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવી વાતો
➤ વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ
➤ એપલ કંપની વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ