ઈ-કોમર્સ (E-Commerce)નું ફુલ ફોર્મ અને તેનો અર્થ

ઈ-કોમર્સ(E-Commerce)નું ફુલ ફોર્મ અને તેનો અર્થ - ટેક ડિક્શનરી


ફુલ ફોર્મ:- ઈ-કોમર્સ(E-Commerce)નું પૂરું નામ “Electronic Commerce” છે જેનું ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ “ઈલેક્ટ્રોનિક કોમર્સ” થાય છે.

તેનો અર્થ:- 

ઈ-કોમર્સનો અર્થ જાણવા માટે આપણે “ઈ” અને “કોમર્સ” શબ્દને છૂટા પાડીને સમજવા પડશે.

“ઈ” એટલે “ઇલેક્ટ્રોનિક”

કોમર્સ એટલે “એક એવો વ્યવસાય કે ધંધો જેમાં કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસને ખરીદી શકાય અને વેચી શકાય.”

હવે “ઇ” અને “કોમર્સ” શબ્દને ભેગું કરીને સમજીએ તો “એક એવો વ્યવસાય કે ધંધો જેમાં કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસને ઇલેક્ટ્રોનિકલી ઇન્ટરનેટ દ્વારા ખરીદી કે વેચી શકાય તેને ઈ-કોમર્સ કહેવાય છે.”

તમે પોતાના ઈલેક્ટ્રોનિક ડિવાઇસની મદદથી ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા જે પણ ખરીદી કરો છો તે ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર કરો છો, ઈ-કોમર્સ વેબસાઇટનું શ્રેષ્ઠ ઉદાહરણ Amazon છે.

આશા છે કે તમને આ ટેક ડિક્શનરીમાં ઈ-કોમર્સનો સરળ અર્થ સમજાઈ ગયો હશે.