ઉપગ્રહ શું હોય છે? | જાણો Satellite વિશે જાણકારી

મિત્રો આજે આપણે ઉપગ્રહ વિશે ચર્ચા કરીશું જેને આપણે સેટેલાઈટ પણ કહીએ છીએ. આ ઉપગ્રહ શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે અને અંતરિક્ષમાંથી તે કેમ નીચે નથી પડતાં? આવી ઘણી મૂંઝવણ તમારા મગજમાથી આપણે આ પોસ્ટ દ્વારા દૂર કરીશું.

ઉપગ્રહ શું છે? તે ઉપરથી નીચે પૃથ્વી ઉપર કેમ નથી પડતાં?

ઉપગ્રહ શું છે?

ઉપગ્રહને આપણે ઇંગ્લિશમાં સેટેલાઈટ (Satellite) કહીએ છીએ. સેટેલાઈટ એક નાનો પદાર્થ હોય છે જે કોઈ મોટા પદાર્થની અલગ-અલગ બાજુએ ગોળ-ગોળ ફરે છે. ચંદ્ર પણ એક ઉપગ્રહ છે જે પૃથ્વીની ગોળ-ગોળ ફરે છે પણ તે એક કુદરતી ઉપગ્રહ છે.

આ કુદરતી ઉપગ્રહ ઉપર માનવનું કોઈ નિયંત્રણ નથી હોતું, માનવએ તેનું એક કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યું છે જેને ઇંગ્લિશમાં Artificial Satellite કહેવાય છે.

“સામાન્ય રીતે આપણે ઉપગ્રહ શબ્દ એક મશીન માટે ઉપયોગ કરીએ છીએ જેને પૃથ્વી પરથી ઉપર અંતરિક્ષમાં છોડવામાં આવે છે અને તે ઉપગ્રહ પૃથ્વીની ગોળ-ગોળ ફરે છે.”

દુનિયાનું સૌથી પહેલું કૃત્રિમ ઉપગ્રહ 4 ઓક્ટોમ્બર 1957માં સોવિયત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહ માનવનિર્મિત હોય છે અને તે માનવ દ્વારા અવકાશમાં છોડવામાં આવે છે અને ત્યારબાદ આ ઉપગ્રહ કક્ષામાં રહીને પૃથ્વીની ગોળ-ગોળ ફરે છે.

ઉપગ્રહના ઉપયોગ શું છે?

પૃથ્વીની ઉપર આવેલું એક ઉપગ્રહનું ચિત્ર

  • સેટેલાઈટનો ઉપયોગ ડિશ ટીવી અને કેબલ ટીવી માટે થાય છે.
  • એવા એરિયા જ્યાં મોબાઇલ ટાવર ડેમેજ છે તો ત્યાં સેટેલાઈટનો ઉપયોગ કમ્યુનિકેશન માટે થાય છે.
  • સેટેલાઈટનો ઉપયોગ નેવિગેશન માટે થાય છે જે GPS દ્વારા થાય છે.
  • સેટેલાઈટનો ઉપયોગ હવામાન જોવા માટે થાય છે.
  • સેટેલાઈટનો ઉપયોગ આબોહવા અને વાતાવરણની દેખરેખ માટે પણ થાય છે.
  • સેટેલાઈટનો ઉપયોગ ઉપરથી ફોટા કેપ્ચર માટે અને પૃથ્વીની દેખરેખ માટે થાય છે.

આવી રીતે સેટેલાઈટના ઘણા બધા ઉપયોગ છે જે આપણને કામ લાગે છે.

ઉપગ્રહના પ્રકાર

અંતરિક્ષમાં આવેલા પૃથ્વીના ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહ
  • ખગોળીય ઉપગ્રહ (Astronomical satellites):- આ ઉપગ્રહનો ઉપયોગ અવકાશમાં અલગ-અલગ પદાર્થો, ગ્રહો જેવી વગેરેની અંતરિક્ષની વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે.
  • બાયોસેટેલાઈટ (Biosatellites):- આ એવા સેટેલાઈટ હોય છે જેમાં વનસ્પતિ છોડવા કે અન્ય સજીવને લઈ જવા અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
  • સંચાર ઉપગ્રહ (Communication satellites):- આ સેટેલાઈટનો ઉપયોગ સંચાર (કમ્યુનિકેશન) માટે થાય છે.
  • પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (Earth observation satelites):- આ સેટેલાઈટનો ઉપયોગ નકશા બનાવવા અને વાતાવરણ કે તેના જેવી વગેરે વસ્તુઓની દેખરેખ માટે થાય છે.

  • નેવિગેશનલ ઉપગ્રહ (Navigational satellites):- આ સેટેલાઈટનો ઉપયોગ રસ્તા શોધવા, પોતાની લોકેશન જાણવા માટે થાય છે.
  • કીલર ઉપગ્રહ (Killer satellites):- આ સેટેલાઈટનો ઉપયોગ દુશ્મનના હથિયારો, ઉપગ્રહ અને અલગ-અલગ અવકાશની સંપતિઓનો વિનાશ કરવા માટે ઉપયોગ થાય છે.
  • ટેથર ઉપગ્રહ (Tether satellites):- આ એવા સેટેલાઈટ હોય છે જે બીજા સેટેલાઈટ સાથે એક પાતળા કેબલથી જોડાયેલા હોય છે.
  • હવામાન ઉપગ્રહ (Weather satellites):- આ સેટેલાઈટનો ઉપયોગ પૃથ્વીનું હવામાન અને તેનું વાતાવરણને જોવા માટે થાય છે.

ઉપગ્રહ ઉપર અવકાશમાં કેવી રીતે રહે છે? તે નીચે કેમ નથી પડતાં?

અંતરિક્ષમાં કોઈ પણ વસ્તુને જો પૃથ્વીની ગોળ-ગોળ અને તે નીચે ન પડે તેવી રીતે ફરાવવી હોય તો તેને સ્પીડમાં અહીથી ઉપર ફેકવી પડે છે અને તે પદાર્થ જેટલું સ્પીડમાં ગોળ ફરશે તેટલું તે ગુરુત્વાકર્ષણ બળને પણ સંતુલિત કરશે.

ઉદાહરણ તરીકે..

તમે એક ભમરડાને જોયો હશે, ભમરડો જેટલો ઝડપી ફરે છે તેટલો તે સ્થિર રહે છે અને જો તે ધીમો ફરે છે તો તે જલ્દી નીચે પડી જાય છે. તો આવી રીતે સેટેલાઈટમાં પણ આવું જ છે, તે જેટલું ઝડપી ફરશે તેટલું તે સંતુલિત રહેશે.

How Satellites Stay in Orbit in Gujarati

પૃથ્વીની કક્ષામાં એક સેટેલાઈટને SLV (Satelllite Launch Vehicle) દ્વારા છોડવામાં આવે છે. શરૂઆતમાં રોકેટ પૃથ્વીથી ડાઇરેક્ટ ઉપર સીધું જાય છે અને પછી તે ત્રાંસુ થઈ જાય છે અને સ્પીડમાં તે ગુરુત્વાકર્ષણ બળને કાંપે છે.

અંતરિક્ષમાં રોકેટ પહોચે તો તે આડી રીતે સેટેલાઈટને લોન્ચ કરે છે અને તે સ્પીડમાં હોય છે.

જ્યારે સેટેલાઈટને સ્પીડમાં છોડવામાં આવે છે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરે છે અને તે પૃથ્વીની ચારે બાજુ ગોળ-ગોળ ફરવા માંડે છે અને તે નીચે પણ નથી પડતું.

સેટેલાઈટ જેટલું સ્પીડમાં ફરશે તેટલું તે ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરશે અને તે નીચે નહીં પડે.

ઉપગ્રહ કેમ જરૂરી છે?

ઉપગ્રહને અવકાશમાં છોડવાથી અંતરિક્ષ પરથી પૃથ્વી ઉપર અને અંતરિક્ષમાં સરળતાથી નજર રાખી શકાય છે. ઉપગ્રહ સરળતાથી ડેટા ભેગું કરી શકે છે.

ઉપગ્રહને કારણે અંતરિક્ષમાં એવી-એવી વસ્તુઓ જોઈ શકાય છે જે પૃથ્વી પર રહીને વચ્ચે આવતા વાદળ અને પરમાણુને કારણે નથી જોઈ શકાતી.મોબાઇલ સિગ્નલ અને ટીવી સિગ્નલ સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે.

આ રીતે ઉપગ્રહના અનેક ફાયદાઓ છે અને તે માટે ઉપગ્રહ ઘણા જરૂરી છે.

ઉપગ્રહના ભાગ

ઉપગ્રહ ઘણા અલગ-અલગ આકાર અને માપ હોય છે પણ મોટા ભાગે બધા ઉપગ્રહમાં મુખ્ય 2 ભાગ હોય છે.

ઉપગ્રહમાં એક એંટીના હોય છે જેના દ્વારા ડેટાને પૃથ્વી પર મોકલવા અથવા પૃથ્વી પરથી અંતરિક્ષમાં પ્રાપ્ત કરવા માટે થાય છે અને બીજા ભાગમાં પાવર સ્ત્રોત (Power Source) હોય છે.

પાવરસ્ત્રોતમાં સોલર પેનલ હોય છે અને બેટરી હોય છે.

સોલર પેનલ સૂર્ય દ્વારા ઉર્જા મેળવે છે અને બેટરી દ્વારા પાવર સ્ટોર કરવામાં આવે છે. ઘણા નાસાના ઉપગ્રહમાં કેમેરા અને વૈજ્ઞાનિક સેન્સર પણ હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી પહેલો ઉપગ્રહ કયો હતો જેને અંતરિક્ષમાં છોડવામાં આવ્યો હતો?

1957માં સોવિયત યુનિયન દ્વારા સૌપ્રથમ ઉપગ્રહ “Sputnik 1” અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો.

શું ઉપગ્રહ એક-બીજા સાથે અથડાઈ શકે છે?

હા, ઉપગ્રહ એક-બીજા સાથે અથડાઈ શકે છે પણ તે દુર્લભ (Rare) છે. અંતરિક્ષની સંસ્થાઓ રેગ્યુલર ઉપગ્રહને ટ્રેક કરતાં હોય છે. જ્યારે નવો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે ત્યારે પણ તે ન અથડાય એ રીતે તેને મૂકવામાં આવે છે.ફેબ્રુઆરી 2009માં બે સંચાર ઉપગ્રહ એક અમેરિકન અને એક રશિયન અંતરિક્ષમાં એક બીજા સાથે અથડાયા હતા.

તો મિત્રો આશા છે કે તમને ઉપગ્રહ (Satellite) વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ સેટેલાઈટ વિશે જાણી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

Source:
https://en.wikipedia.org/wiki/Satellite
https://www.nasa.gov/audience/forstudents/5-8/features/nasa-knows/what-is-a-satellite-58.html