એપલ કંપની વિશે આ વાતો તમારે જરૂર જાણવી જોઈએ | Apple Company Facts in Gujarati

એપલ કંપની વિશે આ વાતો તમારે જરૂર જાણવી જોઈએ

એપલ કંપની અમેરિકાની ટોચની આઇટી કંપનીની લિસ્ટમાં આવે છે અને તે ખૂબ જ વધારે વેલ્યૂ ધરાવતી કંપની છે જે પોતાના પ્રોડક્ટની ગુણવત્તા માટે જાણીતી છે.

એપલ કંપની આઇફોન માટે વધારે લોકપ્રિય છે, હાલમાં જ એપલએ આઇફોન 13 લોન્ચ કર્યો છે.

આજે આપણે આ એપલ કંપની વિશે ઘણી રસપ્રદ નવી જાણવા જેવી માહિતી જાણીશું જે જાણીને તમને પણ આનંદ આવશે.

એપલ કંપની વિશે રસપ્રદ જાણકારી

એપલ કંપની વિશે જાણવા જેવી જાણકારી 

 • એપલ કંપનીની સ્થાપના 1 એપ્રિલ 1976ના રોજ થઈ હતી અને આ એપ્રિલ ફૂલ દિવસ હતો. 
 • એવું કહેવામાં આવે છે કે એપલ કંપનીમાં કામ કરતાં કર્મચારીમાં દર ત્રીજો કર્મચારી ભારતીય હોય છે.
 • શું તમને ખબર છે કે જો તમારે આઇફોનના એક-એક ભાગને 1991માં ખરીદવો હોય તો તમારે $ 3,560,000 ડોલર્સ ચૂકવવા પડે કારણ કે આઇફોન અત્યારે જે ટેક્નોલોજીથી બને છે તે ટેક્નોલોજી એ સમયે મળવી મુશ્કેલ હતી.
 • જો એક આઇફોનને દિવસમાં 1 વખત ચાર્જ કરવામાં આવે તો તે 1 વર્ષમાં $0.25 ડોલરની વીજળીનો વપરાશ કરશે અને ભારતીય રૂપિયામાં તે લગભગ 18 રૂપિયા થાય છે.
 • જો તમે એપલના કમ્પ્યુટરની નજીક રહીને ધૂમ્રપાન કરશો તો તમે તેની વોરંટી ગુમાવો છો એટલે તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ.
 • જો તમે iTunes નો ઉપયોગ કરો છો તો તેના નિયમો પ્રમાણે તમે એપલના પ્રોડક્ટનો ઉપયોગ કોઈ પણ પરમાણુ હથિયાર બનાવવા માટે નહીં કરી શકો.
 • એપલના આઇફોનની દર જાહેરાતમાં તમને તે જાહેરાતમાં આઇફોનમાં 9:41 સમય દેખાશે કારણ કે સ્ટીવ જોબ્સએ જ્યારે પ્રથમ આઇફોન લોન્ચ કર્યો હતો તો ત્યારે આ સમય થયો હતો.
 • સ્ટીવ જોબ્સ એપલના આઇપોડને નાનો બનાવવા માંગતા હતા તેને લીધે તેમને આઈપોડને હજુ વધારે નાનો બનાવી શકાય તે તેમના કર્મચારીને સમજાવવા માટે તે આઈપોડને પાણીમાં ફેંકી દીધો અને તેમાથી હવાના પરપોટા દેખાયા હોવાથી તે આઈપોડમાં ઘણી જગ્યા ખાલી હતી.
 • શું તમને ખબર છે કે એપલના એપસ્ટોરમાં 60% જેટલી એવી એપ્લિકેશન છે જે હજુ સુધી ડાઉનલોડ જ નથી થઈ.
 • એપલ પ્રથમ કંપની હતી જેને સૌપ્રથમ ડિજિટલ કલર કેમેરા બનાવ્યો હતો.
 • 1997માં જ્યારે એપલ કંપનીનું દેવાળું થવાનું હતું ત્યારે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સએ $ 150 મિલ્યન ડોલર્સનું એપલ કંપનીમાં રોકાણ કર્યું હતું.
 • એપલ કંપનીના પ્રથમ લોગોમાં સર આઇઝેક ન્યૂટનનો સમાવેશ થયો હતો.
 • શું તમને ખબર છે કે એપલ કંપનીના ત્રીજા સ્થાપક જેમનું નામ રોનાલ્ડ વેન છે તેમને પોતાનો 10% ભાગ કંપની શોધાયાના 12 દિવસમાં જ વેંચી દીધો હતો જે $ 800 ડોલર્સ હતા પણ જો અત્યારે હિસાબ કરવામાં આવે તો અત્યારે તેની વેલ્યૂ $ 230 બિલ્યન ડોલર્સ હોત અને તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પણ હોત.
 • 2014ના પ્રથમ ક્વોર્ટરમાં જેટલી કમાણી ગૂગલ, એમેઝોન અને ફેસબુકએ કરી હતી તેની બરાબર કમાણી એપલ કંપનીએ કરી હતી.
 • શું તમને ખબર છે કે એપલના અમુક પ્રોડક્ટમાં વપરાતી રેટિના ડિસ્પ્લે સેમસંગ કંપની દ્વારા બનાવવામાં આવે છે.
 • એપલ કંપની માટે પૈસા ભેગા કરવા માટે તેના બીજા સ્થાપક સ્ટીવ વોઝનિયાકએ પોતાનું વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર વેંચી કાઢ્યું હતું અને સ્ટીવ જોબ્સએ પોતાની વોલ્ક્સવેગન વેન વેંચી હતી.
 • સ્ટીવ જોબ્સને સફરજન ઘણા ગમતા હતા તેને લીધે તેમને કંપનીનું નામ એપલ રાખ્યું હતું.
 • સ્ટીવ જોબ્સને 1985માં પોતાની જ કંપનીમાથી બહાર કરવામાં આવ્યા હતા પણ કંપનીનો વિકાસ રોકાઈ જવાથી 1996માં તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.
 • સ્ટીવ જોબ્સ 25 વર્ષની ઉંમરે જ કરોડપતિ બની ગયા હતા જેનું કારણ એપલ કંપની હતી.
 • એપલ કંપનીમાં સ્ટીવ જોબ્સએ છેલ્લા 15 વર્ષ સુધી એપલ કંપનીમાથી $ 1 ડોલરનો પગાર લીધો હતો તો પણ તેમની કુલ સંપત્તિ $ 7 બિલ્યન ડોલર્સ જેટલી હતી અને તેઓ એપલ કંપનીના મોટા શેરહોલ્ડર હતા.

મિત્રો આશા છે કે તમને એપલ કંપની વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ માહિતી મળી હશે, તમારા મિત્રો સાથે આ માહિતીને શેર કરવાનું ના ભૂલતા.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

References:- 

https://en.wikipedia.org/wiki/Ronald_Wayne
https://fastnfact.com/2019/06/facts-about-apple-company
https://in.mashable.com/tech/9827/10-fascinating-facts-you-didnt-know-about-apple