મિત્રો આપણે કમ્પ્યુટર દ્વારા દરરોજ ઘણી બધી વેબસાઈટની મુલાકાત કરતા હોઈએ છીએ અને તેમાં આપણને ઘણી અલગ-અલગ ભાષાની પણ વેબસાઇટો જોવા મળે છે.
જેમ કે તમને કોઈ ઇંગલિશ ભાષાની વેબસાઈટ મળી અને જો તમારે તેને આપણી માતૃભાષા ગુજરાતીમાં વાંચવું હોય તો અથવા ગુજરાતી વેબસાઈટને ઇંગલિશમાં વાંચવું હોય તો આજે તમને તેની રીત જાણવા મળશે.
તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો ચાલશે બસ તેમાં તમારી પાસે એક વેબ બ્રાઉઝર હોવું જોઈએ જેમ કે Chrome, Firefox, Edge વગેરે.
મારી પાસે Linux OS છે અને Chrome બ્રાઉઝર છે તો ચાલો આપણે રીત જાણીએ.
કમ્પ્યુટરમાં વેબસાઈટને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાની રીત
- સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો, જેમ કે Chrome, Firefox, Edge વગેરે.
- હવે તે વેબ બ્રાઉઝરમાં ગૂગલ ટ્રાન્સલેટની વેબસાઈટ ખોલો જેનું URL આ છે “translate.google.co.in”
- હવે તેમાં ત્રણ ઓપ્શન ઉપર આપેલા હશે જેમ કે “Text, Documents, Websites” તો તમારે “Websites” પર ક્લિક કરવાનું છે.
- હવે અહીં તમારે તે વેબસાઈટનું URL એડ્રેસ ઉમેરવાનું છે જેમ કે “www.techzword.com”.
- હવે તમારે ડાબી બાજુ “DETECT LANGUAGE” સિલેક્ટ કરવાનું છે જેથી ગૂગલ ટ્રાન્સલેટ ઓટોમેટિક જોઈ લેશે કે તમે જે વેબસાઈટ ઉમેરી છે તે કઈ ભાષામાં છે, હવે જમણી બાજુ તમારે એ ભાષા સિલેક્ટ કરવાની છે જેમાં તમારે વેબસાઈટને અનુવાદ (Translate) કરવાની છે. પછી તમે Arrow બટન દબાવો.
- આ રીતે તે વેબસાઈટ તમારી ઈચ્છીત ભાષામાં અનુવાદ થઇ જશે, તમને ઉપર ગૂગલ ટ્રાન્સલેટના પણ ઓપ્શન આપવામાં આવશે જેથી તમે ભાષા બદલી શકો અને વેબસાઈટને પછી જેવી હતી તેવી પણ ફેરવી શકો.
મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઇ, તમારા મિત્રો સાથે પણ શેર કરો,
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
- કમ્પ્યુટરમાં કોઈ પણ વેબસાઇટ સાથે પિંગ ટેસ્ટ કેવી રીતે કરવું?
- કમ્પ્યુટરમાંથી પેન ડ્રાઇવને ઇજેક્ટ કેવી રીતે કરવું?
- તમારા કમ્પ્યુટરમાં કયું Windows OS છે એ કઈ રીતે જાણવું?
- કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન કેવી રીતે બદલવું?
- 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા?
- મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?