આ સમય કમ્પ્યુટરનો છે અને ઘણા લોકો એવા છે જેમને કમ્પ્યુટર નથી આવડતું એટલે આજે તે લોકો માટે આ પોસ્ટમાં હું તમને જણાવું છુ કે તમે તમારા કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર કેવી રીતે બનાવી શકો?
આજે હું તમને આ પોસ્ટમાં કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર બનાવવાની રીત બતાવીશ. ફોલ્ડર બનાવવાની રીત ખૂબ સહેલી છે અને તમે તેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો.
કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર કેવી રીતે બનાવાય?
સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે જો તમારે કમ્પ્યુટરની સાથે લેપટોપમાં નવું ફોલ્ડર બનાવવું હોય તો તમે આ સ્ટેપ્સ ફોલો કરીને નવું ફોલ્ડર બનાવતા શીખી જશો.
તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં જો વિન્ડોસના ઓપેરેટિંગ સિસ્ટમ હોય તો તમને ફાવી જશે. વિન્ડોસ ઓપેરેટિંગ સિસ્ટમ વાળા કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર બનાવવું ખૂબ સહેલું છે.
તમારે સૌથી પહેલા કમ્પ્યુટરને ચાલુ કરવું અને પછી તમારે ડેસ્કટોપમાં આવી જવાનું છે.
- માઉસમાં જમણી બાજુનું બટન દબાવો.
- નીચે New (ન્યુ) પર ક્લિક કરો.
- બાજુમાં Folder (ફોલ્ડર) પર ક્લિક કરો.
- પછી ફોલ્ડરને યોગ્ય નામ આપો.
- અને કોઈ પણ ખાલી જગ્યા પર ક્લિક કરો.
હવે તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપમાં એક નવું ફોલ્ડર તૈયાર થઈ ગયું છે અને તમે આવી જ રીતે નવું ફોલ્ડર કમ્પ્યુટરની કોઈ પણ ડ્રાઇવમાં બનાવી શકો છો.
હવે આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવવાના ફાયદા વિશે જાણી લઈએ.
કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવવાના ફાયદા:-
- તમને કોઈ પણ ફાઇલ જલ્દી મળી જાય.
- તમારું કમ્પ્યુટરની ફાઈલો તમને સરસ ગોઠવાયેલી મળે.
- ટાઈમ બચી જાય
- કોઈ ફાઇલ શોધવામાં કંટાળો ન આવે
- અંદરની સુંદરતા જળવાઈ રહે
જો તમે કમ્પ્યુટરમાં ફોલ્ડરનો સારી રીતે ઉપયોગ કરો તો તમને આવા અનેક ફાયદા થાય અને તમને કમ્પ્યુટર વાપરવામાં પણ મજા આવે.
મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે કમ્પ્યુટર તમે નવું ફોલ્ડર કઈ રીતે બનાવી શકો. હવે તમારે કોઈ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટમાં જરૂર જણાવો જેથી હું તમારી મદદ કરી શકું.