કમ્પ્યુટરમાં પાર્ટીશન શું હોય છે? | What is Computer Partition?

મિત્રો તમે જ્યારે પોતાના કમ્પ્યુટર કે લેપટોપમાં એક નવું ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો છો ત્યારે તમને ઘણી વખત પૂછવામાં આવ્યું હશે કે તમારે કેટલા પાર્ટીશન બનાવવા છે?

જો તમને પાર્ટીશન વિશે કોઈ આઇડિયા ન હોય તો પણ તે કમ્પ્યુટર એક્સપર્ટ તમને 2 કે 3 પાર્ટીશન કમ્પ્યુટર બનાવીને આપે છે.

હવે તમે વિચારશો કે આ પાર્ટીશન એટલે શું? તો ચિંતા ન કરશો આજે આપણે કમ્પ્યુટરના પાર્ટીશન વિશે જાણીશું જેમાં તમને ખૂબ સરળ રીતે જાણવા મળશે.

જાણો કમ્પ્યુટર પાર્ટીશન વિશે

કમ્પ્યુટરમાં પાર્ટીશન એટલે શું? – What is Partition in Computer?

આપણે કમ્પ્યુટરમાં સ્ટોરેજ તરીકે સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક (HDD) નો ઉપયોગ કરીએ છીએ, હાર્ડડિસ્કની સ્ટોરેજ સાઇઝ લગભગ 500 GB કે 1 TB ની આસપાસ બધાના પીસીમાં હોય છે.

કમ્પ્યુટરમાં પાર્ટીશન બનાવવાથી તમારા કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કના Virtually ભાગ પડતાં હોય છે, પાર્ટીશન એટલે અલગ-અલગ ભાગમાં વહેચવું.

કમ્પ્યુટરમાં પાર્ટીશન એટલે તમે કમ્પ્યુટરની સ્ટોરેજના અલગ-અલગ ભાગમાં વહેચો છો, તમે C ડ્રાઇવ, D drive કે E ડ્રાઇવ વગેરે કમ્પ્યુટરમાં જોયું હશે તો આ સ્ટોરેજના પાર્ટીશન છે.

C, D, E ડ્રાઇવ આ તમારી સ્ટોરેજના અલગ-અલગ ભાગ છે, તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ તો જે છે એ જ રહે છે પરંતુ કમ્પ્યુટર લેવલ પર તમારી સ્ટોરેજના અલગ-અલગ ભાગ પડી જાય છે.

ઉદાહરણ તરીકે તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ છે 500 GB, હવે જો તમે તમારા કમ્પ્યુટરમાં 2 પાર્ટીશન બનાવશો તો તમારી હાર્ડ ડિસ્કના 2 ભાગ પડી જશે અને તમારા કમ્પ્યુટરમાં 2 ડ્રાઇવ બનશે જે બંને ડ્રાઇવ 250 GB ની હશે, તેનું નામ C ડ્રાઇવ અથવા D ડ્રાઇવ હશે.

તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ તો એ જ રહેશે પણ કમ્પ્યુટરમાં બે અડધા ભાગ પડી જશે, આનાથી ડેટાને મેનેજ કરવું ઘણું સરળ બને છે.

પાર્ટીશનના પ્રકાર – Type of Partitions

પાર્ટીશનના પ્રકાર

કમ્પ્યુટરમાં પાર્ટીશનના 2 પ્રકાર હોય છે જેમાં MBR અને GPT હોય છે.

  1. MBR
  2. GPT

MBR અને GPT બંને હાર્ડ ડિસ્કના પાર્ટીશન ટેબલ હોય છે, હાર્ડ ડ્રાઇવની શરૂઆતમાં થોડી જગ્યા (Storage) રાખવામાં આવે છે કે હાર્ડ ડિસ્કમાં કેટલા પાર્ટીશન છે અને તેની સાઇઝ કેટલેથી કેટલા સુધી છે તેની બધી માહિતી આ MBR અને GPT દ્વારા રાખવામાં આવેલી થોડી સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે.

MBR એટલે Master Boot Record અને GPT એટલે GUID Partition Table (GUID – Globally Unique Identifier)

MBR જૂના પાર્ટીશન ટેબલનો પ્રકાર છે જેને 1980 દશકના શરૂઆતના વર્ષોમાં રજૂ કરવામાં આવ્યું હતું અને GPT 1990 દશકના અંત સુધીમાં રજૂ કરવામાં આવ્યું હતું.

MBR, 2 TB સુધીની જ હાર્ડ ડિસ્કને મેનેજ કરી શકે છે અને તેમાં 4 પાર્ટીશન બનાવી શકાય છે પણ GPT 9.4 ZB (Zetta byte) જેટલી સાઇઝની હાર્ડ ડિસ્કને મેનેજ કરી શકે છે અને તેમાં 128 પાર્ટીશન બનાવી શકાય છે.

તમારા પીસીમાં કયા પ્રકારનું પાર્ટીશન ટેબલ છે એ કઈ રીતે ચેક કરવું?

આ રીત તમારા વિન્ડોઝ OS માટે કામ કરશે.

તમારા પીસીમાં કયા પ્રકારનું પાર્ટીશન છે એ કઈ રીતે ચેક કરવું?

  1. તમારા સ્ટાર્ટ મેનૂ પર ક્લિક કરો.
  2. હવે “Computer Management‘ સર્ચ કરો.
  3. હવે “Disk Management” પર ક્લિક કરો.
  4. હવે Disk 0 પર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરો અને Properties પર ક્લિક કરો.
  5. હવે Volume માં તમને જોવા મળશે કે તમારા પીસીમાં કયા પ્રકારનું પાર્ટીશન ટેબલ છે.

કમ્પ્યુટરમાં પાર્ટીશન કરવાના ફાયદા

કમ્પ્યુટરમાં પાર્ટીશન કેમ બનાવવા જરૂરી છે એના ઘણા કારણો છે તો ચાલો જાણીએ…

  • જો તમારે તમારા કમ્પ્યુટરમાં એક કરતાં વધારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા હોય તો તમે દરેક OS માટે અલગ-અલગ પાર્ટીશન બનાવી શકો છો જેથી જો તમારા કોઈ એક OS ને લીધે સમસ્યા ઊભી થાય તો તેના લીધે તમારી પૂરી હાર્ડ ડિસ્કનો ડેટા નહીં ડિલીટ થાય પણ તે એક પાર્ટીશનનો ડેટા ડિલીટ થશે.
  • જો તમારા કમ્પ્યુટરમાં ખૂબ જ વધારે ડેટા અને ફાઈલો વગેરે ઉપલબ્ધ છે તો તમે તમારા કમ્પ્યુટરમાં અલગ-અલગ પાર્ટીશન બનાવીને તે ડેટાને અલગ-અલગ પાર્ટીશનમાં સ્ટોર કરી શકો છો.
  • જો એક જ કમ્પ્યુટરને ઘણા બધા લોકો ઉપયોગ કરે છે તો તમે અલગ-અલગ લોકોના ડેટા સ્ટોર કરવા માટે તમે અલગ-અલગ પાર્ટીશન બનાવી શકો છો.
  • જો તમારા કમ્પ્યુટરના OS પર કોઈ માલવેર હુમલો થાય છે તો તે તમારા OS વાળા પાર્ટીશનમાં માલવેર હુમલો થશે અને અન્ય પાર્ટીશનની ફાઈલો પર માલવેર આવી શકે તેની શક્યતા ઓછી હોય છે પણ તમે તે OS વાળા પાર્ટીશનને ફોર્મેટ કરીને ફરી OS ઇન્સ્ટોલ કરો તો માલવેર દૂર થઈ શકે છે.

તો મિત્રો આવા ઘણા કારણોને લીધે તમારે પોતાના કમ્પ્યુટરમાં પાર્ટીશન બનાવવું જોઈએ.

કમ્પ્યુટરમાં પાર્ટીશન C ડ્રાઇવ થી જ કેમ શરૂ થાય છે?

તમે જોયું હશે કે આપણાં કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કના પાર્ટીશન મોટા ભાગે C ડ્રાઇવથી જ શરૂ થાય છે જેના બદલે A ડ્રાઇવથી શરૂ થવું જોઈએ.

પહેલાના સમયમાં કમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે ફ્લૉપી ડિસ્ક અને ટેપ ડ્રાઇવને ઉપયોગમાં લેવાતું હતું અને તે ડ્રાઇવના નામ A અને B થી શરૂ થતાં હતા.

આ કારણે અત્યારના કમ્પ્યુટરમાં A અને B ડ્રાઇવ નામ જૂના સ્ટોરેજ ડિવાઇસ માટે છોડી દેવામાં આવ્યું છે અને C થી શરૂઆત કરવામાં આવી છે.

હવે તમને ખબર પડી ગઈ હશે કે કેમ પાર્ટીશનના નામ C થી શરૂ કરવામાં આવે છે.

તો મિત્રો આશા છે કે તમને આજની આ કમ્પ્યુટર પાર્ટીશન વિશે જાણકારી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: