જ્યારે તમે કમ્પ્યુટર વાપરો છો તો ત્યારે તમે તેમાં રિફ્રેશ (Refresh) જરૂર કર્યું હશે કારણ કે વધારેમાં વધારે લોકો કમ્પ્યુટર ચાલુ થતાંની સાથે જ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માંડે છે.
શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ કમ્પ્યુટરમાં રિફ્રેશ શું હોય છે? તે કેમ કરવામાં આવે છે અને તેનો સાચો ઉપયોગ શું છે? તો ચાલો આપણે આ પોસ્ટમાં બધી જાણકારી સરળ ગુજરાતી ભાષામાં જાણીએ.
રિફ્રેશ શું હોય છે? – What is Refresh in Gujarati?
કમ્પ્યુટરમાં રિફ્રેશ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમારા કમ્પ્યુટરમાં થયેલા બદલાવને તમે જલ્દી જોઈ શકો છો. તમે ડેસ્કટોપ સ્ક્રીન પર કોઈ ફોલ્ડર બનાવ્યું અને હજુ તે સ્ક્રીન પર ન આવ્યું તો કમ્પ્યુટરને તમે રિફ્રેશ કરીને તે ફોલ્ડરને જલ્દી સ્ક્રીન પર લાવી શકો છો.
તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ બદલાવ થાય અને જો તમારું કમ્પ્યુટર ધીમું હોય તો તમે રિફ્રેશની મદદથી તે બદલાવને જલ્દી જોઈ શકો છો.
જો તમે તમારા કમ્પ્યુટરમાં 1 GBની મોટી ફાઇલને કોપી પેસ્ટ કરી હોય અને જ્યા તેને પેસ્ટ કરી ત્યાં તે ફાઇલ ન આવી હોય તો તમે રિફ્રેશ કરીને તે ફાઇલને જલ્દી લાવવાનો પ્રયન્ત કરી શકો છો.
કમ્પ્યુટરમાં રિફ્રેશ કેમ કરવામાં આવે છે? – Why you need to Refresh Computer?
ઘણા લોકોને એવું લાગે છે કે કમ્પ્યુટરમાં ઘડીએ-ઘડીએ રિફ્રેશ કરવાથી કમ્પ્યુટરની સ્પીડ વધી જાય છે પણ એવું નથી હોતું. તમે જ્યારે કમ્પ્યુટર રિફ્રેશ કરો છો ત્યારે કોઈ પણ નવો બદલાવ થયો હોય તેને રિફ્રેશ દ્વારા જલ્દી બતાવવામાં આવે છે.
પહેલાના સમયમાં જ્યારે કમ્પ્યુટરની સ્પીડ ઓછી હતી ત્યારે કમ્પ્યુટરમાં કોઈ બદલાવ આવે તો તે ધીમો થતો હતો એટ્લે તેમાં રિફ્રેશનો ઉપયોગ આવ્યો જેથી આજ સુધી આ રિફ્રેશનો ઉપયોગ ચાલુ જ છે.
અત્યારે કમ્પ્યુટર ખૂબ ફાસ્ટ હોય છે અને તેમાં કોઈ પણ બદલાવ ખૂબ સરતાથી ઝડપી થાય છે એટ્લે અત્યારે કમ્પ્યુટરને ઘડીએ-ઘડીએ રિફ્રેશ કરવાની જરૂર નથી હોતી અને રિફ્રેશ નહીં કરો તો પણ તમારું કમ્પ્યુટર સારી રીતે કામ કરશે.
રિફ્રેશનો સાચો ઉપયોગ શું છે? – Real Use Of Refresh in Computer Gujarati?
જો તમારા કમ્પ્યુટરમાં તમે કોઈ નવું ફોલ્ડર બનાવ્યું, નવી ફાઇલ ડાઉનલોડ કરી, કોપી-પેસ્ટ કર્યું અને અન્ય કોઈ વસ્તુ કરી હોય અને જો કમ્પ્યુટરમાં તે જલ્દી ન બતાવે તો તમે તમારા કમ્પ્યુટરને રિફ્રેશ કરી શકો છો બાકી વગર કામ તમારે કમ્પ્યુટરમાં રિફ્રેશ કરવાની જરૂર નથી.
કમ્પ્યુટરમાં રિફ્રેશ કેવી રીતે કરવું? – How to Refresh Computer in Gujarati?
- કમ્પ્યુટરમાં રિફ્રેશ કરવા માટે માઉસમાં રાઇટ ક્લિક કરો અને મેનૂમાં Refresh બટન દબાવો.
- આ કર્યા બાદ તમે F5 બટન કીબોર્ડમાં દબાવશો તો પણ રિફ્રેશ થવા માંડશે.
આશા છે કે તમને કમ્પ્યુટરમાં રિફ્રેશ શું હોય છે? એના વિશે સરળ માહિતી મળી હશે અને જો તમારો હજુ કોઈ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા.