કમ્પ્યુટરની દુનિયામાં તમે હાર્ડવેર શબ્દ જરૂર સાંભળ્યો હશે કારણ કે કોઈ પણ વ્યક્તિ આજે કમ્પ્યુટરને વાપરે છે તો તે હાર્ડવેરની મદદથી જ કમ્પ્યુટર ચલાવી શકે છે. હાર્ડવેર આપણાં કમ્પ્યુટર માટે કેટલું જરૂરી છે તે તમે આ પોસ્ટ દ્વારા જાણી શકશો. આજની પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં હાર્ડવેર એટલે શું હોય છે? સાથે હાર્ડવેરના પ્રકાર અને તેના વિશે ઘણી સરસ મજાની માહિતી મેળવીશું.
કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું?
કમ્પ્યુટર જુદા-જુદા ભાગોનું બનેલું એક યંત્ર છે અને જ્યારે કમ્પ્યુટરના જુદા-જુદા ભાગ એક થાય છે ત્યારે આ કમ્પ્યુટર કામ કરે છે. કમ્પ્યુટરના જેટલા પણ ભાગ છે જેને આપણે અડી શકીએ છે, પકડી શકીએ, ઊચકી શકીએ છે, જોઈ શકીએ છે તેને હાર્ડવેર કહેવાય છે.
કમ્પ્યુટરના જેટલા પણ ભૌતિક ભાગ છે જેને તમે અસલીમાં પકડી શકો છો અને જોઈ શકો છો જેમ કે…માઉસ, કીબોર્ડ, મોનિટર, પ્રિંટર, સીપીયુ વગેરે…આ કમ્પ્યુટરના ભાગોને હાર્ડવેર કહેવાય છે.
કમ્પ્યુટરનું હાર્ડવેર સોફ્ટવેર વગર અધૂરું છે અને સોફ્ટવેર પણ હાર્ડવેર વગર અધૂરું છે. જો હાર્ડવેર અને સોફ્ટવેરમાથી કોઈ એક કમ્પ્યુટરમાં ના હોય તો તમારું કમ્પ્યુટર કામ ન કરી શકે.
જાણો:- સોફ્ટવેર એટલે શું?
હાર્ડવેરના પ્રકાર વિશે માહિતી
હાર્ડવેરના પ્રકારમાં કમ્પ્યુટરના ઘણા બધા ભાગ આવે છે જેમાં માઉસ, કીબોર્ડ, મોનિટર, પ્રોસેસર, સીપીયુ કેબિનેટ વગેરે.. હવે આપણે આ ભાગો વિશે થોડું વિસ્તારમાં જાણીશું.
માઉસ
તમે માઉસ દ્વારા કમ્પ્યુટરમાં કર્સરને હલાવી શકો છો અને પૂરા કમ્પ્યુટરને માઉસ દ્વારા કંટ્રોલ કરી શકો છો. માઉસ દ્વારા કમ્પ્યુટર ચલાવવું ખૂબ સહેલું છે. માઉસમાં 2 બટન હોય છે અને 1 સ્ક્રોલર હોય છે. માઉસ કેબલ વાળા આવે છે અને કેબલ વગર ચાલે એવા પણ આવે છે.
કીબોર્ડ
કીબોર્ડ કમ્પ્યુટરમાં કોઈ પણ અક્ષર કે શબ્દો લખવા માટેનું સાધન હોય છે. કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરીને કોઈ પણ વસ્તુ લખી શકો છો. કીબોર્ડ દ્વારા કમ્પ્યુટરમાં લખવું સરળ છે. કીબોર્ડ પણ વાયરવાળા આવે છે અને વાયરલેસ કીબોર્ડ પણ આવે છે.
મોનિટર
મોનિટર કમ્પ્યુટરમાં જોવા માટે ખૂબ જરૂરી હાર્ડવેર છે. જો તમે કમ્પ્યુટરમાં કોઈ પણ કામ કરશો તો તે કામ તમારે મોનિટરમાં જ જોઈને કરવું પડશે અને મોનિટર કમ્પ્યુટરનું મુખ્ય સ્ક્રીન છે, મોનિટર સીપીયુ સાથે અને તેના પાવરકેબલ સાથે જોડાયેલુ હોય છે.
પ્રોસેસર
પ્રોસેસર એક પ્રકારની ચિપ હોય છે જે મધરબોર્ડ સાથે જોડાયેલ હોય છે અને પ્રોસેસરની ઉપર એક કૂલર પંખો પણ રાખવામા આવે છે જેથી તે ઠંડુ રહે છે. આ પ્રોસેસર કમ્પ્યુટરના બધા જ કાર્યો પર પ્રક્રિયા કરે છે અને છેલ્લે આઉટપૂર ડિવાઇસમાં પરિણામ મોકલે છે. પ્રોસેસરને સીપીયુ (Central Processing Unit)” પણ કહેવાય છે.
રેમ
રેમ એક પ્રકારની મેમરી હોય છે જે કમ્પ્યુટરમાં અમુક ડેટાને થોડાક સમય માટે સ્ટોર કરી રાખે છે. કમ્પ્યુટરને જેટલા પણ કાર્યો તમે સોંપો છો તો તે કાર્ય રેમ મેમરીમાં સ્ટોર થાય છે અને ત્યાર બાદ તે કાર્ય પ્રોસેસર પૂર્ણ કરે છે. રેમ ખૂબ ઝડપી મેમરી હોય છે.
હાર્ડડિસ્ક
હાર્ડડિસ્ક એક પ્રકારની ડિસ્ક હોય છે જે કમ્પ્યુટરમાં તમારા ડેટાને હંમેશા માટે સ્ટોર કરીને રાખે છે. તેને તમે હાર્ડડ્રાઇવ પણ કહી શકો છો. હાર્ડડ્રાઇવ 250 GB, 100 GB, 1 TB વગેરે જેટલા સાઈઝનું આવે છે.
સીપીયુ કેબિનેટ
સીપીયુ કેબિનેટ એક પ્રકારનું કવચ હોય છે જેની અંદર મધરબોર્ડ, પાવરસપ્લાય, રેમ, ગ્રાફિક કાર્ડ, હાર્ડ ડ્રાઇવ જેવા અનેક કમ્પોનેંટ હોય છે જેની રક્ષા સીપીયુ કેબિનેટ કરે છે.
કમ્પ્યુટરમાં આવા અનેક હાર્ડવેરના પ્રકાર હોય છે જેમાં આ હાર્ડવેરના ભાગો કમ્પ્યુટરને ચલાવવા માટે ખૂબ મદદ કરે છે. આશા છે કે તમને અમારી આ પોસ્ટ કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? અને હાર્ડવેરના પ્રકાર વિશે ખૂબ જાણવા મળ્યું હશે. તમારો વિચાર નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો અને અમે તમારી માટે આવી જ જાણકારી લાવતા રહીશું.