જ્યારે તમારી સામે કોઈ બીજી ભાષાનું લખાણ આવે અને જો તમે તે ભાષાથી ખૂબ જ અજાણ છો તો તમને ઘણી મુશ્કેલી થાય છે તેને કારણે ગૂગલએ 2006માં પોતાનું એક ટૂલ બનાવ્યું હતું જે લખાણને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને આપે છે, આ ટૂલનું નામ ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate) છે.
ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા તમે કોઈ પણ લખાણને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકો છો, આજે આપણે ગૂગલ ટ્રાન્સલેટ વિશે જાણીશું કે આ ટૂલ શું છે? તેનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો જેવી વગેરે જાણકારી જાણીશું.
ગૂગલ ટ્રાન્સલેટ શું છે? – What is Google Translate in Gujarati?
ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate) એક એવી સર્વિસ છે જેનો ઉપયોગ કરીને તમે કોઈ પણ શબ્દ, લખાણ, શબ્દસમૂહ, દસ્તાવેજ, ફોટા વગેરેને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકો છો. આ સર્વિસ બધા જ લોકો માટે મફત છે.
ઉદાહરણ તરીકે તમને ઇંગ્લિશ ભાષા નથી આવડતી તો તમે ઇંગ્લિશ ભાષાના લખાણને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી શકો છો, એટલે આવી રીતે જો તમને કોઈ બીજી ભાષા નથી આવડતી તો તમને આ Google Translate ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા કોઈ શબ્દ તમને બોલતા નથી આવડતો તો તે પણ તમે શીખી શકો છો, આ ટૂલ નાના બાળકોને કોઈ નવી ભાષા શીખવા માટે ઘણું ઉપયોગી થશે.
ગૂગલ ટ્રાન્સલેટનો ઇતિહાસ
ગૂગલ ટ્રાન્સલેટને એપ્રિલ 2006માં Google દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરી 2010 સુધી આ ટૂલ માત્ર Chrome જેવા બ્રાઉઝરમાં જ ચાલતું હતું પણ ત્યારબાદ ગૂગલએ તેની Android એપ અને iOS એપ પણ રજૂ કરી હતી.
ગૂગલ ટ્રાન્સલેટના ફાયદા
- ગૂગલ ટ્રાન્સલેટની મદદથી તમે કોઈ પણ શબ્દનો અર્થ મેળવી શકો અને તેને બીજી ભાષામાં અનુવાદ પણ કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટની મદદથી તમે કોઈ વેબપેજને પણ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા તમે ફોટામાં લખેલા લખાણને પણ સ્કેન કરીને અનુવાદ કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા તમે કોઈ પણ લખાણ લખીને તેને પોતાની ભાષામાં બોલાવી શકો છો અને સાંભળી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા તમે કોઈ ડોકયુમેંટને પણ અનુવાદ કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટમાં ઓફલાઇન મોડ પણ હોય છે જેના દ્વારા તમારે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ ન હોય તે વખતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટમાં તમને 100 થી પણ વધારે ભાષાઓ મળે છે.
- ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ તમે તમારી વેબસાઇટની સામગ્રીને પૂરી દુનિયાને અલગ-અલગ ભાષામાં બતાવવા માટે કરી શકો છો.
- ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી નથી એટલે તમે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કોઈ પણ એકાઉન્ટ બનાવ્યા વગર કરી શકો છો.
ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કયા ડિવાઇસમાં કરી શકાય?
ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ તમે પોતાના Android ડિવાઇસ, iOS ડિવાઇસ અને કમ્પ્યુટર માટે કરી શકો છો.
તો મિત્રો આશા છે કે આજે તમને ગૂગલ ટ્રાન્સલેટ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, તમે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ શેના માટે કરો છો એ નીચે કમેંટમાં જણાવવાનું ન ભૂલતા, તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરો જેથી તેઓ પણ નવી ભાષા સમજી શકે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-