ગૂગલ પર અલગ-અલગ પ્રાણીઓનો અવાજ

ગૂગલનું કામ આપણાં જીવનને સહેલું બનાવવાનું છે અને આપણે જે શોધીએ છે તે ગૂગલ આપણને ઇન્ટરનેટ પરથી શોધીને આપે છે, આજે આપણે એક એવી ગૂગલ ટ્રિક જાણવાના છીએ જેની મદદથી તમે ગૂગલ પર પ્રાણીઓનો અવાજ સાંભળી શકો છો.

ગૂગલમાં સાંભળો પ્રાણીઓનો આવાજ....જાણો આ ટ્રિક | Google Tricks in Gujarati

શું છે આ ટ્રિક?

જો તમારે ગૂગલ પર પ્રાણીઓનો અવાજ સાંભળવો હોય તો તમે “Animal Noises” શબ્દ ગૂગલ પર લખો, તમે ગૂગલ પર “Animal Sounds” પણ લખી શકો છો પણ આ શબ્દ કદાચ બધા માટે કામ નહીં કરે એટલે તમે “Animal Noises” જ સર્ચ કરો.

આ સર્ચ કરશો એટલે તમારી સામે 50 થી વધારે પ્રાણીઓના અવાજનું લિસ્ટ આવી જશે, તમે લિસ્ટને જમણી બાજુથી ડાબી બાજુ ખસેડો અને “વધુ અવાજો” વાળા ઓપ્શન પર ક્લિક કરો એટલે તમારી સામે 50થી વધારે પ્રાણીઓના અવાજનો લિસ્ટ આવી જશે.

ગૂગલમાં સાંભળો પ્રાણીઓના આવાજ

તમારે જે પ્રાણીનો અવાજ સાંભળવો હોય તેના ચિત્ર પર ક્લિક કરો એટલે તમને તે પ્રાણીનો અવાજ સાંભળવા મળશે.

ગૂગલ પર આ ફીચર 2016ની આજુબાજુ લોન્ચ થયું હતું પણ અત્યારે ઘણા બધા લોકોને આ ટ્રિક ઓછી ખબર છે.

તમે ગૂગલ પર  “Animal Noises” સર્ચ કરીને નીચે બતાવેલા પ્રાણીઓના અવાજ સાંભળી શકો છો.

જેમ કે

  1. અલ્પાકા
  2. આફ્રિકન રાખોડી પોપટ
  3. ઉંદર
  4. ઊંટ
  5. કબૂતર
  6. કાગડો
  7. કિડીખાઉ
  8. કૂકડો
  9. કોમોડો ડ્રેગન
  10. ગરોડી
  11. ગાય
  12. ગિની પીગ
  13. ગેંડો
  14. ઘુવડ
  15. ઘેટું
  16. ઘોડો
  17. ચામાચીડિયું
  18. જળઘોડો
  19. જળબિલાડી
  20. જિરાફ
  21. ઝરખ
  22. ઝીબ્રા
  23. ટર્કી
  24. ડાઈનોસોર
  25. ડુક્કર
  26. દીપડો
  27. દેડકો
  28. નોળિયો
  29. પતંગિયુ
  30. પાંડા
  31. પૂંછડીથી અવાજ કરતો સાપ
  32. પેંગ્વિન
  33. બતક
  34. બાજ
  35. બિલાડી
  36. બોહેડ વ્હેલ
  37. ભેંસ
  38. મગર
  39. મધમાખી
  40. મરઘી
  41. યાક
  42. રકુન
  43. રોબિન ચકલી
  44. વરુ
  45. વાદરું
  46. વાઘ
  47. વીંછી
  48. શાર્ક
  49. શેળો
  50. શ્વાન
  51. સસલું
  52. સાબર
  53. સાબર (2)
  54. સિંહ
  55. હંસ
  56. હમ્પબેક વ્હેલ
  57. હાથી

તમે “Animal Noises” ને પોતાના ડેસ્કટોપ કે અન્ય ડિવાઇસમાં ગૂગલ પર સર્ચ કરશો તો તમને આવા 50થી વધારે પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે.

આ ટ્રિકથી તમને થતાં ફાયદા

  • તમે પોતાના મનોરંજન માટે અવાજ સાંભળી શકો છો.
  • તમારી સાથે કોઈ નાનું બાળક હોય તો તેને હસાવવા માટે આ અવાજ તેને સંભળાવી શકો છો.
  • તમે કોઈ સાથે રમુજ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
  • ફોન પર વાત કરતી વખતે મસ્તી કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
  • બાળકોને પ્રાણીઓના અવાજ સંભળાવીને તમે તેમણે નોલેજ પણ આપી શકો છો.

આવી રીતે આ ટ્રિકનો ઉપયોગ તમે અલગ-અલગ રીતથી કરી શકો છો, આશા છે કે તમને આ ગૂગલ ટ્રિક ગમી હશે, તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવો જેથી અમે તમારી મદદ કરી શકીશું.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 ગૂગલમાં “I’m Feeling Lucky” નામનું બટન કેમ આપેલું છે?

🔗  યૂટ્યૂબ વિશે જાણવા જેવી વાતો

🔗 વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

🔗 એપલ કંપની વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ