તમારા મનમાં કોઈ પણ સવાલ આવે તો તમે ગૂગલને યાદ કરો છો અને કઈકને કઈક ગૂગલ પર સર્ચ કરો છો.
આજે હું તમને 8 વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરવા કહીશ અને જો તમે આ 8 વસ્તુઓ સર્ચ કરશો તો તમને ગૂગલ સર્ચ એંજિનમાં કઈક અલગ જોવા મળશે અને તમે આ વસ્તુઓ જોઈ નહીં હોય.
આ ગૂગલ ટ્રિક્સ તમારા મોબાઇલ અને કમ્પ્યુટર બન્નેમાં કામ કરશે.
જો તમારે મોબાઇલમાં આ ટ્રિકનો ઉપયોગ કરવો હોય તો તમારા મોબાઇલના બ્રાઉઝરમાં “ડેસ્કટોપ સાઇટ” ઓપ્શન ચાલુ કરીને ગૂગલમાં સર્ચ કરજો એટલે આ રીત કામ કરશે,
મોબાઇલ બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટ ઓપ્શન ચાલુ કરવા માટે અમારી આ પોસ્ટ જરૂર વાંચો: ડેસ્કટોપ સાઇટ એટલે શું? – ડેસ્કટોપ સાઇટ વિશે જાણકારી
ગૂગલ પર આ 8 શબ્દો સર્ચ કરો અને જોવો કમાલ
1) Askew/tilt
![]() |
GIF Source:- Giphy.com |
તમારે સૌપ્રથમ googleની મેન વેબસાઇટ google.com પર જવાનું છે અને ત્યાં તમે Askew કે tilt લખીને સર્ચ કરો.
જ્યારે તમે આ શબ્દ સર્ચ કરશો તો તમારું ગૂગલ પેજ થોડું આડું થઈ જશે.
2) Do a barrel roll
![]() |
GIF Source:- Giphy.com |
તમે google.com પર જઈને do a barrel roll સર્ચ કરશો તો તમારું આંખું ગૂગલ પેજ ગોળ ફરી જશે.
આ ગૂગલ ટ્રીક ખૂબ જોરદાર છે અને આ ટ્રિકથી તમે તમારા મિત્રોને પણ ચોંકાવી શકો છો.
3) Blink Html
![]() |
GIF Source:- Giphy.com |
મિત્રો તમે google.com પર જઈને blink html સર્ચ કરશો તો જે પણ રિસલ્ટમાં html લખેલું હશે તે ઝબકવા માંડશે.
આ ગૂગલ ટ્રીક તમે જરૂર ટ્રાય કરો અને તમને મજા આવશે.
4) google in 1998
![]() |
GIF Source:- Giphy.com |
જ્યારે તમે ગૂગલ પર google in 1998 લખશો અને સર્ચ કરશો તો તમારું સર્ચ રિસલ્ટ 1998ની સાલ જેવુ ઇન્ટરફેસ આવી જશે.
આ ટ્રિકથી જૂની યાદો તાજી થઈ જાય છે.
5) google gravity
![]() |
GIF Source:- Giphy.com |
જ્યારે તમે ગૂગલ પર જઈને google gravity લખીને I Am Feeling Lucky વાળા બટન પર ક્લિક કરશો તો તમારું ગૂગલ અને ગૂગલના બધા જ બટનો છૂટા થઈ જશે અને નીચે પડી જશે.
તમે આ ટુકડાને પકડીને ફેંકી પણ શકો છો.
6) zerg rush
![]() |
GIF Source:- Giphy.com |
જ્યારે તમે ગૂગલ પર zerg rush શબ્દો લખીને I am feeling lucky દબાવશો તો તમારી સામે સર્ચ પરિણામ આવી જશે અને ઉપરથી ગોળ બોલ આવશે અને તમારા સર્ચ પરિણામને ધીરે-ધીરે ગાયબ કરી નાખશે.
7) atari breckout
![]() |
GIF Source:- Giphy.com |
જ્યારે તમે ગૂગલ પર atari breckout લખશો અને i am feeling lucky વાળું બટન દબાવશો તો તમારું પેજ એક ગેમમાં બદલાઈ જશે.
આ ગેમમાં તમારે એક બોલને નીચે નહીં પડવા દેવાનો અને તે નીચે આવે તો તેને સ્લાઇડર હલાવીને ઉપર બોલ ઉપર જવા દેવો.
8) Recursion
![]() |
GIF Source:- Giphy.com |
જ્યારે તમે ગૂગલ પર Recursion લખશો અને તમારી સામે Did You Mean આવશે. જ્યારે Did You Mean પર ક્લિક કરશો તો તમે ફરી એજ પેજ પર આવી જશો.
ફરી એના પર ક્લિક કરશો તો પણ ફરી તમે એજ પેજ પર આવી જશો અને આવું લૂપમાં ચાલ્યા જ કરશે.
9) Related Sites
જો તમે કોઈ વેબસાઇટનો ઉપયોગ ખૂબ કરો છો અને તમને તેના જેવી જ એક બીજી વેબસાઇટ જોવી છે તો હું તમને એક સરસ મજાની ગૂગલ સર્ચ ટ્રિક જણાવું.
- related:facebook.com
તમારે ઉપર જે કીવર્ડ લખ્યો છે એ ગૂગલમાં સર્ચ કરવાનું છે. હાલ મે ફેસબુક ઉદાહરણ તરીકે લખ્યું છે, તમે બીજી અન્ય વેબસાઇટનું નામ ફેસબુકની જગ્યાએ બદલીને લખશો તો ગૂગલ તમને તેના જેવી અન્ય વેબસાઇટ બતાવવાનો પ્રયત્ન કરશે.
10) Search PDFs
જો ગૂગલમાં તમારે PDF ફાઈલો શોધવી હોય તો તમને આ ટ્રિક ઉપયોગી થશે.
- Your Query filetype:pdf
તમારે ગૂગલમાં ઉપર જે કીવર્ડ લખ્યો છે સર્ચ કરવાનો છે જેમાં તમારે Your Query હટાવીને તમારો જે સવાલ છે એ અથવા તમારે જે PDF ફાઇલ શોધવી છે તેનું નામ લખવાનું છે.
આ રીતે તમને જે પરિણામ જોવા મળશે એ PDF ફોર્મેટમાં હશે.
મને આશા છે કે તમને આ ગૂગલ ટ્રિક્સ ગમી હશે અને તમે ગૂગલ પર આ શબ્દો જરૂર સર્ચ કરો અને આનંદ ઉઠાવો.
અદભુત માહિતી
તમારો ખૂબ આભાર 👍👍
રમુજી માહિતી આપવા બદલ આભાર
માહિતી વાંચવા માટે તમારો ખૂબ આભાર 👌👌
અધભુત
Very good thanks
તમારો ખૂબ આભાર
સ્વાગત છે તમારું KK Joshi