ગૂગલ પ્લેસ્ટોરમાં એપ અપડેટ ન થાય તો શું કરવું?

મિત્રો શું તમારે પણ ગૂગલ પ્લેસ્ટોરમાં એપ અપડેટ કરવામાં પ્રોબ્લેમ આવે છે? તો આજે અમે તમને તેનું સોલ્યુશન આપીશું જેથી તમે પોતાના ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ મુશ્કેલી વગર એપને અપડેટ કરી શકો છો.

અમારા એક મિત્ર જેમનું નામ દશરથ ભાઈ છે અને તેઓ મલેશિયામાં રહે છે, તેમને પોતાના એન્ડ્રોઇડ ફોનમાં એપને અપડેટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી જેમાં જો તેઓ પોતાના ફોનમાં Google Chrome અપડેટ કરે તો તેમાં પ્રોસેસ ચાલુ થઈને બંધ થઈ જતી હતી અને Android System WebView પણ અપડેટ કરતાં હતા તો તેમાં ખાલી Installing જ લખાઈને આવતું હતું અને આવી રીતે તેમનું અપડેટ અટકી જતું હતું અને ચાલુ થઈને બંધ થઈ જતું હતું.

આજે દશરથભાઈની પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થઈ એના વિશે તમને જાણવા મળશે અને તમારે ભવિષ્યમાં કે અત્યારે આવી પ્રોબ્લેમ આવે તો તે તમે સહેલાથી તેનું નિરાકરણ લાવી શકશો.

android app not updating in play store gujarati


પ્લેસ્ટોરમાં એપ અપડેટ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો શું કરવું?

સૌપ્રથમ તમારે પોતાના મોબાઇલનું સ્ટોરેજ જોવાનું છે કારણ કે જ્યારે તમે એપ અપડેટ કરો છો ત્યારે તે એપની Size વધે છે તેને લીધે મોબાઇલમાં સ્ટોરેજની જરૂર પડે છે. એટલે જો તમારા મોબાઇલમાં વગર કામની વસ્તુ સ્ટોર હોય તો તેને જરૂર ડિલીટ કરો અને સ્ટોરેજને થોડું ઘણું ખાલી કરો.

Google Play Store Storage Gujarati

દશરથ ભાઈના મોબાઇલમાં સ્ટોરેજ એકદમ ખાલી હતી, તમે 👆 ઉપર સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે તેમણે હજુ 23% જ સ્ટોરેજ વાપરી છે અને હજુ ઘણી સ્ટોરેજ ભરાવાની બાકી છે.

દશરથભાઈએ પોતાના મોબાઇલમાં Google Play Storeનો Cache પર ક્લિયર કર્યો હતો પણ તેમની એપ અપડેટ થતાં અટકી જતી હતી, અને જે એપ અપડેટ ન થતી હતી તેને Uninstall પણ કરીને જોઈ તો પણ એમને આ સમસ્યા આવતી જ હતી.


મુખ્ય સોલ્યુશન

પછી તેમને એક રીત અપનાવી અને પોતાના Google Play servicesના Updatesને એપ મેનેજરમાં જઈને ડિલીટ કરી દીધું અને મોબાઇલને ફરી રિસ્ટાર્ટ કર્યો અને હવે તેમને ફરી એપ અપડેટ કરી તો તેમની બધી જ એપ અપડેટ થઈ ગઈ અને તેમની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગઈ.

હવે તમારે પણ આવું જ થાય છે તો તમારે પણ મોબાઇલના એપ મેનેજમેંટમાં જઈને Google Play servicesના Updatesને ડિલીટ કરવું જોઈએ અને ફોનને રિસ્ટાર્ટ કરીને ફરી એપ અપડેટ કરશો તો તમારી એપ અપડેટ થઈ જશે.

તમે પણ આ જ રીત વાપરી શકો છો, તમારે ખાલી પોતાના ગૂગલ પ્લેસ્ટોરના અપડેટને ડિલીટ કરવાની જરૂર છે અને તેની રીત હું તમને નીચે જણાવું છુ.


Open Settings in Android gujarati

  • સૌપ્રથમ મોબાઇલમાં Settings ખોલો.

Android Settings App Management
  • હવે સેટિંગ્સમાં જ Apps અથવા App Management અથવા Manage Apps શોધો અને એમાં જાવો, અલગ-અલગ કંપનીના ફોનમાં અલગ નામ હોય શકે છે. (આ ઓપ્શન ન મળે તો સેટિંગ્સમાં Apps જરૂર સર્ચ કરો.)

App List in Android Settings Gujarati
  • હવે App List પર ક્લિક કરો અને તમારી સામે તમારા મોબાઇલમાં જેટલી એપ ઇન્સ્ટોલ કરેલી હશે તેની લિસ્ટ આવશે તો તે લિસ્ટમાં Google Play services શોધો અને એના પર ક્લિક કરો.

Google Play Services Uninstall Updates Gujarati
  • હવે ઉપર જમણી બાજુ 3 ટપકા ፧ પર ક્લિક કરો અને Uninstall updates પર ક્લિક કરો અને OK બટન દબાવજો.

  • હવે તમારા સ્માર્ટફોનને રિસ્ટાર્ટ અથવા રિબૂટ કરો.

All Apps Updated Gujarati

આશા છે કે મિત્રો તમને આ પોસ્ટ દ્વારા કઈક નવું શીખવા મળ્યું હશે, તમે પોતાના મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરો જેથી તેમની પ્રોબ્લેમ આવી હોય તો તેમને આ રીત ખૂબ કામ લાગશે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 જાણો 15 એવી ટિપ્સ જે તમારા મોબાઇલની બેટરીનું આયુષ્ય વધારશે

🔗 ટેલિગ્રામ ચેટના અમુક મેસેજ અદ્રશ્ય થઈ જાય તો શું કરવું?

🔗 ક્લબહાઉસ એપ શું છે? તે કેવી રીતે કામ કરે છે?

🔗 મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

🔗 મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું છે?