ગૂગલ પ્લેસ્ટોર પર Editors’ Choice એટલે શું?

મિત્રો આપણે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી અલગ-અલગ પ્રકારની ઘણી એપ્સને ઇન્સ્ટોલ કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ.

તમે ઘણી વખત એપ ડાઉનલોડ કરો છો તો તમે અમુક એપમાં “Editors’ Choice” જરૂર લખેલું જોયું હશે અને તમે તે એપને ડાઉનલોડ પણ જરૂર કરો છો.

આજે આપણે જાણીશું કે કેમ ગૂગલ પ્લેસ્ટોરની અમુક એપ્સમાં તમને Editors Choice લખેલું જોવા મળે છે.

ગૂગલ પ્લેસ્ટોર પર Editors’ Choice એટલે શું?

પ્લેસ્ટોરમાં Editors Choice કેમ લખેલું હોય છે?

ગૂગલ પ્લેસ્ટોર પર લાખોની સંખ્યામાં એન્ડ્રોઇડ એપ્સ ઉપલબ્ધ છે અને ઘણી એપ્સને આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ પણ અમુક એપ આપણાં કામની નથી હોતી.

કઈ એપ સારી છે એ જાણવા માટે Editors Choice લેબલ ઘણું કામ લાગે છે.

Editors Choice નો અર્થ એ થાય છે તે એપ પોતાના ઉદેશ્યને સારી રીતે પૂરી કરે છે. તે એપ જે કામ માટે બનાવવામાં આવી છે તે કામને આ એપ સારી રીતે પૂરું કરે છે.

ગૂગલ પ્લેસ્ટોર પર એપ્સને ગૂગલની ટિમ દ્વારા ચેક કરવામાં આવતી હોય છે, તે એપને સારી રીતે ટેસ્ટ અને રિવ્યૂ કરવામાં આવે છે, જો તે એપ યુઝરની જરૂરતને ખૂબ જ સારી રીતે સંતુષ્ટ કરતી હોય તો તે એપમાં Editors Choice નામનું લેબલ લગાવવામાં આવે છે.

ઉદાહરણ તરીકે કોઈ એપનું કામ ઓનલાઇન પેમેન્ટ કરવાનું છે, જો તે એપમાં યુઝરને ખૂબ સારો અનુભવ મળે અને તેઓ સારી રીતે ઓનલાઇન પેમેન્ટની સુવિધાનો ઉપયોગ કરે તો તેને પણ Editors Choice નામનું લેબલ મળે છે.

આ કારણે યુઝર ગૂગલ પ્લેસ્ટોર પર સારી ક્વોલિટીની એપની ઓળખાણ સરળતાથી કરી શકે છે અને એપ ડેવલોપરની એપ વધારે ઇન્સ્ટોલ થાય છે અને તેને ફાયદો પણ થાય છે.

આ કારણે ગૂગલ પ્લેસ્ટોરમાં તમને Editors Choice લેબલ જોવા મળે છે.

આશા છે કે તમને આ જાણકારી ઘણી ઉપયોગી થઈ હશે, કઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા.

આ પોસ્ટ પણ વાંચો :