ગૂગલ પ્લે પ્રોટેક્ટ શું છે? જાણો Play Protect વિશે માહિતી…!!

આજકાલ મોટા ભાગના લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે અને તેમાં અલગ-અલગ પ્રકારની મોબાઇલ એપ્સ ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરતાં હોય છે.

ગૂગલ પ્લેસ્ટોરમાં તમે ઘણી વખત ધ્યાન દોર્યું હશે કે તમને ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Play Protect) નામનું એક ફીચર આપવામાં આવે છે.

આજે આપણે આ ગૂગલ પ્લે પ્રોટેક્ટ વિશે વાત કરીશું કે આ ગૂગલ પ્લેસ્ટોરમાં આપવામાં આવેલું ફીચર છે શું? અને તેનો ઉપયોગ શું હોય છે જેવી વગેરે માહિતી તમને જાણવા મળશે.

ગૂગલ પ્લે પ્રોટેક્ટ વિશે જાણો

ગૂગલ પ્લે પ્રોટેક્ટ શું છે?

ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Play Protect) પ્લેસ્ટોરમાં આવતું એક ફીચર છે જે તમારા એન્ડ્રોઇડ ફોનને સ્કેન કરતું રહે છે અને તમારા સ્માર્ટફોનમાં જેટલી પણ એપ્સ છે તેને પણ સ્કેન કરતું રહે છે અને જો તમારા મોબાઇલમાં કોઈ ખતરનાક એપ મળી આવે તો તે એપને પ્લે પ્રોટેક્ટ સુવિધા દ્વારા ડિલીટ કરવામાં આવે છે.

ગૂગલ પ્લે પ્રોટેક્ટ દરરોજ 100 અબજ જેટલી એપ્સને સ્કેન કરે છે જેથી કોઈ એપમાં જો ખામી હોય તો તે જ સમયે ગૂગલ પ્લે પ્રોટેક્ટ કોઈ એક્શન લઈ શકે છે.

જે એપ ગૂગલની પોલિસીને ન અનુસરતું હોય તો ગૂગલ પ્લે પ્રોટેક્ટ તેવી એપને પણ શોધીને તમને ચેતવણી આપે છે.

તમે જ્યારે ગૂગલ પ્લેસ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો છો ત્યારે તેની પહેલા પણ પ્લે પ્રોટેક્ટ તે એપને સારી રીતે ચેક કરે છે.

ગૂગલ પ્લે પ્રોટેક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?

એમ તો ગૂગલ પ્લે પ્રોટેક્ટ તમારા ફોનની એપ્સને સ્કેન કરતું રહે છે પણ તમે જાતે પણ ગૂગલ પ્લે પ્રોટેક્ટમાં સ્કેનિંગ કરી શકો છો.

સૌપ્રથમ Play Store ખોલો.

  • સૌપ્રથમ Play Store ખોલો.

હવે પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.

  • હવે પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો. 

Play Protect પર ક્લિક કરો.

  • Play Protect પર ક્લિક કરો.

હવે Scan પર ક્લિક કરો.

  • હવે Scan પર ક્લિક કરો.

Scan પર ક્લિક કર્યા બાદ પ્લે પ્રોટેક્ટ સ્કેનિંગ ચાલુ કરી દેશે અને તમને જણાવશે કે તમારા ફોનમાં કોઈ ખતરનાક એપ છે કે નહીં.

આશા છે કે આજે તમને ગૂગલ પ્લે પ્રોટેક્ટ વિશે સરળ માહિતી મળી હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-

Sources:
https://developers.google.com/android/play-protect
https://support.google.com/googleplay/answer/2812853?hl=en