ગૂગલ મેપ્સ (Google Maps) એક એવી સર્વિસ છે જેના દ્વારા તમે એવી જગ્યાઓ ફરી શકો છો જેનાથી તમે અજાણ છો, જો તમારે મુસાફરી કરવી હોય તો ગૂગલ મેપ્સ તમારો પાક્કો સાથીદાર રહેશે.
જો તમારે બાઇક, બસ કે ગાડી દ્વારા મુસાફરી કરવી હોય તો ગૂગલ મેપ્સ તમારો ખૂબ જ સાથ આપશે, તમને સમયથી લઈને ફોટા સુધી ઘણું બધુ ગૂગલ મેપ્સ બતાવશે..
ગૂગલ મેપ્સ એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવા માટેના રસ્તાઓ શોધી શકો છો.
આજે આપણે ગૂગલ મેપ્સ વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ માહિતી જાણીશું જેના વિશે તમને કદાચ ખબર નહીં હોય.
ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવી માહિતી
- ગૂગલ મેપ્સ શરૂઆતમાં એક ડેસ્કટોપ પ્રોગ્રામ હતો જે C++ પ્રોગ્રામિંગ ભાષામાં Lars અને Jens Rasmussen દ્વારા બનાવવામાં આવ્યો હતો જે કંપનીનું નામ “Where 2 Technologies” હતું.
- ઓક્ટોમ્બર 2004માં ગૂગલએ આ કંપનીને ખરીદી લીધું હતું અને ત્યારે ગૂગલ મેપ્સની એક સાચી શરૂઆત વેબ એપ તરીકે ગૂગલ કંપની દ્વારા થઈ હતી, પછી ગૂગલ મેપ્સની શરૂઆત ફેબ્રુઆરી 2005માં થઈ હતી.
- Android અને iOS માટે ગૂગલ મેપ્સ સપ્ટેમ્બર 2008માં લોન્ચ થયું હતું અને ત્યારથી લોકો મોબાઇલમાં ગૂગલ મેપ્સને ઉપયોગ કરતાં થયા છે.
- ઓગસ્ટ 2013માં ગૂગલ મેપ્સ દુનિયાની સૌથી વધારે લોકપ્રિય સ્માર્ટફોન એપ હતી જેને ગ્લોબલ માર્કેટમાં 54% સ્માર્ટફોન યુઝર ઉપયોગ કરતાં હતા.
- શું તમને ખબર છે કે ગૂગલ મેપ્સ એવી API રજૂ કરે છે જેના દ્વારા ગૂગલ મેપ્સના નકશાને થર્ડ-પાર્ટી વેબસાઇટમાં લગાવી શકાય છે, ટૂંકમાં તે નકશાને ગૂગલ મેપ્સ થર્ડ-પાર્ટી વેબસાઇટમાં Embed કરવાની પરવાનગી આપે છે.
- મે 2017માં રિપોર્ટ કરવામાં આવ્યું હતું કે ગૂગલ મેપ્સના 2 બિલ્યન જેટલા યુઝર Android ડિવાઇસ પર છે.
- શું તમને ખ્યાલ છે કે ગૂગલ મેપ્સ પાસે 20 પેટાબાઇટથી પણ વધારે સાઇઝનો ડેટા ઉપલબ્ધ છે જે લગભગ 21 મિલ્યન જીબી જેટલો થાય છે.
- ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂમાં લોકોની ગોપનિયતાને સુરક્ષિત રાખવા માટે ઘણી વસ્તુને ઝાંખું (Blur) કરે છે.
- શું તમને ખબર છે કે સરકાર અમુક જગ્યાઓને બ્લર કરવા માટે સેટેલાઈટ માલિકોને અરજી કરી શકે છે.
- શું તમને ખબર છે કે ગૂગલ આપણાં ફોનની મદદથી ગૂગલ મેપ્સ માટે ટ્રાફિક ડેટા મેળવે છે જે પરવાનગી સાથે મેળવે છે.
મિત્રો આશા છે કે આજે તમને ગૂગલ મેપ્સ વિશે રસપ્રદ માહિતી જાણવા મળી હશે, તમારા વિચારો પણ જરૂર જણાવજો. તમારા મિત્રોને પણ રસપ્રદ માહિતી મોકલજો જેથી તેમને પણ જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: