તમે કમ્પ્યુટરમાં વિડિયો અને ફોટા જરૂર જોતાં હશો અને પોતાના મનોરંજન માટે ગેમ પણ રમતા હશો. જો ફોટા અને વિડિયોની ક્વોલિટી સારી હોય તો તેમાં કઈક અલગ જ મજા આવે છે.
પણ શું તમને ખબર છે કે તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર જે પણ અલગ-અલગ ચિત્ર, ફોટા કે વિડિયો જોવો છે તેને ગ્રાફિક્સ કહેવાય છે અને કમ્પ્યુટર સ્ક્રીન પર ગ્રાફિક્સને સારી રીતે બતાવવા માટે એક ગ્રાફિક કાર્ડ જરૂરી છે.
આજે આપણે આ પોસ્ટમાં જાણીશું કે કમ્પ્યુટરમાં ગ્રાફિક કાર્ડ શું હોય છે? અને કેવી રીતે કામ કરે છે.
ગ્રાફિક કાર્ડ શું છે? – Graphics Card in Gujarati
ગ્રાફિક કાર્ડ કમ્પ્યુટરમાં આવેલું એક હાર્ડવેર કમ્પોનેંટ છે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં ચિત્ર, વિડિયો, ફોટા અને ગેમને ચલાવવા માટે થાય છે. ગ્રાફિક કાર્ડ સીપીયુ કેબિનેટમાં મધરબોર્ડ સાથે લગાવેલું હોય છે.
ગ્રાફિક કાર્ડને “વિડિયો કાર્ડ, ડિસ્પ્લે કાર્ડ, ડિસ્પ્લે એડાપ્ટર, ગ્રાફિક્સ એડાપ્ટર” પણ કહેવાય છે. ટૂંકમાં કહીએ તો ગ્રાફિક કાર્ડ કમ્પ્યુટરમાં આવેલું એક એવું હાર્ડવેર છે જેનો ઉપયોગ કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા ગ્રાફિક્સ પર પ્રોસેસ કરવા માટે થાય છે.
જો તમારા કમ્પ્યુટરમાં સારું ગ્રાફિક કાર્ડ હોય તો તમે તમારા કમ્પ્યુટરમાં લેટેસ્ટ ગેમ્સ, ફુલ ક્વોલિટીમાં ફિલ્મો, ચિત્રો, વિડિયો એડિટિંગ સોફ્ટવેરને ચલાવી શકો છો.
આપણાં મોબાઇલમાં પણ ગ્રાફિક્સ હોય છે પણ આપણને તેમાં ગ્રાફિક કાર્ડ લગાવવા માટે વધારાનું સ્લોટ નથી આપવામાં આવતું તેથી તેમાં પહેલાથી જ ગ્રાફિક્સ ઉમેરવામાં આવે છે.
ચાલો આપણે જાણીએ કે ગ્રાફિક કાર્ડ કેવી રીતે કામ કરે છે.
ગ્રાફિક કાર્ડ કેવી રીતે કામ કરે છે?
કમ્પ્યુટરમાં આપણને જે પણ ચિત્રો, ફોટા કે વિડિયો દેખાય છે તેને કમ્પ્યુટરના સ્ક્રીન પર લોડ કરવાનું કામ ગ્રાફિક કાર્ડ કરે છે. કમ્પ્યુટરમાં પહેલાથી લગાવેલા ઈંટીગ્રેટેડ ગ્રાફિક્સ પણ આવે છે અને આપણે પોતાની જરૂરિયાત પ્રમાણે એક્સટર્નલ ગ્રાફિક કાર્ડ પણ લગાવી શકીએ છે.
એક્સટર્નલ ગ્રાફિક કાર્ડ પાસે પોતાનું પ્રોસેસર અને રેમ હોય છે જેને GPU અને VRAM પણ કહેવાય છે. VRAM એટલે વિડિયો મેમરી.
ગ્રાફિક કાર્ડ પાસે જેટલી વધારે VRAM હશે તેટલું તે સારી રીતે કમ્પ્યુટરમાં ગેમ્સ અને વિડિયો એડિટિંગ સોફ્ટવેર ચલાવી શકશે.
ગ્રાફિક કાર્ડ કમ્પ્યુટરમાં રહેલા ચિત્રોના ડેટાને સીપીયુ પાસેથી લઈને તેના પર પ્રોસેસ કરે છે અને ત્યારબાદ તેને સ્ક્રીન પર બતાવે છે. કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા ચિત્રોમાં કેટલા પિકસેલ્સ છે અને તે પિકસેલ્સમાં ક્યાં કયો રંગ દેખાડવો તે કામ ગ્રાફિક કાર્ડ કરે છે.
લેપટોપમાં પહેલાથી જ ગ્રાફિક્સ હોય છે જેથી તેમાં એક્સટર્નલ ગ્રાફિક કાર્ડ લગાવવાની જરૂર નથી પડતી, તમે લેપટોપ અને કમ્પ્યુટરમાં પોતાના ગ્રાફિક કાર્ડ અને VRAM કેટલી છે તેના વિશે પણ માહિતી લઈ શકશો.
ગ્રાફિક્સના પ્રકાર
મિત્રો ગ્રાફિક્સ કાર્ડ 2 પ્રકારના હોય છે જેમાં 1) Integrated Graphics 2) Discrete Graphics છે.
Integrated Graphics (ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ)
- આ પ્રકારના ગ્રાફિક્સમાં એક GPU (Graphics Processing Unit) હોય છે જેને પ્રોસેસર સાથે જ બનાવવામાં આવે છે.
- CPU સાથે જે મેમરી શેર કરવામાં આવે છે તો આ ગ્રાફિક્સ પણ તે મેમરીનો ઉપયોગ કરે છે અને પ્રોસેસિંગ કરે છે.
- આ ગ્રાફિક્સ અલગથી નથી હોતા એ કારણે તે CPU સાથેની જ સિસ્ટમ મેમરીનો ઉપયોગ કરે છે જેમ કે RAM, તે અલગથી નથી કોઈ રિસોર્સ લેતું તેના લીધે ઓછા પાવરનો ઉપયોગ થાય છે અને તેના લીધે ગરમી પણ ઓછી ઉત્પન્ન થાય છે. અંતમાં બેટરીમાં લાંબી ચાલે છે.
- આવા ગ્રાફિક્સ તમને લેપટોપ જેવા ડિવાઇસમાં જોવા મળે છે કારણ કે તેમાં જગ્યા ઓછી હોય છે.
Discrete Graphics (ડિસક્રિટ ગ્રાફિક્સ)
- આ પ્રકારના ગ્રાફિક્સમાં GPU અલગ હોય છે, તે CPU સાથે નથી હોતું.
- આમાં GPU અલગ હોવાથી તે પોતાની અલગ મેમરીનો ઉપયોગ કરે છે જેને વિડિયો મેમરી (VRAM) કહેવાય છે.
- આ કારણે આ પ્રકારના ગ્રાફિક્સમાં પાવર વધારે ઉપયોગ કરવામાં આવે છે જેથી ગરમી વધારે ઉત્પન્ન થાય છે અને અંતે વીજળીની ખપત પણ વધારે થાય છે.
- તમને આ પ્રકારના ગ્રાફિક્સ એક ડેસ્કટોપ કમ્પ્યુટરમાં જોવા મળે છે.
આશા છે કે તમને ગ્રાફિક કાર્ડ વિશે સારી માહિતી જાણવા મળી હશે. તમે પોતાના મિત્રો સાથે આ પોસ્ટ શેર કરી શકો છો જેથી તેમણે પણ આ જાણવા જેવી માહિતી મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-