જાણો ટેક્નોલોજી કંપની ઝોહો કોર્પોરેશન (Zoho) વિશે જાણવા જેવી માહિતી

જાણો Zoho વિશે જાણવા જેવી માહિતી
 • ઝોહો કોર્પોરેશન (Zoho Corporation) વિશે જો તમે જાણશો તો તમને પણ એક ભારતીય હોવાનો ગર્વ થશે.
 • ઝોહો કોર્પોરેશન અલગ-અલગ બિઝનેસની જરૂરિયાત અને બિઝનેસમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે કમ્પ્યુટર સોફ્ટવેર બનાવે છે અને વેબ-આધારિત બિઝનેસ ટૂલ્સ બનાવે છે.
 • Zoho Corporation એક મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જેની શરૂઆત ભારતમાં 1996માં શ્રીધર વેમ્બુ (Sridhar Vembu) દ્વારા કરવામાં આવી હતી. શ્રીધર વેમ્બુ આ કંપનીના સીઇઓ (CEO) છે.
 • આ કંપનીનું હેડક્વોર્ટર ભારતના તમિલ નાડુ રાજ્યના ચેન્નઈમાં આવેલું છે.
 • શરૂઆતમાં 1996 થી 2009 સુધી આ કંપનીનું નામ AdventNet, Inc. હતું અને શરૂઆતમાં આ કંપની નેટવર્ક મેનેજમેંટ સોફ્ટવેર પ્રદાન કરતી હતી.
 • AdventNet એ પોતાના ઓપરેશન 2001માં જાપાનમાં શરૂ કર્યા હતા અને ત્યારે તેમનો ફોકસ નાના અને મીડિયમ સાઇઝ બિઝનેસ પર હતો.
 • 2005માં AdventNetએ “Zoho CRM” નામનું સોફ્ટવેર લોન્ચ કર્યું હતું અને પોતાની પ્રથમ ક્લાઉડ બિઝનેસ એપ “Writer” રિલીઝ કરી હતી.
 • 2006માં Zoho Sheet, Zoho Creator, Zoho Show અને Zoho Projects લોંચ કર્યું હતું.
 • 2007માં Zoho Meeting અને Zoho Docs લોન્ચ કરવામાં આવ્યું હતું.
 • 2008માં તેઓએ 10 લાખ યુઝરનો આંકડો પ્રાપ્ત કર્યો હતો અને Zoho Invoice, Zoho People, Zoho Mail પણ લોન્ચ કર્યું હતું.
 • 2009માં AdventNet નામની જગ્યાએ આ કંપનીએ પોતાનું નવું નામ રાખ્યું જે છે “ઝોહો કોર્પોરેશન (Zoho Corporation)“. તેમણે એ જ વર્ષમાં Zoho Assist અને Zoho Reports પણ લોન્ચ કર્યું હતું.
 • 2010માં Zoho Desk અને Zoho Calendar લોન્ચ કરવામાં આવ્યું હતું.
 • 2011માં ઝોહોએ Zoho Books અને Zoho Bug Tracker પણ લોન્ચ કર્યું હતું.
 • 2012માં તેમણે Zoho Campaigns, Zoho Sites અને માર્ચ મહિનામાં ઝોહોએ પોતાની સૌથી પહેલી યુઝર કોન્ફરન્સ અમેરીકામાં યોજી હતી.
 • 2013માં ઝોહોએ Zoho Connect, Zoho Survey, Zoho Vault અને Zoho ContactManager લોન્ચ કર્યું હતું.
 • 2014માં Zoho Subscriptions, Zoho SalesIQ અને Zoho CRM Plus શરૂ કર્યું હતું.
 • 2015માં ઝોહોએ 1.5 કરોડ ગ્રાહકોનો આંકડો પ્રાપ્ત કર્યો હતો. તેમને તે વર્ષમાં Zoho Social, Zoho Expense, ShowTime, Zoho Forms, Zoho Inventory અને Zoho Motivator લોન્ચ કર્યું હતું.
 • 2016માં ઝોહોના કુલ 2 કરોડ યુઝર પૂર્ણ થયા હતા અને તેમણે Zoho Desk, Notebook, Zoho AppCreator, Zoho SalesInbox, Zoho Marketplace અને Zoho Developer લોન્ચ કર્યું હતું.
 • 2017માં ઝોહોએ Zoho Checkout, Zoho PhoneBridge, Zia, Zoho Workplace, Zoho Finance Plus, Zoho Sign, Zoho One અને Zoho Sprints લોન્ચ કર્યું હતું.
 • 2018માં ઝોહોએ 3 કરોડ યુઝરનો આંકડો પ્રાપ્ત કર્યો અને Zia Voice, Backstage, PageSense અને Zoho Flow લોન્ચ કર્યું હતું.
 • 2019માં ઝોહોએ 5 કરોડ યુઝરનો આંકડો પ્રાપ્ત કર્યો અને Zoho MarketingHub (મે 2021માં આ પ્રોડક્ટનું નામ બદલાયું હતું જે નવું નામ “Marketing Automation” છે.), Commerce, Orchestly, WorkDrive જેવા પ્રોડક્ટ લોન્ચ કર્યા હતા.
 • 2020માં ઝોહોએ પોતાના માર્કેટપ્લેસમાં કુલ 1000 જેટલા એક્સટેન્શન પૂરા લોન્ચ કર્યા હતા અને Zoho BatckToWork, Zoho Remotely, Toolkit by Zoho Mail, Zoho TeamInbox, ZeptoMail, Bigin લોન્ચ કર્યું હતું.
 • 2021માં ઝોહોએ 7.5 કરોડ યુઝરનો આંકડો મેળવ્યો અને RouteIQ, Zoho Calendar, Zoho DataPrep, Zoho Contracts, Zoho Invoice, Zoho Learn, Tasks by Zoho Mail લોન્ચ કર્યું હતું.
 • હાલમાં ઝોહોના કુલ 8 કરોડથી પણ વધારે યુઝર છે અને આ એક પ્રાઇવેટ કંપની છે જેને હજુ સુધી કોઈ પણ ફંડિંગ નથી લીધી.
 • ઝોહોના 12 ડેટા સેન્ટર, 11 હજારથી વધારે કર્મચારીઓ, 2000થી વધારે પૂરી દુનિયામાં પાર્ટનર અને 55થી વધારે પ્રોડક્ટ છે. 150થી વધારે દેશોમાં ઝોહો ચાલે છે.

મિત્રો આ હતી ઝોહો કોર્પોરેશન વિશે જાણવા જેવી માહિતી, આ કંપની વિશે જાણીને તમને પણ જરૂર ગર્વ થયો હશે કારણ કે આ એક ભારતીય કંપની છે જેને આટલા સરસ અને ઉપયોગી સોફ્ટવેર બનાવ્યા છે.

અમારી અન્ય પોસ્ટ:

 References:

https://en.wikipedia.org/wiki/Zoho_Corporation
https://www.zoho.com/aboutus.html