ક્વોરા (Quora) એક ખૂબ જ લોકપ્રિય સવાલ-જવાબની વેબસાઇટ છે જેની શરૂઆત અમેરિકાથી થઈ હતી. ક્વોરામાં કોઈ પણ વ્યક્તિ સવાલ પૂછી શકે છે અને તેનો જવાબ પણ લખી શકે છે. ક્વોરા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ અકાઉંટ બનાવીને પોતાની પાસે જે નોલેજ છે તેને વહેંચી શકે છે અને બીજાનું નોલેજ દ્વારા પણ શીખી શકે છે અને દુનિયાને વધારે સારી રીતે સમજી શકે છે.
આજે આપણે ક્વોરા વિશે જ એવી અજાણી જાણકારી જાણવાના છીએ જે તમને કદાચ ખબર નહીં હોય અને તમે જાણશો તો તમને જાણીને જરૂર મજા આવશે તો ચાલો જાણીએ.
ક્વોરા વિશે રસપ્રદ જાણકારી
- ક્વોરાની શોધ 25 જૂન 2009માં થઈ હતી અને આ વેબસાઇટ જાહેર જનતા માટે 21 જૂન 2010માં ઉપલબ્ધ થઈ હતી.
- ક્વોરા પર લોકો કોઈ પણ સવાલ પૂછી શકે છે, તેમાં જવાબ લખી શકે છે, તે સવાલને ફોલો કરી શકે છે, તે સવાલને એડિટ પણ કરી શકે છે, લોકોના જવાબોમાં કમેંટ કરી શકે છે અને પોતાના મનપસંદ વિષયોને પણ અનુસરી શકે છે.
- 2020માં ક્વોરા વેબસાઇટ દર મહિને 300 મિલ્યન જેટલા નવા લોકો દ્વારા મુલાકાત લેવાતી હતી.
- ક્વોરાની શોધ ફેસબુકના ભુતપૂર્વ કર્મચારી Adam D’ Angelo અને Charlie Cheever દ્વારા જૂન 2009માં થઈ હતી.
- ક્વોરા જ્યારે જાહેર લોકો માટે લોન્ચ થયું હતું ત્યારે તે તેના ઇન્ટરફેસ અને જવાબો માટે ખૂબ વખણાયું હતું જેમાં યુઝર દ્વારા જવાબો લખવામાં આવેલા હતા અને તેમાં એવા લોકો દ્વારા પણ જવાબ લખવામાં આવેલા હતા જેઓ તેમની ફિલ્ડમાં નિષ્ણાંત હતા.
- ક્વોરામાં યુઝર ખૂબ ઝડપથી વધી રહ્યા હતા અને 2010ના અંત સુધીમાં તો ક્વોરા પર એટલા યુઝર આવ્યા હતા કે તેની વેબસાઇટ ખૂબ લોડ લેતી હતી અને તે હેન્ડલ કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું.
- 2018 સુધી ક્વોરાએ બરાબર રીતે તેના પ્લેટફોર્મ પર જાહેરાત ન બતાવી હતી કારણ કે જાહેરાત યુઝરના અનુભવને નકારાત્મક બનાવે છે પણ પ્લૅટફૉર્મને વધુ આગળ લઈ જવા માટે હવે જાહેરાત બતાવવામાં આવે છે. બાકી ક્વોરાએ એપ્રિલ 2016થી અમુક-અમુક સવાલના પેજમાં જ લિમિટેડ જાહેરાત બતાવવાનું ચાલુ કર્યું હતું પછી આવતા વર્ષોમાં તેને જાહેરાત બતાવવાનું સામાન્ય કરી દીધું.
- જાન્યુઆરી 2013માં ક્વોરાએ બ્લોગિંગ પ્લેટફોર્મ પણ રજૂ કર્યું હતું અને તેના દ્વારા યુઝર સવાલોના જવાબ સિવાય બ્લોગ પોસ્ટ પણ લખીને પબ્લિશ કરી શકે છે.
- નવેમ્બર 2013માં ક્વોરાએ Stats નામનો ફીચર પણ રજૂ કર્યો હતો જેના દ્વારા યુઝર પોતાના અપવોટ, દ્રશ્યો, શેર વગેરે જોઈ શકે છે. ટૂંકમાં યુઝરએ કેટલું ક્વોરા પર યોગદાન આપ્યું તેના આકડાં જોવાનું ફીચર રજૂ કરવામાં આવ્યું હતું.
- માર્ચ 2016માં ક્વોરાએ Parlio નામની એક ઓનલાઇન કમ્યુનિટીને ખરીદી હતી.
- ઓક્ટોમ્બર 2016માં ક્વોરાએ સ્પેનિશ ભાષામાં પણ પોતાનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું અને પછી ધીમે-ધીમે ક્વોરાને ઇંગ્લિશ સિવાય અલગ-અલગ ભાષામાં પણ લોન્ચ કરવામાં આવ્યું જેમ કે ક્વોરા અત્યારે હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ જેવી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
- ક્વોરામાં તમે અકાઉંટ બનાવીને અનામી રીતે (પોતાની પ્રોફાઇલ બતાવ્યા વગર) પણ જવાબો લખી શકો છો અને ત્યારબાદ તમારા જવાબની એક લિન્ક બને છે અને તે લિન્ક દ્વારા તમે તે જવાબને ફરી ભવિષ્યમાં એડિટ પણ કરી શકો છો.
- એપ્રિલ 2017માં ક્વોરાએ જણાવ્યુ હતું કે તેમના પ્લેટફોર્મ પર દર મહિને 190 મિલ્યન જેટલા નવા મુલાકાતીઓ આવે છે.
- ક્વોરા પર વધારે ટ્રાફિક સર્ચ એંજિનમાથી આવે છે અને તેમાંથી યુઝર અકાઉંટ બનાવ્યા વગર પણ જવાબ વાંચી શકે છે પણ જ્યારે તેઓ બીજા પેજ પર જાય તો તેમણે ક્વોરા અકાઉંટ બનાવવાનું સૂચવે છે.
- ક્વોરાએ પહેલા ગૂગલના ‘PageRank’ જેવો પોતાનો જવાબોને રેન્ક કરવાનો અલ્ગોરિધમ બનાવ્યો હતો અને તે અલગ-અલગ માળખા પ્રમાણે જવાબોને પોતાના સર્ચમાં રેન્ક કરે છે. પણ અત્યારે ક્વોરા અલગ-અલગ રીતે જવાબોનું સજેશન આપે છે
- નવેમ્બર 2012માં ક્વોરાએ Top Writers Program પણ લોન્ચ કર્યો હતો જેમાં જે લોકોએ ક્વોરા પર સારું યોગદાન આપ્યું હોય તેમણે સર્વોચ્ચ લેખક બનાવવામાં આવતા હતા જેથી લોકો વધારે સારું લખવા માટે ઉત્સાહિત થાય. તેવા સર્વોચ્ચ લેખકોને વિશિષ્ટ ઈવેન્ટમાં પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમણે અમુક વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ ઇંગ્લિશ ભાષામાં બંધ કરવામાં આવ્યો છે પણ અન્ય ભાષાઓમાં ચાલુ છે.
તો મિત્રો આશા છે કે તમને ક્વોરા વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે. તમે ક્વોરા વિશે શું જાણો છો એ પણ જરૂર જણાવજો જેથી બીજા લોકોને પણ વધારે જાણકારી મળી રહે. વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ વાંચો:-