જીમેલ વિશે જાણવા જેવી રસપ્રદ જાણકારી

કોઈ પણ વ્યક્તિને ઈમેલ મોકલવો હોય તો આપણે ગૂગલની વેબમેલ સર્વિસ જીમેલ (Gmail) નો ઉપયોગ કરીએ છીએ, Gmail દ્વારા આપણે સરળ રીતે ઈમેલ દ્વારા એક-બીજાને સંપર્ક કરી શકીએ છીએ.

જીમેલ એક સામાન્ય વ્યક્તિ માટે જરૂરી ન હોય પણ મોટી-મોટી કંપનીઓ, પ્રોફેશનલ લોકો માટે Gmail ખૂબ ઉપયોગી પ્રોડક્ટ છે.

આજે આપણે Gmail વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી મેળવીશું જેમાં તમને ઘણી મજા આવશે.

Gmail વિશે રસપ્રદ જાણકારી

Gmail વિશે અનોખી જાણવા જેવી વાતો

  • મિત્રો શું તમને ખબર છે જીમેલ એક મફત ઈમેલ સર્વિસ છે જે ગૂગલનું એક પ્રોડક્ટ છે જેમાં તમે કોઈ પણ વ્યક્તિને મફત ઈમેલ મોકલી શકો છો અને જીમેલ 1 એપ્રિલ 2004, એપ્રિલ ફૂલના દિવસે લોન્ચ થયું હતું અને તે સમયએ બધાને જીમેલ એક રમુજ લાગતું હતું કારણ કે તેની ઘોષણા એપ્રિલ ફૂલના દિવસે કરવામાં આવી હતી.
  • ઓક્ટોમ્બર 2019 સુધી જીમેલના 1.5 બિલ્યન જેટલા એક્ટિવ યુઝર હતા અને અત્યારે તેનાથી પણ ઘણા વધારે હશે.
  • જીમેલ Paul Buchheit દ્વારા બનાવવામાં આવ્યું હતું જે અમેરિકન કમ્પ્યુટર એંજીનિયર અને એંટ્રેપ્રિન્યોર છે.
  • જીમેલ શરૂઆતમાં તેના યુઝરને 1 જીબી ડેટાની કેપેસિટી આપતું હતું અને તે 2004ના સમયમાં જીમેલના હરીફો કરતાં તે ઘણું વધારે સ્ટોરેજ હતું, હાલ જીમેલ 15 જીબી સ્ટોરેજ મફત આપે છે.
  • જીમેલ 105 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • જીમેલની સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક ગૂગલ અકાઉંટ હોવું જરૂરી છે.
  • જ્યારે જીમેલમાં 1 જીબી સ્ટોરેજની લિમિટ હતી ત્યારે 1 એપ્રિલ 2005, જીમેલની પ્રથમ વર્ષગાંઠ દરમિયાન જીમેલમાં સ્ટોરેજ લિમિટને 2 જીબી કરી દેવામાં આવી હતી.
  • શું તમને ખબર છે તમે જીમેલમાં 50 MB સુધીના ઈમેલને મેળવી શકો છો અને 25 MB સુધીના ઈમેલને મોકલી શકો છો, જો તમારે મોટી સાઇઝમાં કઈક મોકલવું હોય તો ગૂગલ ડ્રાઇવને પણ લિન્ક કરી શકો છો.
  • જ્યારે જીમેલ લોન્ચ ન થયું હતું ત્યારે તેના પ્રોજેકટનું કોડ નેમ કેરીબુ (Caribou) હતું.
  • જૂન 2012માં જીમેલ પાસે 425 મિલ્યન એક્ટિવ યુઝર હતા અને મે 2015માં 900 મિલ્યન એક્ટિવ યુઝર હતા પછી ફેબ્રુઆરી 2016માં જીમેલએ 1 બિલ્યન એક્ટિવ વપરાશકર્તાની સિદ્ધિ મેળવી હતી.
  • મે 2014માં જીમેલ પ્રથમ એવી એપ હતી જેને ગૂગલ પ્લેસ્ટોર પર 1 બિલ્યનથી પણ વધારે વખત ઇન્સ્ટોલ કરવામાં આવી હતી.
  • સપ્ટેમ્બર 2006માં ફોર્બ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીમેલ નાના ધંધાઓ માટે સૌથી સારી વેબમેલ સર્વિસ છે.

  • યુઝરની સુરક્ષાને વધારે મહત્વ આપવા માટે જીમેલએ પોતાનું AI સિસ્ટમ ઘણું મજબૂત બનાવ્યું છે જે દર મિનિટએ 10 મિલ્યન જેટલા સ્પેમ ઈમેલને બ્લોક કરે છે.
  • શું તમે જાણો છો કે જીમેલમાં આવતા સ્પેમ ઈમેલ, ફિશિંગ અટેક, માલવેર વગેરેના આવતા 99.99% ઈમેલ Gmail તમારા સુધી આવતા પહેલા જ બ્લોક કરે છે.

તો મિત્રો તમને જીમેલ વિશે આ અનોખી જાણકારી કેવી લાગી? આશા છે કે જીમેલ વિશે જાણીને તમને જરૂર મજા આવી હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ સૌથી બેસ્ટ ઈમેલ સર્વિસ Gmail વિશે કઈક નવું જાણી શકે.

Gmail એટલે શું?

Gmail એક ઈમેલ સર્વિસ છે જેના દ્વારા તમે પોતાની એક ઈમેલ આઈડી બનાવી શકો છો અને ઈમેલ આઈડી બનાવીને ઈમેલની લે-વહેચ કરી શકો છો. આ સર્વિસ ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

Gmail નો ઉપયોગ કરવા માટે શું જરૂરી છે?

Gmail નો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે, ત્યારબાદ તમે મોબાઇલ કે ડેસ્કટોપમાં Gmail નો ઉપયોગ કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ:-