ટેલિગ્રામ એક ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે અને તમે તમારા મિત્રો સાથે ખૂબ મજાથી વાતચિત કરી શકો છો, આજે આપણે ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરવાની રીત જાણીશું જેથી તમે જાતે જ ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરી શકશો.
ટેલિગ્રામ એપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવવો?
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં Telegram એપ ખોલો.
- ટેલિગ્રામ ખૂલ્યા બાદ તમને ડાબી બાજુ ઉપર ખૂણામાં 3 આડી લીટી ☰ દેખાશે તો તે ત્રણ લીટી પર ક્લિક કરો.
- હવે તમારા નામની ઉપર જ પ્રોફાઇલ આઇકન હશે તો તેના પર ક્લિક કરો.
- હવે Set Profile Photo પર ક્લિક કરો અને ત્યારબાદ નીચેથી ગેલેરી સેક્શન ખુલશે.
- હવે આ ગેલેરી સેક્શનને તમે ઉપર ખસેડો.
- તમે અહીથી તમારો મનપસંદ કોઈ પણ ફોટો સિલેક્ટ કરો.
- તમે અહીથી ફોટામાં નાના-મોટા ફેરફાર પણ કરી શકો છો અને જ્યારે ફેરફાર થઈ જાય તો સાચાની (✅) નિશાની પર ક્લિક કરો.
- ઉપરથી નીચે ખસેડયા બાદ તમને પ્રોફાઇલ ફોટો મોટો દેખાશે.
- ઉપર 3 ટપકા (፧) પર ક્લિક કરશો તો તમને વધારે ઓપ્શન જોવા મળશે.
- Set new photo પર ક્લિક કરશો તો તમે આ પ્રોફાઇલ ફોટાની જગ્યાએ નવો ફોટો લગાવી શકશો.
- Delete પર ક્લિક કરશો તો તમે તમારો આ પ્રોફાઇલ ફોટો ડિલીટ કરી શકશો.
તો મિત્રો આશા છે કે તમને આ રીત પસંદ આવી હશે, અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ આભાર. આજે આપણે સરળ રીતે જાણ્યું કે કેવી રીતે આપણે ટેલિગ્રામમાં પ્રોફાઇલ ફોટો સેટ કરી શકીએ છીએ.
અમારી અન્ય પોસ્ટ:-