પ્રોસેસર એટલે શું? – Processor વિશે જાણકારી

કમ્પ્યુટરને તમે કોઈ પણ કાર્ય આપો તો કમ્પ્યુટર તમને તે કામ પુરુ કરીને આપે છે અને તે કામ કેટલું ઝડપી પૂરું થશે તે તેના ઘણા ભાગો પણ આધારિત હોય છે પણ તેમાં સૌથી મુખ્ય આધારની વાત કરીએ તો તેનું નામ છે પ્રોસેસર, જેને તમે “સેટ્રલ પ્રોસેસિંગ યુનિટ” પણ કહી શકો છો પણ ટૂંકમાં તેને આપણે પ્રોસેસર (Processor) કહીએ છીએ.

પ્રોસેસરનો ઉપયોગ મોબાઇલ, કમ્પ્યુટર અને લેપટોપ જેવા ઘણા ઉપકરણમાં થાય છે અને પ્રોસેસરના નામ પરથી જ આપણને તેનો થોડો અર્થ સમજાઈ જાય છે, જેમ કે પ્રોસેસ કરવું (કામ કરવું).

તમે તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં કોઈ પણ ગેમ રમો છો તો તે ગેમ કેટલી સ્મૂધ (સરળ) ચાલશે તે તેના પ્રોસેસર પર આધારિત હોય છે, પ્રોસેસર જેટલું શક્તિશાળી હશે તેટલું તમારા ડિવાઇસમાં તે ગેમ સરળ રીતે ચાલશે.

તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ વિડિયો એડિટ કરીને તેને રેંડર અથવા એક્સપોર્ટ કરો છો તો તે વિડિયો કેટલો જલ્દી તૈયાર થશે તે પણ પ્રોસેસરની ઝડપ ઉપર આધારિત હોય છે.

તો ચાલો આપણે હવે પ્રોસેસર વિશે આગળ જાણીએ કે આ પ્રોસેસર એટલે શું? Processor વિશે ઘણું તમને નવું આજે જાણવા મળશે.

information about Processor in Gujarati.

પ્રોસેસર એટલે શું? – Processor in Gujarati

પ્રોસેસર એક ચિપ હોય છે જેને કમ્પ્યુટરના મધરબોર્ડમાં લગાવવામાં આવે છે, પ્રોસેસર એક “સેટ્રલ પ્રોસેસિંગ યુનિટ” છે જેની પાસે કમ્પ્યુટરનો પૂરો પ્રોસેસિંગ પાવર હોય છે અને કમ્પ્યુટરમાં જેટલી પણ પ્રક્રિયા થાય છે તેને પ્રોસેસર પૂર્ણ કરે છે.

કમ્પ્યુટરમાં ઈનપુટ કે આઉટપુટ અથવા તેના જેવા કોઈ પણ કાર્ય પ્રોસેસર દ્વારા થાય છે અને જો કમ્પ્યુટરમાં પ્રોસેસર ન હોય તો આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય નથી કરી શકતા. પ્રોસેસરનો ઉપયોગ મોબાઇલ, લેપટોપ, ટેબલેટ જેવા વગેરે ડિવાઇસમાં થાય છે.

Instagram app

ઉદાહરણ તરીકે… તમારે પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ખોલવી છે, હવે તમારા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ખોલવામાં જે પણ પ્રોસેસિંગ પાવર લગાવવામાં આવે છે તે પ્રોસેસર દ્વારા થાય છે. તમે એપ પર ક્લિક કર્યું અને તે એપ ખૂલી ગઈ તો તે કામ મોબાઇલમાં આવેલા પ્રોસેસર દ્વારા થાય છે.

તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ કરો છો તો તે પણ એક પ્રોસેસર દ્વારા ખૂલે છે અને તમે સોફ્ટવેરમાં જે પણ કાર્ય કરો છો તો તે કાર્યને પણ પૂરું કરવાનું કામ પ્રોસેસર જ કરે છે.

તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં પ્રોસેસર જેટલું શક્તિશાળી હશે તેટલું જલ્દી તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય પૂરા થઈ શકશે. પ્રોસેસર જ કમ્પ્યુટરનો એક મુખ્ય ભાગ છે જેના વગર ડિવાઇસની અંદર કોઈ પણ કામ કરવું અશક્ય છે.

પ્રોસેસર બનાવતી કંપનીઓના નામ

 • Intel
 • AMD
 • Qualcomm
 • NVIDEA
 • IBM
 • Samsung
 • Motorola
 • HP

ARM શું છે?

પ્રોસેસર બનાવતી કંપનીઓ ઘણી બધી છે પણ પ્રોસેસર બનાવતી પહેલા આપણે તેનું ડિઝાઇન બનાવવું પડે, પ્રોસેસરની અંદર શું હશે, તેનો આકાર વગેરે સૌપ્રથમ નક્કી કરવું પડે છે.

આપણે કોઈ પણ ઘર કે બિલ્ડીંગ બનાવીએ તો સૌપ્રથમ તેનું પ્લાનિંગ કરીએ છીએ અને ત્યારબાદ તે ઘર કે બિલ્ડીંગનું નિર્માણ થાય છે.

તેવી જ રીતે ARM એક કંપની છે જેનું પૂરું નામ “Advanced RISC Machines” છે. આ કંપની પ્રોસેસરના ડિઝાઇન, આર્કિટેક્ચરને બનાવીને તેનું લાઈસેન્સ અલગ-અલગ કંપનીઓને આપતી હોય છે.

પ્રોસેસરમાં કોર (Core) શું હોય છે?

Processor Core

Core પ્રોસેસરનો એક યુનિટ હોય છે જેમ કે તમારા ઘરમાં તમે એક જ રૂમની વચ્ચે એક દીવાલ બનાવો તો તે રૂમના 2 ભાગ પડી જશે અને આવી રીતે તે રૂમના 2 યુનિટ બની જશે, આવી રીતે પ્રોસેસરમાં પણ Core એક યુનિટ હોય છે જેને તમે અલગ-અલગ બ્લોક પણ કહી શકો છો.

તમે Dual Core, Quad Core, Octa Core જેવા વગેરે નામ સાંભળ્યા હશે તો આ નામ પ્રોસેસરમાં કેટલા ભાગ છે તે દર્શાવે છે.

 • Dual Core – 2 Core
 • Quad Core – 4 Core
 • Hexa Core – 6 Core
 • Octa Core – 8 Core
 • Deca Core – 10 Core

તમે ઉપરની લિસ્ટ જોઈ શકો છો જેમાં અલગ-અલગ Core ના નામ છે અને તેમાં કેટલા Core આવેલા છે તે પણ દર્શાવેલું છે.

 • Dual Core પ્રોસેસરમાં 2 Core આવશે એટલે Dual Core પ્રોસેસરમાં 2 ભાગ હોય છે.
 • Quad Core પ્રોસેસરમાં 4 Core આવશે એટલે Quad Core પ્રોસેસરમાં 4 ભાગ હશે.
 • Hexa Core પ્રોસેસરમાં 6 Core આવશે એટલે Hexa Core પ્રોસેસરમાં 6 ભાગ હશે.

આવી રીતે પ્રોસેસરમાં Core હોય છે અને તે પ્રોસેસરની અંદર જેટલા ભાગ હશે તો તે Core કહેવાય છે.

પ્રોસેસરમાં Core કેમ હોય છે?

જો પ્રોસેસરની અંદર Core ન હોય તો તે એક જ પ્રોસેસર ગણાશે અને તેની પાસે આપણે એક સમયે એક જ કામ કરાવી શકીશું. જો પ્રોસેસરની અંદર Core હશે તો પ્રોસેસરની અંદર અલગ ભાગ પડે છે તેને લીધે આપણે પ્રોસેસરને કોઈ પણ કામ સોંપીશું તો તે 2 ભાગ એક સાથે મળીને તે કામ કરશે તો તે કામ જલ્દી પૂરું થશે.

ઉદાહરણ તરીકે… તમે એક વ્યક્તિ પાસે કોઈ એક કામ કરાવો તો તેને એક કામ કરવા માટે 1 કલાક થાય છે અને જો તમે તે એક જ કામને 2 વ્યક્તિ પાસે કરાવો તો તમારું તે કામ 2 વ્યક્તિ સાથે વહેંચાઈને જલ્દી પુરુ થશે અને તેમાં અડધો કલાક જ સમય લાગશે.

આવી રીતે પ્રોસેસરમાં જો 4 Core હોય તો પ્રોસેસરમાં 4 અલગ-અલગ ભાગ હોવાથી તે કામ પ્રોસેસર જલ્દી પતાવી શકશે. તો પ્રોસેસરમાં આવી રીતે ભાગ પાડીને કામ જલ્દી પુરુ થઈ શકે તેના માટે પ્રોસેસરમાં Core ની જરૂરત પડે છે.

પ્રોસેસરમાં નેનોમીટર (nm) શું હોય છે?

Inside processor look

પ્રોસેસરમાં હજારો કે તેથી વધારે ટ્રાંજિસ્ટર લગાવેલા હોય છે જેનો આકાર ખૂબ નાનો હોય છે અને તે ટ્રાંજિસ્ટર વચ્ચેની જેટલી જગ્યા હશે તે નેનોમીટરમાં મપાય છે. તે ટ્રાંજિસ્ટર વચ્ચેની જગ્યા જેટલી નાની હશે તેટલું પ્રોસેસર વધારે ઝડપી કામ કરશે.

તેને લીધે પ્રોસેસરમાં nm જે નેનોમીટર હોય છે અને તે પ્રોસેસર વચ્ચેની જે જગ્યા હોય છે તો તેને માપવા માટે ઉપયોગ થાય છે. અત્યારના પ્રોસેસર 7 nm ના આવે છે.

પ્રોસેસરમાં થ્રેડ (Thread) શું હોય છે?

પ્રોસેસરમાં થ્રેડ એક પ્રકારનો Core જ હોય છે પણ આ થ્રેડ એક Virtual Core હોય છે. Core ની વાત કરીએ તો પ્રોસેસરમાં Core ના ભૌતિક રીતે ભાગ હોય છે પણ Thread ના ભૌતિક ભાગ નથી હોતા.

Microprocessor પ્રોસેસરમાં થ્રેડ એટલે જે Core હોય છે તો તેમાં જ એક અલગ ભાગ બનાવવો પણ આ ભાગ ભૌતિક રીતે નથી હોતો, બસ તેને કોડ કરીને પ્રોગ્રામ કરવામાં આવે છે અને આ ભાગ એક નવા Core ની જેમ વર્તન કરે છે.

તો મિત્રો આશા છે કે તમને આજે પ્રોસેસર વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ પ્રોસેસર વિશે આવું નવું જાણી શકે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ નંબર 7600940342 પર Hii મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-