કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે કીબોર્ડ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, કીબોર્ડની મદદથી આપણે કોઈ પણ પ્રકારના શબ્દો, નંબર, નિશાન વગેરે કમ્પ્યુટરમાં લખી શકીએ છે.
કમ્પ્યુટરમાં તમે સૌથી ઉપર F બટનની શ્રેણી જરૂર જોઈ હશે એમાં F1, F2, F3, F4, F5 થી લઈને F12 સુધી બટન આપ્યા છે, આ બટનને “ફંક્શન કી (Function Key)” કહેવાય છે, બટનમાં “F નો અર્થ Function” છે, જેમાં 12 ફંક્શન કી આપેલી છે.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટર કીબોર્ડમાં ફંક્શન કી શું હોય છે? તેનો ઉપયોગ શું છે? F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9, F10, F11, F12 આ બધી જ ફંક્શન કીનો ઉપયોગ આપણે જાણીશું.
ફંક્શન કી શું છે? – What is Function keys in Gujarati?
કમ્પ્યુટર કીબોર્ડમાં 100 થી વધારે બટનો આપેલા છે, એમાં F1, F2 થી લઈ F12 સુધીના કીબોર્ડ બટનોને ફંક્શન કી કહેવાય છે. કીબોર્ડમાં ફંક્શન કીને કોઈ વિશેષ કાર્ય કરવા માટે વપરાય છે.
કમ્પ્યુટરમાં ફંક્શન કીનો ઉપયોગ કરવા માટે ડાઇરેક્ટ F1, F2 વગેરેનો ઉપયોગ થાય છે પણ લેપટોપ કીબોર્ડમાં તમને Fn કી આપેલી હોય છે. આ Fn કી સાથે F1, F2 દબાવવાથી ફંક્શન કીના અલગ-અલગ ફંક્શન કામ કરે છે, પણ અમુક લેપટોપમાં Fn દબાવ્યા વગર પણ ફંક્શન કી કામ કરે છે.
લેપટોપમાં 1 ફંક્શન કીના અલગ-અલગ ઉપયોગ હોય છે અને તેની માટે વિન્ડોઝ કી બટનની ડાબી બાજુ Fn બટન આપેલું હોય છે, જેમ કે Fn સાથે F2 દબાવીશું તો લેપટોપ સ્ક્રીન બંધ થશે, આ રીતે કામ કરે છે.
ચાલો આપણે ફંક્શન કીના ઉપયોગ જાણીએ.
F1 થી F12 ફંક્શન કીના ઉપયોગ – F1 to F12 Function Keys Use in Gujarati
ફંક્શન કી 1 – F1
કમ્પ્યુટરમાં તમે કોઈ પણ પ્રોગ્રામ અથવા સોફ્ટવેર વાપરતા હોય તો તમે F1 કી દબાવીને તેમાં તેનું હેલ્પ સેન્ટર ખોલી શકો છો.
જેમ કે હું મારા કમ્પ્યુટરમાં Wordpad ખોલુ અને મને Wordpad વિશે કઈ ખબર ન હોય તો હું F1 દબાવીશ એટલે તેનું હેલ્પ સેન્ટર ખૂલી જશે અને મને વર્ડપેડ વિશે જાણકારી મળશે.
તમે Chrome માં પણ F1 દબાવશો તો તેનું હેલ્પ સેન્ટર ખૂલી જશે. આવી રીતે અલગ-અલગ સોફ્ટવેર કે પ્રોગ્રામમાં તમે F1 નો ઉપયોગ કરી શકો છો.
ફંક્શન કી 2 – F2
કોઈ પણ ફોલ્ડર કે ફાઇલને Rename કરવું હોય તો તમે તે ફોલ્ડર કે ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો છો અને Rename કરો છો…
પણ
તેનો સીધો રસ્તો આ છે, તમારે તે ફોલ્ડર પર એક ક્લિક કરવાનું અને F2 દબાવવાનું અને હવે તેમાં નવું નામ આપીને Enter કરવાનું એટલે તેનું નામ બદલાઈ જશે.
આવી રીતે કોઈ પણ ફોલ્ડરને Rename કરવા માટે F2 વપરાય છે. એક્સેલમાં Cell ને Rename કરવા માટે પણ F2 ઉપયોગી થાય છે.
ફંક્શન કી 3 – F3
તમારે વિન્ડોઝ કમ્પ્યુટરમાં કોઈ વસ્તુ સર્ચ કરવી હોય તો તમે ડેસ્કટોપ પર આવીને F3 દબાવશો તો સર્ચ બટન ખૂલી જશે.
તમે કોઈ બ્રાઉઝરમાં F3 દબાવશો તો ત્યાં પણ સર્ચ બટન આવી જશે અને તમે ત્યાં કોઈ પણ શબ્દ સર્ચ કરી શકો છો.
ફંક્શન કી 4 – F4
તમે કમ્પ્યુટરમાં એક સાથે ઘણા બધા પ્રોગ્રામ કે સોફ્ટવેર ખોલ્યા હોય અને જો તમારે તેને બંધ કરવું હોય તો તમારે F4 નો ઉપયોગ કરવો પડશે પણ તમારે તેની સાથે એક નવું બટન દબાવવું પડશે.
Alt+F4 તમે દબાવશો તો તમારા કમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ બંધ થઈ જશે અને ડેસ્કટોપ પર આવીને તમે Alt+F4 દબાવશો તો શટડાઉન અને રિસ્ટાર્ટનો પણ ઓપ્શન મળી જશે.
ફંક્શન કી 5 – F5
કમ્પ્યુટરમાં તમારે રિફ્રેશ કરવું હોય તો તમારે F5 કી દબાવવી પડશે. F5 દબાવીને તમે કોઈ પણ બ્રાઉજરમાં વેબસાઇટને રીલોડ પણ કરી શકો છો.
આ પણ વાંચો:- રિફ્રેશ એટલે શું?
ફંક્શન કી 6 – F6
અમુક લેપટોપમાં F6 નો ઉપયોગ અવાજ (Volume) ઓછો કરવા માટે થાય છે અને અમુક લેપટોપમાં F6નો અલગ ઉપયોગ પણ હોય શકે છે.
F6 દબાવવાથી તમે કોઈ વેબસાઇટ પર હશો તો તમે ડાઇરેક્ટ તેના URL એડ્રેસમાં Jump થઈ જશો. F6 દબાવવાથી તેનું URL Highlight થશે.
ફંક્શન કી 7 – F7
અમુક લેપટોપમાં F7નો ઉપયોગ અવાજ (Volume) વધારવા માટે થાય છે.
F7 નો ઉપયોગ MS Wordમાં Spell Checker વાપરવા માટે થાય છે. જો MS Word માં લખેલા લખાણમાં ગ્રામર ભૂલ હોય તો આ Spell checker તેના સ્પેલિંગ આરામથી ચેક કરે છે.
ફંક્શન કી 8 – F8
જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે જો તમારે એમાં Boot Menu અથવા Safe Mode ચાલુ કરવો હોય તો તેના માટે F8 કીનો ઉપયોગ થાય છે.
કમ્પ્યુટર ચાલુ થતાંની સાથે તમે F8 દબાવશો તો તેનું બૂટ મેનૂ અથવા Safe Mode ઓપ્શન ખૂલી જશે.
બધા પીસીમાં F8 નો અલગ-અલગ ઉપયોગ પણ હોય શકે છે.
ફંક્શન કી 9 – F9
એમ તો વિન્ડોઝમાં F9 નો સ્પેશલ ઉપયોગ નથી પણ અલગ-અલગ સોફ્ટવેર કે પ્રોગ્રામમાં F9 કીનો અલગ-અલગ ઉપયોગ હોય છે.
ફંક્શન કી 10 – F10
કમ્પ્યુટરમાં તમે Right ક્લિક કરીને એક મેનૂ ખોલતા હશો જેમાં તમને Refresh, Cut, Copy વગેરેનો ઓપ્શન મળે છે
જો તમારે તેમાં માઉસનો ઉપયોગ ન કરવો હોય તો તમે Shift+F10 નો ઉપયોગ કરી શકો છો.
Shift+10 થી તમે તમારા કમ્પ્યુટર રાઇટ ક્લિક વાળો ઓપ્શન ખોલી શકો છો.
ફંક્શન કી 11 – F11
જ્યારે તમે કોઈ પણ બ્રાઉઝરમાં હોય અને તેમાં તમારે Full Screen કરવી હોય તો તેમાં તમારે F11 કીનો ઉપયોગ કરવો પડે છે.
F11 કીની મદદથી તમે બ્રાઉઝર અને Vlc મીડિયા પ્લેયરમાં ફુલ સ્ક્રીન કરી શકો છો.
ફંક્શન કી 12 – F12
લેપટોપમાં Flight Mode ચાલુ કરવા માટે F12 કીનો ઉપયોગ થાય છે અને MS Word જેવા પ્રોગ્રામમાં ફાઇલને Save As કરવા માટે F12નો ઉપયોગ થાય છે.
આ હતા ફંક્શન કીના ઉપયોગ.
આશા છે કે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ ફંક્શન કી શું હોય છે? અને ફંક્શન કીના ઉપયોગ પણ તમને ખૂબ કામ લાગશે. તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો જેથી અમે તમારી મદદ જરૂર કરીશું.
ખુબ જ સરલ સમજ આપી છે.
7575023211 hasmukh mehta.
ગુજરાતી ભાષા માં કોઇ પુસ્તક તમે લખેલ હોય,તો અમદાવાદમાં કેવી રીતે મેળવી શકાય, તે જણાવશો .
તમારો પ્રતિસાદ જણાવવા માટે ખૂબ-ખૂબ આભાર
મે હજુ કોઈ પણ પુસ્તક નથી લખેલ એટલે તેને મેળવવાની રીત નહીં જણાવી શકું