ભારતમાં પણ ઉપલબ્ધ થશે ગૂગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યૂ, કયા શહેરોમાં ઉપલબ્ધ થયું?

ભારતમાં પણ ઉપલબ્ધ થશે ગૂગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યૂ

મિત્રો જો તમે Google Maps નો ઉપયોગ કરો છો તો તમે ગૂગલ મેપ્સમાં “સ્ટ્રીટ વ્યૂ (Street View)” નામનું ફીચર જરૂર જોયું હશે,

આ સ્ટ્રીટ વ્યૂ ફીચરની મદદથી તમે ગૂગલ મેપ્સમાં કોઈ પણ જગ્યાને 360 ડિગ્રી વ્યૂમાં જોઈ શકો છો, “સ્ટ્રીટ (Street)” એટલે “શેરી” અને 360 ડિગ્રી વ્યૂ એટલે કોઈ પણ જગ્યાનો ચારેય બાજુનો દેખાવ સાથે ઉપરની અને નીચેની બાજુનો દેખાવ એક સાથે તમને જોવા મળે છે.


મિત્રો, ગૂગલએ હવે ભારતમાં પણ સ્ટ્રીટ વ્યૂને ઉપલબ્ધ કરાવવાનું ચાલુ કરી દીધું, ભારતમાં ગૂગલએ અમુક પાર્ટનર કંપનીઓ સાથે મળીને સ્ટ્રીટ વ્યૂ ફૂટેજને રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું છે,

ગૂગલએ Genesys International અને Tech Mahindra ની મદદથી સ્ટ્રીટ વ્યૂ ફૂટેજ તૈયાર કરી છે,

ભારતમાં હાલ દસ શહેરોમાં સ્ટ્રીટ વ્યૂની ફૂટેજ ઉપલબ્ધ થઈ ગઈ છે જેમાં દિલ્લી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલોર, પુણે, નાશિક, અહમેદનગર, અમૃતસર અને વડોદરા શહેર છે.

ગૂગલની યોજના છે કે તેઓ આ 2022ના વર્ષમાં 50 થી વધારે શહેરોમાં સ્ટ્રીટ વ્યૂની ફૂટેજને ગૂગલ મેપ્સમાં ઉપલબ્ધ કરાવે.

જો મિત્રો તમારે જાણવું હોય કે તમે ગૂગલ મેપમાં સ્ટ્રીટ વ્યૂ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો? તો અમે તમારા માટે એક નીચે વિડિયો મૂકી દઇશું જેથી તમને જાણવા મળી જશે કે તમે કેવી રીતે આ ફીચર ઉપયોગ કરી શકશો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: