મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!

મિત્રો આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે આપણને યાદ રહે છે કારણ કે આપણી પાસે એક મેમરી (Memory) છે જેમાં આ બધી જ માહિતી અથવા ડેટા સ્ટોર થાય છે.

જેવી રીતે માણસ પાસે મેમરી હોય છે તેવી જ રીતે એક કમ્પ્યુટર પાસે પણ પોતાની મેમરી હોય છે.

કમ્પ્યુટરમાં મેમરી એક ખૂબ જ મહત્વનો ભાગ હોય છે કારણ કે તેમાં જ ઓપરેટિંગ સિસ્ટમ પણ સ્ટોર હોય છે અને મેમરીને કારણે આપણું OS કમ્પ્યુટરમાં ચાલુ થાય છે.

આજે આપણે કમ્પ્યુટર મેમરી વિશે જાણીશું કે આ મેમરી એટલે શું? તેના પ્રકાર વગેરે જેવી માહિતી જાણીશું.

મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!

કમ્પ્યુટર મેમરી એટલે શું? (What is Computer Memory?)

“મેમરી (Memory) એટલે કમ્પ્યુટરમાં આવેલું એક એવું ડિવાઇસ જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતીને સ્ટોર કરવા માટે થાય છે અને માહિતીની લેવડ-દેવડ માટે થાય છે.”

કમ્પ્યુટરમાં આપણે જે પણ ડેટા સ્ટોર કરીએ છીએ તે મેમરીને કારણે સ્ટોર કરી શકીએ છીએ.

જો આપણે કમ્પ્યુટરને ચાલુ કરીએ તો કમ્પ્યુટરમાં આવેલું ઓપરેટિંગ સિસ્ટમ મેમરીમાં લોડ થઈને ચાલુ થાય છે.

કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે જે પણ ઇન્ટરફેસ જોઈએ છે તે કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર હોય છે, જો કમ્પ્યુટરમાં મેમરી નહીં હોય તો કમ્પ્યુટર ચાલુ જ નહીં થાય.

તમારી પાસે એક સ્માર્ટફોન છે તો એ સ્માર્ટફોનમાં પણ એક મેમરી છે જેને કારણે તમારા સ્માર્ટફોનમાં જે પણ સોફ્ટવેર ચાલે છે તે મેમરીને કારણે ચાલે છે.

પ્રોસેસર જે પણ ડેટા પર પ્રોસેસ કરે છે તે ડેટા મેમરીમાથી જ પ્રોસેસર પાસે આવે છે અને તેનું આઉટપુટ પણ મેમરીમાં જ સ્ટોર થાય છે.

કમ્પ્યુટર મેમરીના પ્રકાર (Types of Computer Memory)

મુખ્ય રીતે કમ્પ્યુટરમાં 2 પ્રકારની મેમરી હોય છે.

  1. પ્રાથમિક મેમરી (Primary Memory)
  2. ગૌણ મેમરી (Secondary Memory)

પ્રાથમિક મેમરી (Primary Memory)

પ્રાથમિક મેમરી એટલે એવી કમ્પ્યુટરની મેમરી જે સીપીયુ સાથે ડાઇરેક્ટ કમ્યુનિકેટ કરી શકે છે.

પ્રાથમિક મેમરી ગૌણ મેમરી કરતાં આકારમાં ઘણી નાની હોય છે અને તેમાં ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પણ ઓછી હોય છે જેમ કે 2 GB, 4 GB, 8 GB કે 16 GB વગેરે.

પ્રાથમિક મેમરી ગૌણ મેમરી કરતાં ઘણી મોંઘી હોય છે કારણ કે આ ખૂબ જ ઝડપી મેમરી હોય છે, આ મેમરીમાં ડેટાને આદાન-પ્રદાન કરવાની ઝડપ ખૂબ વધારે હોય છે.

ગૌણ મેમરીમાં જોઈએ તો તે પ્રાથમિક મેમરી કરતાં ઘણી ધીમી હોય છે. પ્રાથમિક મેમરીનો ઉપયોગ કમ્પ્યુટરમાં મુખ્ય મેમરી તરીકે થાય છે.

આપણે કમ્પ્યુટરમાં જે પણ સોફ્ટવેર, ફાઇલ કે પ્રોગ્રામ ખોલીએ છીએ તો તે સૌપ્રથમ પ્રાથમિક મેમરીમાં લોડ થાય છે અને ત્યારબાદ સીપીયુમાં તે ફટાફટ પ્રોસેસ થાય છે.

જો આપણે કમ્પ્યુટરમાં એક સાથે વધારે કામ કરવા હોય તો તે પ્રાથમિક મેમરી પર આધાર રાખે છે કારણ કે જેટલા ટાસ્ક આપણે કમ્પ્યુટરમાં કરીશું તે બધા જ સૌપ્રથમ પ્રાથમિક મેમરીમાં લોડ થશે.

જો પ્રાથમિક મેમરીની ડેટા સ્ટોર કરવાની ક્ષમતા ઓછી હશે તો તમે વધારે ટાસ્ક એક સાથે પૂરા નહીં કરી શકે.

પ્રાથમિક મેમરીને “મેન મેમરી” અથવા “મુખ્ય મેમરી” તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રાથમિક મેમરીમાં કોઈ પણ ડેટા હમેશા માટે સ્ટોર નથી રહેતા, જ્યારે કમ્પ્યુટરનો પાવર બંધ થાય એટલે પ્રાથમિક મેમરીમાં રહેલા ડેટા પણ નીકળી જાય છે.

આ કારણે આ મેમરીને “વોલાટાઇલ (Volatile Memory)” પણ કહેવાય છે.

પ્રાથમિક મેમરીના ઉદાહરણ

પ્રાથમિક મેમરીના ઉદાહરણ

  • ROM (Read Only Memory)
    • PROM (Programmable Read-only Memory)
    • EPROM (Erasable Programmable Read-only Memory)
    • EEPROM (Electronically Programmable Read-only Memory)

ગૌણ મેમરી (Secondary Memory)

ગૌણ મેમરી એટલે કમ્પ્યુટરની એવી મેમરી જેમાં કમ્પ્યુટરના ડેટા અથવા માહિતી હંમેશા માટે સ્ટોર થાય છે.

ગૌણ મેમરીને નોન-વોલાટાઇલ (Non-Volatile) પણ કહેવાય છે કારણ કે જ્યારે કમ્પ્યુટરમાં વીજળી ન હોય ત્યારે પણ આ મેમરીમાં તમામ ડેટા સ્ટોર રહે છે.

જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો છો તો તેની પર્મેનેંટ કોપી ગૌણ મેમરીમાં સ્ટોર થાય છે અને જ્યારે તમે તે સોફ્ટવેર કે પ્રોગ્રામને ખોલો છો ત્યારે તેની ફાઇલ્સ ગૌણ મેમરીમાથી પ્રાથમિક મેમરીમાં લોડ થાય છે અને તે ડેટા પછી ડાઇરેક્ટ સીપીયુ પાસે પ્રોસેસિંગ માટે જાય છે.

ગૌણ મેમરીની ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પ્રાથમિક મેમરી કરતાં ઘણી વધારે હોય છે જેમ કે 500 GB, 1 TB કે આનાથી પણ વધારે હોય શકે છે જ્યારે પ્રાથમિક મેમરીની સ્ટોરેજ ક્ષમતા 8 GB કે 16 GB અથવા તેની આજુબાજુ હોય છે.

ગૌણ મેમરી પ્રાથમિક મેમરી કરતાં ઘણી ધીમી હોય છે, તેમાં ડેટાને આદાન-પ્રદાન કરવાની ઝડપ પ્રાથમિક મેમરી કરતાં ધીમી હોય છે.

ગૌણ મેમરીના ઉદાહરણ

ગૌણ મેમરીના ઉદાહરણ
  • CD/DVD
  • પેન ડ્રાઇવ (Pen Drive)
  • હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (Hard Disk Drive – HDD)
  • સોલિડ સ્ટેટ ડ્રાઇવ (Solid State Drive – SSD)
  • ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ (Floppy Disk Drive – FDD)
  • સોલિડ સ્ટેટ હાઇબ્રિડ ડ્રાઇવ (Solid State Hybrid Drive – SSHD)

મિત્રો આશા છે કે આજે તમને કમ્પ્યુટર મેમરી વિશે બરાબર રીતે જાણવા મળ્યું હશે, તમારા મનમાં જો કોઈ મૂંઝવણ હોય તો જરૂર નીચે કમેંટમાં જણાવજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-