મોબાઇલમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ શું છે? જાણો

આપણે બધા જાણીએ છીએ કે મોબાઈલ વગરનું જીવન આજના સમયમાં અધૂરું છે, પણ આ દુનિયામાં હજુ એવા લોકો છે જે મોબાઇલની દુનિયામાં નવા છે અને તેમણે મોબાઇલનો ઉપયોગ કરતાં બરાબર ફાવતું નથી, મોબાઇલમાં એવી ઘણી સેટિંગ આવે છે જે આપણે જાણવી જરૂરી છે. જો તમે આ સેટિંગ વિશે જાણશો તો મોબાઇલ વાપરતી વખતે તમને તકલીફ ઓછી પડશે.

મોબાઇલમાં તમે એવા ઘણા બધા આઇકન જોયા હશે અને તમારા મનમાં સવાલ પણ આવ્યો હશે કે આ આઇકનનો ઉપયોગ શું છે? તેના લીધે જ અમે તમને આ પોસ્ટમાં એવા મોબાઇલમાં બેઝિક આઇકન વિશે સમજણ આપીશું અને તેના ઉપયોગ જણાવીશું,

મોબાઇલમાં આ બેઝિક સેટિંગના આઇકન હોય છે જેના વિશે તમારે જાણવું ખૂબ જરૂરી છે.

મોબાઇલ ફોનમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ શું છે? જાણો

મોબાઇલમાં આવતી બેઝિક સેટિંગ અને તેના ઉપયોગ

મોબાઇલ ડેટા

મોબાઇલ ડેટા

આ આઈકનનું નામ  મોબાઈલ ડેટા (Mobile Data) છે. Mobile Dataનો ઉપયોગ તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ ડેટા કનેક્શન ચાલુ અને બંધ કરવા માટે થાય છે. જ્યારે તમે આ Mobile Dataના આઇકન પર ક્લિક કરશો ત્યારે આ આઇકન ભૂરા કલરનું થઈ જશે એટલે તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ થઈ જશે.

જ્યારે તમે ફરી વખત તેના પર ક્લિક કરશો તો તે પોતાના અસલી કલરમાં આવી જશે એટલે ઇન્ટરનેટ ડેટા બંધ થઈ જશે. આવી રીતે આ આઇકન કામ કરે છે.

Wi-Fi (વાઇ-ફાઈ)

Wi-Fi (વાઇ-ફાઈ)

આ આઇકનનું નામ Wi-Fi છે. આનો ઉપયોગ કોઈ ફ્રી વાઈ-ફાઈ સર્વિસ સાથે કનેક્ટ કરીને મફત ઇન્ટરનેટ વાપરવા માટે થાય છે. જો તમારે રાઉટરનું ઇન્ટરનેટ ડેટા વાપરવું હોય તો તમે Wi-Fiની મદદથી કરી શકો છો.

જો તમારા ઓફિસ કે રેલ્વે સ્ટેશન, બસ ડેપો, મોલ વગેરે જેવી જગ્યા પર ફ્રી વાઇ-ફાઈ સુવિધા ઉપલબ્ધ હોય તો તમે મોબાઇલમાં Wi-Fiનો ઓપ્શન ચાલુ કરીને તે વાઇ-ફાઈ સુવિધા સાથે કનેક્ટ કરી શકો છો.

જો તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા ન હોય અને તમારે પોતાના મિત્રનું ઇન્ટરનેટ ડેટા વાપરવું હોય તો તમે તે મિત્રના ફોનમાં Hotspot ચાલુ કરી અને તમે Wi-Fi દ્વારા તેનું Hotspot કનેક્ટ કરીને એનો ઇન્ટરનેટ ડેટા વાપરી શકો છો.

Wi-Fiની મદદથી તમે કોઈ એપનો ઉપયોગ કરી કોઈ બીજાના ફોનના હોટ્સપોટ સાથે કનેક્ટ કરીને કોઈ પણ ફાઇલ મંગાવી શકો છો જેમાં મ્યુજિક, વિડિયો, મૂવી વગેરે હોય છે અને આ ઇન્ટરનેટ ડેટા વગર પણ કામ કરશે.

Flashlight – ફ્લેશલાઇટ

Flashlight - ફ્લેશલાઇટ

આ આઇકનનું નામ Flashlight છે. ફ્લેશલાઇટની મદદથી તમે પોતાના ફોનમાં કેમેરાની બાજુ વાળી લાઇટ ચાલુ કરી શકો છો. જ્યારે તમે ઘરની બહાર રાત્રે અંધારામાં હોય તો તમે આ આઇકન પર ક્લિક કરીને ફ્લેશલાઇટ ચાલુ કરી શકો છો અને તમારે કોઈ એકસ્ટ્રા ટોર્ચ લાઇટની જરૂર નથી પડતી.

અત્યારે મોબાઇલની ફ્લેશલાઇટ ખૂબ રોશની આપે છે જેનાથી તમને આ સેટિંગ રાતના સમયમાં ખૂબ ઉપયોગી થશે.

Mute – મ્યુટ

Mute - મ્યુટ

આ આઇકનનું નામ Mute છે. મોબાઇલમાં જ્યારે તમે આ સેટિંગ ચાલુ કરશો તો તમારા ફોનમાં કોઈ પણ ફોન કે નોટિફિકેશન આવશે તો તેનો સાઉન્ડ બંધ થઈ જશે.

જ્યારે તમે ઓફિસમાં મીટિંગમાં હોય, ભણવા બેઠા હોય, રાત્રે સુવા જતાં હોય ત્યારે તમને આ સેટિંગ ખૂબ કામ લાગશે. આની મદદથી તમારા ફોનમાં આવતો અવાજ બંધ થઈ જશે અને તમારા કામ કરવાની ક્ષમતા વધારશે.

Screenshot – સ્ક્રીનશોટ

Screenshot - સ્ક્રીનશોટ

આ આઇકનનું નામ સ્ક્રીનશોટ છે. જ્યારે તમે ફોનનો ઉપયોગ કરતાં હોય અને તમારા ફોનમાં કોઈ રસપ્રદ વસ્તુ તમને દેખાઈ ત્યારે જો તમારે પોતાની સ્ક્રીનનું કેપ્ચર લઈને સેવ કરવું હોય તો તમે સ્ક્રીનશોટનો ઉપયોગ કરી શકો છો.

જેમ કે તમે યૂટ્યૂબની એપ વાપરતા હોય અને તેમાં કઈક નવું ફીચર આવ્યું હોય, અને એ ફીચર તમારા મિત્રની યૂટ્યૂબ એપમાં ન આવ્યું હોય તો તમે પોતાના મોબાઇલમાં યૂટ્યૂબમાં તે ફીચરનું સ્ક્રીનશોટ લઈને તે ફોટાને પોતાના મિત્રને બતાવી શકો છો.

આ સ્ક્રીનશોટનો ઉપયોગ તમારા ફોનની સ્ક્રીનને Capture કરવા માટે થાય છે.

Bluetooth – બ્લૂટુથ

Bluetooth - બ્લૂટુથ

આ આઇકનનું નામ Bluetooth છે. તમે 2 મોબાઇલને બ્લૂટુથની મદદથી કનેક્ટ કરીને કોઈ પણ ફાઇલ, મ્યુઝિક, વિડિયો, એપ વગેરે શેર કરી શકો છો પણ તેમાં ડેટા શેર કરવાની સ્પીડ વાઇફાઈ – હોટ્સપોટ કરતાં ખૂબ ધીમી હોય છે.

મોબાઇલમાં તમે Bluetooth Tethering ચાલુ કરીને ઇન્ટરનેટ ડેટા પણ શેર કરી શકો છો.

Auto Brightness – ઓટો બ્રાઇટનેસ

Auto Brightness - ઓટો બ્રાઇટનેસ

આ આઇકનનું નામ Auto Brightness છે. Brightness એ તમારા સ્ક્રીનના તેજને ઓછું અને વધારે કરવા માટે થાય છે, ઓટો બ્રાઇટનેસ પણ એવું જ કામ કરે છે.

ઓટો બ્રાઇટનેસ તમારા મોબાઇલમાં સેન્સરની મદદથી દિવસ અને રાતના પ્રમાણે તમારા ફોનની સ્ક્રીનના તેજને ઓછું અને વધારે કરે છે. આ ફીચરની મદદથી તમારે જાતે બ્રાઇટનેસને વધારે અને ઓછી કરવાની જરૂર નથી હોતી કારણ કે મોબાઇલ જાતે જ તમારી આસપાસ તડકો અને છાયા પ્રમાણે બ્રાઇટનેસ સેટ કરી દે છે.

Aeroplane Mode – એરોપ્લેન મોડ

Aeroplane Mode - એરોપ્લેન મોડ

આ આઇકનનું નામ છે Aeroplane Mode છે. તમે કયારેક વિમાનમાં મુસાફરી કરી હશે, આ સમયે તમને બધા ને એવું જણાવામાં આવે છે કે કૃપા કરી ને તમારો મોબાઈલ ‘બંધ અથવા તો સ્વીચ ઓફ’ કરી દો.

પણ અત્યારે આ સમયમાં તમે મોબાઈલ બંધ કરો તો તમારો સમય ન પસાર થાય એટલે મોબાઈલમાં આ Aeroplane mode નામ નું સેટિંગ આવે છે જેને ચાલુ કર્યા પછી તમે તમારા મોબાઈલને ચાલુ રાખી ને ઉપયોગ કરી શકો છો. આ એરોપ્લેન મોડ ચાલુ કર્યા પછી તમારા મોબાઈલના સિગ્નલ મળતા બંધ થઇ જાય છે. 

આ એરોપ્લેન મોડ કેવી રીતે કામ કરે છે અને તેના વિશે પૂરી માહિતી એક અલગ પોસ્ટમાં પબ્લીશ કરીશું જેથી તમે આના વિશે વધારે જાણી શકશો.

Lock – લોક

Lock - લોક

આ આઇકનનું નામ Lock છે.. તમારા મોબાઈલને બંધ અથવા તો લોક કરવા માટે આ સેટિંગનો ઉપયોગ થાય છે. 

આપણા મોબાઈલમાં સ્ક્રીનને લોક કરવા માટે 2 ઓપ્શન આપેલા છે. એક તો તમે આ ‘Lock’ સેટિંગ પર એક વાર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની સ્ક્રીન લોક થઈ જશે, અને બીજો રસ્તો એ છે કે તમારા મોબાઈલમાં સાઈડમાં આપેલા Power બટનનો ઉપયોગ કરી મોબાઇલ બંધ કરી શકો છો.

Location – લોકેશન

Location - લોકેશન

આ આઈકનનું નામ છે Location (લોકેશન). આ સેટિંગના ઘણા બધા ઉપયોગ છે. તમારે પોતાના મોબાઈલનું Current લોકેશન જોવું હોય તો તમે આ સેટિંગનો ઉપયોગ કરી શકો છો. 

તમારે વોટ્સએપની મદદથી બીજાને તમારું લોકેશન મોકલવું હોય તો તમારે આ સેટિંગને ચાલુ રાખવું પડે છે. 

જો તમારો મોબાઈલ ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો પછી આ સેટિંગ ચાલુ હોય તો તમે તમારો મોબાઈલ ગૂગલની સર્વિસનો ઉપયોગ કરીને શોધી શકો છો. 

જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગૂગલ મેપ્સની મદદથી જવા માંગતા હોય ત્યારે તમારે આ સેટિંગને ચાલુ રાખવું પડે છે. તમારે આ સેટિંગને ચાલુ કરવા માટે તેના પર એક વખત ક્લિક કરવું પડશે અને બંધ કરવા માટે તેના પર બીજી વખત ક્લિક કરવાનું રહેશે.

Lock Orientation – લોક ઓરિએંટેશન

Lock Orientation - લોક ઓરિએંટેશન

આ આઇકનનું નામ Lock Orientation છે. તમે મોબાઈલમાં ફોટો, વીડિયો અથવા તો સ્ક્રીન પર આવેલી કોઈ પણ વસ્તુને ઉભી સ્ક્રીન પર જોવો છો, હવે આ સેટિંગને તમે એક વાર ચાલુ કરીને મોબાઈલને આડો કરશો એટલે તમને વીડિયો અથવા ફોટો Full (ફુલ) સ્ક્રીનમાં જોવા મળશે. 

ઘણી વખત શું થાય કે આપણે વીડિયો જોતા હોય ત્યારે ઉભી સ્ક્રીનમાં જોવાની ના મજા આવે એટલે આ સેટિંગને ચાલુ કરી ને તમે આડી સ્ક્રીનમાં વિડિયો કે ફોટો જોઇ શકો છો. આ સેટિંગને બંધ કરવા માટે તમે તેના પર બીજી વાર ક્લિક કરી શકો છો.

Scanner – સ્કેનર

Scanner - સ્કેનર

આ આઇકનનું નામ છે સ્કેનર. આ સેટિંગ પર એક વાર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન પર સ્કેનનિંગ ચાલુ થઈ જશે અને પાછળના કેમેરાનો ઉપયોગ કરીને તમે તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તેને ફોટો અથવા pdf ફાઇલમાં સેવ કરીને ગેલેરીમાં સ્ટોર કરી શકો છો. સ્કેનિંગ બંધ કરવા માટે તમે તે આઇકન પર બીજી વાર ક્લિક કરીને બંધ કરી શકો છો.

Dark Mode – ડાર્ક મોડ

Dark Mode - ડાર્ક મોડ

આ આઇકનનું નામ છે Dark Mode. જો તમે પોતાના ફોનનો ઉપયોગ રાત્રે મોડા સુધી ઉપયોગ કરતાં હોય તો તમે ડાર્ક મોડને ચાલુ કરીને પોતાની મોબાઇલ સ્ક્રીનને બ્લેક કલરમાં ફેરવી શકશો જેનાથી તમારા ફોનમાં જેટલી જગ્યાએ સફેદ કલર હશે તો તેમાં કાળો કલર આવી જશે.

જેનાથી ફોનની બેટરીમાં બચત થશે અને તમારી આંખને પણ ઓછું નુકસાન થશે.

DND – Do Not Disturb (ડૂ નોટ ડિસ્ટર્બ)

DND - Do Not Disturb (ડૂ નોટ ડિસ્ટર્બ)

આ આઇકનનું નામ DND છે. DNDનું પૂરું નામ ડુ નોટ ડિસ્ટર્બ છે. આ સેટિંગને એક વખત ચાલુ કર્યા બાદ તમારા મોબાઈલમાં કોલ રિંગટોન અને રિંગ વાયબ્રશન બંધ થઈ જશે. જયારે તમે કોઈ ઇમરજન્સી કામમાં હોય, મીટીંગમાં હોય કે પછી દવાખાનાના કામમાં હોય તો આ સેટિંગનો ઉપયોગ કરવાથી તમે ડિસ્ટર્બ થયા વગર તમારું કામ પૂરું કરી શકો છો.

Battery Saver – બેટરી સેવર

Battery Saver - બેટરી સેવર

આ આઇકનનું નામ Battery Saver છે. જ્યારે તમે આ સેટિંગને ચાલુ કરશો ત્યારે તમારી બેટરીમાં વગર કામની બેકગ્રાઉન્ડ સર્વિસનો વપરાશ બંધ થઈ જશે અને તમારા ફોનની બેટરીની બચત થવા માંડશે. જ્યારે તમારી પાસે ચાર્જર ન હોય અથવા તમે બહાર ગયા હોય અને તમારા મોબાઇલમાં 20% ચાર્જિંગ હોય તો ત્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો જેથી તમારી બેટરી વધુ લાંબા સમય સુધી ચાલી શકે છે.

Vibrate -વાઇબ્રેટ

Vibrate -વાઇબ્રેટ

આ આઇકનનું નામ Vibrate છે. જ્યારે તમારો ફોન તમારી પોકેટમાં હોય અને જ્યારે તમે બસ કે બાઇકમાં જતાં હોય અને તમને ફોનની રિંગ ન સંભળાય તો તમે આ સેટિંગને ચાલુ કરી શકો છો.

જ્યારે તમારા ફોનમાં કોલ આવશે કે નોટિફિકેશન આવશે તો તમારા ફોનમાં ધ્રુજારી ઉત્પન્ન થશે અને તેને જ Vibrate કહેવાય છે. 

ફોનમાં એક વાઇબ્રેશન મોટર હોય છે જેનાથી તમારો ફોન ધ્રુજે છે. આના વિશે આપણે વિસ્તારમાં અલગ પોસ્ટમાં જાણીશું. જ્યારે ફોન ખિસ્સામાં હોય તો ફોનમાં કોલ કે નોટિફિકેશન આવશે એટલે તમારો ફોન ધ્રૂજશે જેનાથી તમને ખબર પડી જશે કે કોલ કે નોટિફિકેશન આવી છે.

Hostpot – હોટ્સપોટ

Hostpot - હોટ્સપોટ

આ આઇકનનું નામ Hotspot છે. જો તમારે એક ફોનમાંથી બીજા ફોનમાં ઇન્ટરનેટ શેર કરવું હોય અને એક ફોનમાંથી બીજા ફોનમાં કોઈ ડેટા શેર કરવા હોય તો તમારે Hotspotની મદદથી આ કામ કરવું પડે.

તમે તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ કરીને Hotspot ચાલુ કરશો અને બીજા ફોનમાં Wi-Fiના ચાલુ કરીને પહેલા ફોનના Hotspot સાથે Wi-Fi કનેક્ટ કરશો તો તમે બીજા ફોનમાં પહેલા ફોનનું ઇન્ટરનેટ ડેટા વાપરી શકો છો.

જો તમારે પોતાના ફોનની ફાઇલ જેમાં વિડિયો, એપ વગેરેને બીજા ફોનમાં શેર કરવી હોય તો તમે કોઈ એપની મદદથી Hotspot અને Wi-Fiનું જોડાણ કરીને ઉપયોગ કરી શકો છો.

આ મોબાઇલના પેનલમાં આવતા સામાન્ય સેટિંગના ઉપયોગ છે, આમાં “Reading Mode, Ultra Battery Saver, Cast, Mi Share, Floating Windows અને Screen Recording” ના ઉપયોગ નથી જણાવવામાં આવ્યા કારણ કે આ એકસ્ટ્રા અને નવા ફીચર પણ કહેવાય છે. આ સેટિંગના ઉપયોગ અમે તમને આવતા આર્ટીકલમાં જણાવવાનો પ્રયાસ કરીશું.

આ રીતે દરેક મોબાઇલમાં તમને બેઝિક સેટિંગ જોવા મળે છે, તમને આઇફોનના પેનલમાં પણ આવા સેટિંગ જોવા મળશે. આશા છે કે તમને આ પોસ્ટ ઘણી ઉપયોગી થઈ હશે, જો તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવો જેથી અમે તમારી માટે પોસ્ટ બનાવી શકીશું.

#Technology