યુટ્યુબ વિશે જાણવા જેવી રસપ્રદ વાતો

Youtube વિશે રસપ્રદ માહિતી
  • શું તમને ખબર છે કે યુટ્યુબ દુનિયાનું સૌથી મોટું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. યૂટ્યૂબની વેબસાઇટ વિડિયો જોવા માટે દુનિયાની સૌથી મોટી વેબસાઇટ છે.
  • શું તમને ખબર છે કે યુટ્યુબની શરૂઆત 14 ફેબ્રુઆરી 2005 વેલેન્ટાઇન દિવસના રોજ થઈ હતી. Youtube.com નામનું ડોમેન આ દિવસે રજીસ્ટર થયું હતું.
  • યુટ્યુબની શરૂઆત જૂના Paypal કંપનીના કર્મચારી ચેડ હર્લી (Chad Hurley), સ્ટીવ ચેન (Steve Chan) અને જાવેદ કરીમ (Jawed Karim) દ્વારા થઈ હતી.
  • યુટ્યુબ પર સૌથી પહેલો વિડિયો “Me at the zoo” નામનો અપલોડ થયો હતો અને યૂટ્યૂબના Co-Founder જાવેદ કરીમએ જ તે અપલોડ કર્યો હતો. 

  • જ્યારે યુટ્યુબ 2005માં લોન્ચ થયું ત્યારે 1 વર્ષ બાદ 9 ઓક્ટોમ્બર 2006માં ગૂગલે નક્કી કર્યું હતું કે તેઓ 1.65 બિલ્યન ડોલર્સમાં યુટ્યુબને ખરીદી લેશે અને આ સોદો 13 નવેમ્બર 2006માં ફાઇનલ થઈ ગયો હતો.
  • દર મહિને યૂટ્યૂબમાં 2 અબજથી પણ વધારે પ્રવેશ કરે છે.
  • દરરોજ યુટ્યુબ પર લોકો અબજો કલાકોના વિડિયો જોતાં હોય છે અને તેનાથી અબજોથી અબજો વિડિયો દ્રશ્યો (Views) આવે છે.
  • યુટ્યુબના 70% વપરાશકરતાં મોબાઇલમાંથી યુટ્યુબને વાપરે છે.
  • યુટ્યુબએ તેનું લોકલ વર્ઝન 100થી વધારે દેશો માટે ખોલ્યું છે.
  • યુટ્યુબને તમે 80 જેટલી ભાષાઓમાં વાપરી શકો છો.
  • યુટ્યુબએ તેના પ્લૅટફૉર્મ પર પ્રથમ જાહેરાત ઓગસ્ટ 2007માં શરૂ કરી હતી.
  • યુટ્યુબ પર દરેક મિનિટે 500 થી વધારે કલાકના વિડિયો અપલોડ થાય છે.
  • યુટ્યુબ પર સૌથી વધારે સબ્સક્રાઇબર ધરાવતી ચેનલનું નામ “T-Series” છે જે એક ભારતીય યુટ્યુબ ચેનલ છે.
  • યુટ્યુબ જાતે વિડિયો નથી બનાવતુ, યુટ્યુબ પર આપણાં જેવા સામાન્ય વ્યક્તિઓ જ વિડિયો મોટા ભાગે બનાવે છે.
  • શું તમને ખબર છે કે યુટ્યુબ પર જો તમારે વિડિયો અપલોડ કરવો હોય અને વિડિયોને લાઈક, કમેંટ કરવું હોય તો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે.

આશા છે કે તમને આ પોસ્ટ વાંચવામાં મજા આવી હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-