રેમ (Ram) એટલે શું? – રેમ વિશે પૂરી જાણકારી!

તમે કમ્પ્યુટર કે મોબાઇલ ઉપયોગ હોવ અને એમાં રેમ (RAM) શબ્દ ન સાંભળ્યુ હોય એવુ તો ભાગ્યે જ બને કારણ કે જ્યારે આપણે નવો મોબાઇલ લેવા જઈએ ત્યારે સૌથી પહેલા આપણે RAM પર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ.

અમુક વખત મિત્રો પણ એક બીજાને પૂછે કે “તારા ફોનમાં કેટલા જીબી રેમ છે?” પછી જેના ફોનમાં વધારે રેમ હોય તો તે ફોન ઝડપી કામ કરે એવું માનવામાં આવે છે.

રેમ કમ્પ્યુટરની મુખ્ય મેમરી (Memory) હોય છે. જો કમ્પ્યુટર કે મોબાઇલમાં રેમ ન હોય તો તે કમ્પ્યુટર કે મોબાઇલ કામ જ ન કરી શકે.

પણ શું તમને ખબર છે કે રેમ એટલે શું? રેમ કેવી રીતે કામ કરે છે? રેમની વિશેષતાઓ શું છે? આ પોસ્ટમાં આપણે રેમ વિશે બધી જ મહત્વની જાણકારી જાણીશું.

રેમ (Ram) એટલે શું? - રેમ વિશે પૂરી જાણકારી

રેમ એટલે શું? – What is RAM?

RAMનું ફુલ ફોર્મ “Random Access Memory” છે. 

રેમ એક પ્રકારનું હાર્ડવેર છે જે કમ્પ્યુટરના મધરબોર્ડમાં લગાવેલું હોય છે. રેમ કમ્પ્યુટરની મુખ્ય મેમરી કહેવાય છે જેમાં તેનું કામ ડેટાનું આદાન-પ્રદાન કરવાનું છે. જો કમ્પ્યુટરમાં રેમ ન હોય તો કમ્પ્યુટરને ચલાવવું અશક્ય બની જાય છે. 

કમ્પ્યુટરમાં પ્રાથમિક મેમરી (Primary Memory) અને સેકન્ડરી મેમરી (Secondary Memory) એમ 2 પ્રકારની મેમરી હોય છે જેમાં પ્રાથમિક મેમરીમાં RAM, ROM અને Cache Memory આવે છે, સેકન્ડરી મેમરીમાં સ્ટોરેજ ડિવાઇસ આવે છે જેમ કે HDD, SSD, પેનડ્રાઇવ, ફ્લોપી ડિસ્ક અને મેમરી કાર્ડ વગેરે…

RAM Memory

 RAM સેકન્ડરી મેમરી કરતાં ખૂબ ઝડપી કામ કરે છે. રેમ એક પટ્ટી જેવી ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે જેને મધરબોર્ડ સાથે અટેચ કરવામાં આવે છે. રેમ મધરબોર્ડ સાથે સપોર્ટ થાય એવી હોવી જોઈએ કારણ કે જો રેમ મધરબોર્ડમાં સપોર્ટ ન કરે તો તે કાર્ય ન કરી શકે.

રેમ એક વોલાટાઇલ (Volatile) મેમરી છે, વોલટાઇલનો અર્થ કે જ્યાં સુધી RAMને વિજળી મળશે ત્યાં સુધી તે કામ કરશે અને જો RAMને વીજળી મળતી બંધ થઈ જાય તો તેમાં રહેલા ડેટા ડિલીટ થઈ જાય છે.

રેમ એક એવી મેમરી છે જેમાં કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં જ સુધી ડેટા સ્ટોર રહે છે અને જો વિજળી જતી રહે તો કમ્પ્યુટર બંધ થતાની સાથે રેમમાં સ્ટોર રહેલા ડેટા ઊડી જાય છે.

રેમનું કાર્ય શું છે અને RAM કેવી રીતે કામ કરે છે? – Function of RAM and How does RAM works?

RAM Memory on Mother Board

રેમનું કાર્ય કમ્પ્યુટરમાં ડેટાને આદાન-પ્રદાન કરવાનું હોય છે. RAM સીપીયુ માટે એક કામ ચલાઉ સ્ટોરેજ છે. કમ્પ્યુટરમાં જેટલા પણ સોફ્ટવેર કે પ્રોગ્રામ ચાલે છે તે રેમને કારણે ફાસ્ટ ચાલી શકે છે.

જેમ કે તમે પોતાના કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ચાલુ કર્યું, તે સોફ્ટવેર સેકન્ડરી મેમરીમાં ઇન્સ્ટોલ થયેલું હતું અને જ્યારે તમે એને ચાલુ કર્યું તો તે સોફ્ટવેરના જરૂરી ડેટા સેકન્ડરી મેમરીમાંથી કમ્પ્યુટરની પ્રાથમિક મેમરી રેમમાં આવી જશે અને હવે CPU તે સોફ્ટવેરની પ્રોસેસિંગ કરશે એટલે તે સોફ્ટવેરને તમે ઉપયોગ કરી શકશો.

જ્યારે CPU તે સોફ્ટવેરને ચલાવશે તો તેના ડેટા સીપીયુ, RAM પાસે માંગશે અને હવે CPU રેમમાંથી ફટાફટ ડેટા લે છે અને તેના પર પ્રોસેસ ચાલુ કરે છે એટલે આવી રીતે સીપીયુને ડેટા લેવા માટે એક કામ ચલાઉ સ્ટોરેજની જરૂર પડે અને એ સ્ટોરેજ RAM આપે છે. 

રેમનું શું મહત્વ છે? – Importance of RAM

કમ્પ્યુટરમાં રેમનું ખૂબ વિશેષ મહત્વ છે કારણ કે રેમ સીપીયુને ડેટા પ્રોસેસ કરવા માટે કામચલાઉ સ્ટોરેજ આપે છે, સીપીયુ જાતે ડેટા સ્ટોર ન કરી શકે કારણ કે તેનું કામ ડેટા લાવવાનું અને પ્રોસેસ કરીને મોકલી આપવાનું છે.

સીપીયુને એક એવી જગ્યા જોઈએ જેમાથી તે ડેટા સ્ટોર કરીને ફટાફટ મંગાવી શકે અને તેવી જગ્યા (પ્લેટફોર્મ) સીપીયુને રેમ પ્રદાન કરે છે. 

 RAM Memory Collection

તમે વિચાર્યું હશે રેમ કરતાં તો હાર્ડ ડ્રાઇવની સ્ટોરેજ વધારે હોય છે તો સીપીયુ હાર્ડ ડ્રાઇવમાંથી જ ડાઇરેક્ટ ડેટા કેમ ન મંગાવી શકે? આ ખૂબ સરસ સવાલ છે. 

રેમ મેમરી, હાર્ડ ડ્રાઇવ કરતાં ખૂબ ઝડપી મેમરી છે અને જો સીપીયુ હાર્ડ ડ્રાઇવમાંથી ડાઇરેક્ટ ડેટા મંગાવે તો ડેટાનું આદાન-પ્રદાન ખૂબ ધીમી ગતિથી થાય એટલે રેમ ખૂબ ઝડપી CPUને ડેટા આપે છે અને લે છે તેને કારણે હાર્ડ ડ્રાઇવની જગ્યાએ રેમ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

એટલે રેમ, CPU અને Hard Drive ની વચ્ચે એક વચેટિયાનું કામ કરે છે, હાર્ડ ડ્રાઇવમાથી ડેટા રેમમાં સ્ટોર થાય અને તે સીપીયુમાં પ્રોસેસ થવા માટે જાય છે.

એટલે જો રેમ ન હોય તો કમ્પ્યુટર કામ ન કરી શકે. અને હાર્ડ ડ્રાઇવ રેમ જેટલું ઝડપી ન થઈ શકે એટલે રેમનું ખૂબ વધારે મહત્વ છે.

રેમની વિશેષતાઓ શું છે?

તમે રેમનું મહત્વ તો જાણ્યું તો હવે રેમની વિશેષતાઓ વિશે જાણીએ લઈએ, રેમમાં એવી કઈ-કઈ વિશેષતાઓ છે એના વિશે જાણવું જરૂરી છે.

 • રેમ કમ્પ્યુટરની મુખ્ય અને પ્રાઇમરી મેમરી હોય છે.
 • રેમ ખૂબ ઝડપી મેમરી છે.
 • રેમ વોલાટાઇલ (Volatile) મેમરી છે.
 • રેમને “Working Memory” પણ કહેવાય છે.
 • રેમનો ઉપયોગ સીપીયુ કરે છે.
 • રેમ સેકન્ડરી મેમરી કરતાં વધારે મોંઘી આવે છે.
 • રેમની સ્ટોરેજ સેકન્ડરી મેમરી કરતાં ઓછી આવે છે.
 • રેમ કામ ચલાઉ તરીકે વપરાય છે.
 • રેમ વીજળી મળે ત્યાં સુધી ચાલે છે.
 • કોઈ પણ સોફ્ટવેર રેમ વગર ન ચાલી શકે.
 • રેમ એક ઈંટીગ્રેટેડ સર્કિટ છે.

રેમના પ્રકાર – Type of RAM

Type of RAMs

રેમ વિશે આપણે ઘણી બધી માહિતી લીધી અને હવે આપણે તેના પ્રકાર વિશે જાણીશું. રેમ 2 પ્રકારની હોય છે જેમાં 1. SRAM હોય છે અને 2. DRAM હોય છે.

SRAM અને DRAM નામ સાંભળીને ડરવું નહીં કારણ કે આનો અર્થ આપણે ખૂબ સરળ રીતે સમજવાના છે.

SRAM

SRAMનું પૂરું નામ “Static Random Access Memory” છે. આ એક પ્રકારની રેમ જ છે પણ આ એક સ્ટેટિક (RAM) છે એટલે કે તેમાં ડેટા સ્થિર રહે છે. આ મેમરીમાં ડેટા સ્ટોર કરવા માટે ટ્રાંઝિસ્ટરનો ઉપયોગ થાય છે અને આ DRAM કરતાં આ મેમરી ખૂબ ફાસ્ટ હોય છે.

આમાં ઘડીએ-ઘડીએ રિફ્રેશ કરવાની જરૂર નથી હોતી, SRAM વધારે ઝડપી હોવાથી તેને કેશ મેમરી તરીકે પણ વપરાય છે. આ મેમરી DRAM કરતાં વધારે મોંઘી હોય છે.

DRAM

DRAMનું પૂરું નામ “Dynamic Random Access Memory” છે.  આમાં ડેટાને સ્ટોર કરવા માટે કેપીસીટરનો ઉપયોગ થાય છે. DRAM ને મુખ્ય મેમરી તરીકે વાપરવામાં આવે છે.

DRAMનો જ ઉપયોગ પ્રાથમિક મેમરી તરીકે વાપરવામાં આવે છે અને આ મેમરી ઘડીએ-ઘડીએ રિફ્રેશ થાય છે અને આમાં એક ડેટાની જગ્યાએ બીજો ડેટા આવતો જતો રહે છે. DRAM, SRAMની સરખામણીમા થોડી સસ્તી હોય છે.

કેટલા જીબી રેમ જરૂરી છે?

આપણે રેમ વિશે બધી જ મહત્વની જાણકારી જાણી છે અને હવે સવાલ એ છે કે આપણાં કમ્પ્યુટર કે મોબાઇલમાં કેટલા જીબી રેમ જરૂરી છે? તો ચાલો જાણીએ.

કમ્પ્યુટર માટે કેટલા જીબી રેમ જરૂરી છે?

પોતાના કમ્પ્યુટરમાં કેટલા જીબી રેમની જરૂરત છે એ પોતાના ઉપર નિર્ભર કરે છે કે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ શેના માટે કરીએ છે.

જો આપણે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ અને અન્ય સામાન્ય કામો કરવા માટે કરતાં હોય તો 4 GB થી 8 GB રેમ યોગ્ય રહેશે. જો તમારું બજેટ ઓછું છે તો તમે 4 GB રેમ પણ વાપરી શકો છો.

તમે કમ્પ્યુટર ગેમિંગ કરવા અથવા ગેમ રમવા માટે કરતાં હોવ તો તમારે 8 GBથી વધારે રેમ જોઈએ કારણ કે જો તેનાથી ઓછી રેમ હશે તો ગેમ લેગ થશે અને તમને ગેમ રમવામાં મજા નહીં આવે એટલે ગેમિંગ માટે 8 GB રેમ અત્યારે મિનિમમ છે.

મોબાઇલ માટે કેટલા જીબી રેમ જરૂરી છે?

મોબાઇલ તમે કયા કામ માટે ઉપયોગ કરો છો તેના ઉપર તમારી રેમની જરૂરિયાત નક્કી થાય છે, 

જેમ કે જો તમે મોબાઇલનો ઉપયોગ યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે અથવા ભણવા માટે કરતાં હોવ તો તમારી માટે 2 થી 3 GB રેમ બરાબર રહેશે.

પણ જો તમે ગેમિંગ કરવા માટે મોબાઇલ વાપરો છો તો અત્યારે 3 GB થી વધારે રેમ હોય તો તમે એમાં વધારે સારી રીતે ગેમનો આનંદ માણી શકો છો.

RAM નું ફુલ ફોર્મ શું છે?

RAM નું ફુલ ફોર્મ “રેંડમ એક્સેસ મેમરી (Random Access Memory)” છે.

ROM નું ફુલ ફોર્મ શું છે?

ROM નું ફુલ ફોર્મ “રિડ ઓન્લી મેમરી (Read Only Memory)” છે.

શું શીખ મળી?

આ પોસ્ટમાં આપણે રેમ એટલે શું? રેમ કેવી રીતે કામ કરે છે અને તેનું મહત્વ શું છે એના વિશે આપણે જાણ્યું અને રેમની વિશેષતાઓ અને તેના પ્રકાર પણ જાણ્યા.

આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે અને તમારો કોઈ સવાલ જણાવજો અને તમારા મિત્રોને પણ આ રેમ વિશે માહિતી શેર કરો જેથી એ પણ આ નોલેજ મેળવી શકે.

અમારી અન્ય પોસ્ટ: