વેબ ડેવલોપમેન્ટ વિશે જાણવા જેવી જાણકારી

 વેબ ડેવલોપમેન્ટ (Web Development) એક પ્રોસેસ અથવા કામ છે જેના દ્વારા ઇન્ટરનેટ પર વેબસાઇટને બનાવવામાં આવે છે, તેનું Front End અને Back End બધુ જ મેનેજ કરવામાં આવે છે.

આજે આપણે વેબ ડેવલોપમેન્ટ (Web Development Facts) વિશે ઘણી જાણવા જેવી જાણકારી જાણીશું જેમાં તમને પણ જાણવામાં મજા આવશે.

વેબ ડેવલોપમેન્ટ વિશે જાણવા જેવી જાણકારી

વેબ ડેવલોપમેન્ટ વિશે રસપ્રદ માહિતી – Web Development Facts in Gujarati

  • મિત્રો શું તમને ખબર છે કે આજથી 10 વર્ષ પહેલા સૌથી વધારે વેબસાઇટ ડેસ્કટોપ કમ્પ્યુટર દ્વારા જોવાતી હતી પણ હવે અત્યારે સૌથી વધારે વેબસાઇટ મોબાઇલ દ્વારા જોવામાં આવે છે.
  • લોકો ગૂગલ પર જાણકારી સર્ચ કરે છે અને ઘણી વેબસાઇટ પર પણ માહિતી જાણવા માટે ક્લિક કરે છે, તેમાં સૌથી વધારે લોકો ફકરા કરતાં લિસ્ટ પ્રમાણે વાંચવું વધારે પસંદ કરે છે.
  • જો કોઈ કંપનીની વેબસાઇટ પર બ્લોગ પોસ્ટ પબ્લિશ થતાં હોય તો તે કંપનીને ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકો વધારે મળી શકે છે કારણ કે ઇન્ટરનેટ પર 10 માં થી 7 જેટલા ગ્રાહકોને કંપનીની જાણ બ્લોગ દ્વારા મળે છે.
  • શું તમને ખબર છે કે જે વેબસાઇટ તમને તમારા સ્માર્ટફોનમાં જે રીતે દેખાય છે છે તે જ રીતે તે વેબસાઇટ બધા જ ડિવાઇસમાં એક સરખી નહીં દેખાય કારણ કે અલગ – અલગ બ્રાઉઝર અલગ – અલગ ડિવાઇસમાં વેબસાઇટને અલગ – અલગ રીતે લોડ કરે છે. (આ ફરક નાનો પણ હોય શકે અને મોટો પણ હોય શકે)


વિજ્ઞાપન

  • અત્યારે ઘણા વેબ ડેવલોપર (Web Developer) વેબસાઇટમાં પોતાની રીતે કોડ કરવા કરતાં ડાઇરેક્ટ ટેમ્પ્લેટ (Template) સેટ કરીને વેબસાઇટ બનાવવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેમાં સમય બચે છે પણ તે ટેમ્પ્લેટની ક્ષમતા ઓછી પણ હોય શકે છે અને તેના લીધે આપણે પોતાની ઈચ્છા પ્રમાણે જે જ્યાં સેટ કરવું હોય તે પ્રમાણે નથી કરી શકતા. (એટલે ટેમ્પ્લેટ પણ વેબસાઇટની ક્ષમતા ઘટાડી શકે છે.)
  • શું તમને ખબર છે કે એક વેબસાઇટનો સમય ગાળો લગભગ 2 – 3 વર્ષનો હોય છે અને ત્યારબાદ તેમાં સુધારા અથવા અપડેટ્સની જરૂર હોય છે, કારણ કે આટલા સમયગાળામાં દરરોજ કઈકને કઈ બદલાતું રહે છે, નવી ટેક્નોલોજી આવે છે.
  • ઘણા લોકો વેબ ડેવલોપમેન્ટને માત્ર વેબસાઇટની ડિઝાઇન તરીકે જોવે છે એટલે ઘણા મિત્રોને એવું લાગે છે કે વેબ ડેવલોપમેન્ટમાં માત્ર વેબસાઇટની ડિઝાઇન થાય છે પણ ડિઝાઇન એક વેબ ડેવલોપમેન્ટનો ભાગ છે, પણ વેબ ડેવલોપમેન્ટની મુસાફરી એના કરતાં વધારે છે, એમાં SEO, કન્ટેન્ટ, સ્ટોરેજ, સ્પીડ, ડિઝાઇન, ફીચર્સ એવું ઘણું બધુ આવી જાય છે.
  • શું તમને ખબર છે ઇન્ટરનેટ યુઝર એવી આશા રાખે છે કે કોઈ વેબસાઇટ 2 થી ઓછા સેકન્ડમાં લોડ થવી જોઈએ.

મિત્રો આ હતી વેબ ડેવલોપમેન્ટ વિશે ઘણી જાણવા જેવી માહિતી, જો તમને કઈક નવું શીખવા મળ્યું હોય તો તમારા મિત્રોને પણ આ માહિતી મોકલો.

અન્ય પોસ્ટ પણ વાંચો: