મિત્રો ઘણી વખત વોટ્સએપ પર આપણને ઘણા લોકો હેરાન કરતાં હોય છે તેને લીધે તમે તે વોટ્સએપ યુઝરને બ્લોક કરી શકો છો. આજની પોસ્ટમાં આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈ પણ વોટ્સએપ યુઝરને બ્લોક કરી શકો છો.
વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવાની રીત
આ પોસ્ટ એક Android ડિવાઇસને ધ્યાનમાં રાખીને બનાવી છે.
1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં WhatsApp એપ ખોલો.
2. હવે જે વ્યક્તિને તમારે બ્લોક કરવો છે તેનું એકાઉન્ટ ખોલો.
3. હવે ઉપર 3 ટપકા પર ક્લિક કરો.
4. હવે More પર ક્લિક કરો.
5. હવે Block પર ક્લિક કરો અને હવે ફરી BLOCK પર ક્લિક કરો જેથી કન્ફર્મ થઈ જાય.
6. આવી રીતે વોટ્સએપ પર તે એકાઉન્ટ બ્લોક થઈ જશે.
મિત્રો આવી રીતે તમે વોટ્સએપ પર કોઈ પણ એકાઉન્ટને ખૂબ સરળતાથી બ્લોક કરી શકો છો. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આ જાણકારી કામ લાગે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-