મિત્રો ઘણી વખત વોટ્સએપમાં તમને કોઈ વ્યક્તિ મેસેજ કરે અને તમે વોટ્સએપમાં એક્ટિવ હોવા છત્તા તમે તેનો મેસેજ જોઈ નથી શકતા તો સામેવાળો વ્યક્તિ વિચાર કરે છે કે તમે હમણાં જ એક્ટિવ થયા હતા તો પણ તમે એમનો મેસેજ નથી જોયો.
આવા ઘણા કારણને લીધે તમારે પોતાનું લાસ્ટ સીન (Last seen) છુપાવવું પડે છે, તમે વોટ્સએપમાં છેલ્લે ક્યારે એક્ટિવ હતા એ છુપાવવું પડે છે.
પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે આ જાણીશું કે કેવી રીતે તમે વોટ્સએપમાં પોતાની લાસ્ટ સીન છુપાવી શકો છો જેના દ્વારા તમે વોટ્સએપમાં છેલ્લે ક્યારે એક્ટિવ હતા તેનો સમય કોઈ નહીં જોઈ શકે.
વોટ્સએપમાં લાસ્ટ સીન છુપાવવાની રીત
- સૌપ્રથમ WhatsApp ખોલો.
- હવે 3 ટપકા પર ક્લિક કરો.
- હવે Settings પર ક્લિક કરો.
- હવે Account પર ક્લિક કરો.
- હવે Privacy પર ક્લિક કરો.
- હવે Last seen પર ક્લિક કરો.
- હવે Nobody સિલેક્ટ કરો.
આમાં તમને ટોટલ ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં જો તમે Everyone સિલેક્ટ કરશો તો તમે વોટ્સએપમાં છેલ્લે ક્યારે એક્ટિવ હતા તે બધા જ લોકો જોઈ શકશે,
જો તમે My contacts સિલેક્ટ કરશો તો તમારા સંપર્કમાં જેટલા લોકો હશે તેમને જ તમારું લાસ્ટ સીન દેખાશે.
જો તમે Nobody સિલેક્ટ કરશો તો તમે છેલ્લે ક્યારે એક્ટિવ હતા તો તે કોઈ પણ વોટ્સએપ યુઝરને દેખાય નહીં.
આવી રીતે તમે વોટ્સએપનો છેલ્લે ક્યારે ઉપયોગ કર્યો હતો તેનો સમય તમે છુપાવી શકો છો, બીજા લોકોને પણ આ માહિતી જરૂર શેર કરજો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- વોટ્સએપમાં મલ્ટી-ડિવાઇસ સપોર્ટ શું છે?
- વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કેવી રીતે કરવું?
- વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?
- વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તેવી રીતે ફોટો કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે લગાવવી?
- વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે..!!