વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે? – જાણો વોટ્સએપમાં Broadcast ફીચર વિશે..!!

મિત્રો વોટ્સએપમાં તમે બ્રોડકાસ્ટ (Broadcast) નામનું ફીચર જરૂર જોયું હશે અને આજની પોસ્ટમાં આજે આપણે આ ફીચર વિશે જ વાત કરીશું કે વોટ્સએપમાં Broadcast List શું હોય છે? આ ફીચર દ્વારા તમે ઘણા બધા લોકોને એક સાથે મેસેજ મોકલી શકો છો. હવે ઘણા બધા લોકોને એક સાથે મેસેજ કેવી રીતે મોકલાય તે જાણવા માટે આ પોસ્ટને જરૂર પૂરી વાંચો.

વોટ્સએપમાં બ્રોડકાસ્ટ ફીચર વિશે જાણકારી

બ્રોડકાસ્ટ લિસ્ટ શું હોય છે?

વોટ્સએપમાં Broadcast (બ્રોડકાસ્ટ) નામનું એક ફીચર છે જેના દ્વારા તમે ઘણી બધી Broadcast List બનાવી શકો છો. બ્રોડકાસ્ટ લિસ્ટમાં તમે તમારા મિત્રોના વોટ્સએપ નંબર ઉમેરી શકો છો.

અત્યારે તમે એક બ્રોડકાસ્ટ લિસ્ટમાં 256 વોટ્સએપ નંબર ઉમેરી શકો છો અને તમે એવી અસંખ્ય બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો જેમાં દરેક બ્રોડકાસ્ટ લિસ્ટમાં 256 વોટ્સએપ નંબર હશે.

હવે તમે જ્યારે આ બ્રોડકાસ્ટ લિસ્ટમાં મેસેજ મોકલશો તો તમારી બ્રોડકાસ્ટ લિસ્ટમાં જેટલા વોટ્સએપ નંબર હશે તેમને તમારો મેસેજ એક સાથે પહોચશે. આ જે મેસેજ તમે બ્રોડકાસ્ટ લિસ્ટમાં મોકલશો તે તેમને પર્સનલ ચેટમાં જ જશે જેથી તેમને તમે બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મેસેજ મોકલ્યો એ ખબર નહીં પડે અને તમે બીજા કેટલા લોકોને બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મેસેજ મોકલ્યો એ પણ કોઈને નહીં ખબર પડે.

બ્રોડકાસ્ટ ફીચરમાં એક બાબત નોંધ કરવા જેવી છે કે જેનો નંબર તમે બ્રોડકાસ્ટ લિસ્ટમાં ઉમેરયો છે તેમના મોબાઇલમાં તમારો નંબર સેવ કરેલો હોવો જોઈએ નહિતર તમારો બ્રોડકાસ્ટ મેસેજ તે વ્યક્તિ સુધી નહીં પહોચે.

તો આવી રીતે મિત્રો વોટ્સએપમાં આ Broadcast ફીચર હોય છે.

વોટ્સએપમાં Broadcast List કેવી રીતે બનાવવું?

વોટ્સએપમાં 3 ટપકા પર ક્લિક કરો

 • સૌપ્રથમ વોટ્સએપમાં ઉપર જમણી બાજુ ፧ 3 ટપકા પર ક્લિક કરો.


New broadcast in Whatsapp

 • હવે New broadcast પર ક્લિક કરો.


વોટ્સએપ પર વ્યક્તિઓ સિલેક્ટ કરો

 • હવે તમારે જેટલા લોકોને એક સાથે મેસેજ મોકલવા છે તેમને અહી સિલેક્ટ કરો અને ✅ નિશાની પર ક્લિક કરો.


વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ તૈયાર થઈ જશે

 • હવે વોટ્સએપમાં તમારી બ્રોડકાસ્ટ લિસ્ટ તૈયાર થઈ જશે.


બ્રોડકાસ્ટ લિસ્ટમાં મેસેજ કેવી રીતે મોકલવો?

બ્રોડકાસ્ટ લિસ્ટમાં મેસેજ મોકલવો

તમારી બનાવેલી બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલો અને તેમાં મેસેજ લખીને Send કરો જેથી તમારો મેસેજ જેટલા લોકો તમારી બ્રોડકાસ્ટ લિસ્ટમાં ઉમેરેલા છે તેમના સુધી પહોચી જશે.


બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ કેવી રીતે બદલવું?

વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલો
 • બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલો અને તેમાં recipients પર ક્લિક કરો.


પેન્સિલ આઇકન પર ક્લિક કરો

 • પેન્સિલ આઇકન પર ક્લિક કરો.


બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ બદલવું

 • હવે અહી નવું નામ લખો અને OK દબાવો.


બ્રોડકાસ્ટ લિસ્ટમાં વધારે Contacts કેવી રીતે ઉમેરવા?

બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલો અને તેમાં recipients પર ક્લિક કરો.

બ્રોડકાસ્ટ લિસ્ટમાં વધારે લોકોને ઉમેરવા

અહી Edit recipients પર ક્લિક કરીને તમે વધારે વ્યક્તિઓને સિલેક્ટ કરીને બ્રોડકાસ્ટ લિસ્ટમાં ઉમેરી શકો છો.


બ્રોડકાસ્ટ લિસ્ટમાં Contacts કેવી રીતે કાઢવા?

વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટમાથી લોકોને બહાર કાઢવા

બ્રોડકાસ્ટ લિસ્ટ ખોલીને recipients પર ક્લિક કરીને તમારે જે સભ્યને બ્રોડકાસ્ટ લિસ્ટમાથી બહાર કાઢવા છે તો તેના પર ક્લિક કરો અને Remove પર ક્લિક કરો.


વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવાના ફાયદા

 • જો તમને વોટ્સએપમાં તમારા મિત્રોને દરરોજ સવારે Good Morning મેસેજ મોકલવાની ટેવ છે તો તમે બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા બધાને એક સાથે સવારે Good Morning મેસેજ મોકલી શકશો.
 • જો તમારે લગનની કંકોત્રીઓ તમારા બધા જ સગા-સંબંધીઓને એક સાથે મોકલવી છે તો પણ તમને આ બ્રોડકાસ્ટ ફીચર કામ લાગશે.
 • જો તમે કોઈ ગામના કે એરિયાના મુખ્ય વ્યક્તિ છો અને તમારે પોતાના ગામના કે એરિયાના લોકોને એક સાથે કોઈ નોટિસ કે સંદેશો પહોચાડવો હોય તો પણ તમને આ બ્રોડકાસ્ટ લિસ્ટ કામ લાગશે.
 • બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા તમે જે મેસેજ મોકલો છો એમાં સામે વાળા યુઝરને ખબર નથી પડતી કે તમે એને બ્રોડકાસ્ટ મેસેજ મોકલ્યો છે.
 • બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા તમારે કોઈ પ્રોડક્ટનું માર્કેટિંગ કે પ્રમોશન કરવું હોય તો પણ તમે કરી શકો છો.
 • બ્રોડકાસ્ટ ફીચર દ્વારા તમે એક જ સમયમાં ઘણા બધા લોકોને એક સાથે મેસેજ મોકલી શકો છો.

તો મિત્રો આશા છે કે તમને આજની બ્રોડકાસ્ટ ફીચર વાળી પોસ્ટ પસંદ આવી હશે. તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ એક સાથે વધારે વ્યક્તિઓને વોટ્સએપ પર મેસેજ મોકલી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-