તમે પોતાના સ્માર્ટફોનના સિમ કાર્ડમાં ઘણા અલગ-અલગ પ્રકારના રીચાર્જ પ્લાન કરાવતા હશો જેમાં તમે જોયું હશે કે તમને 1 મહિનાનો રીચાર્જ પ્લાન 28 દિવસ માટે જ મળતો હોય છે.
જો તમે 2 મહિનાનું રીચાર્જ કરાવો તો તમને તેની વેલિડિટી 56 દિવસ જ મળે છે એટલે 28+28=56 દિવસ થાય છે.
જો તમે 3 મહિનાનું રીચાર્જ પ્લાન પણ કરાવો તો તમને 84 દીવસની જ વેલિડિટી મળે છે એટલે 28+28+28=84 દિવસ થાય છે.
ટૂંકમાં જણાવું તો તમને 1 મહિનાના રીચાર્જ પ્લાનની વેલિડિટી 28 જ મળે છે.
શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમને રીચાર્જ પ્લાનની વેલિડિટી 30 દિવસની બદલે 28 દિવસ જ કેમ મળે છે?
તો ચાલો આજે આપણે આ પોસ્ટમાં આ વિશે જાણીશું.

રીચાર્જ પ્લાનની વેલિડિટી 30 દિવસની બદલે 28 દિવસ જ કેમ હોય છે?
તમે વિચારતા હશો કે તમે 1 વર્ષમાં 12 જ વખત રીચાર્જ કરો છો એટલે 12 મહિનામાં 12 રીચાર્જ પણ તમારી આ ધારણા ખોટી છે.
તમે 1 વર્ષમાં 12 મહિના રીચાર્જ નથી કરાવતા. તમે 1 વર્ષમાં 13 મહિના રીચાર્જ કરાવો છો.
હવે તમે મૂંઝવણમાં પડી ગયા હશો કે 12 મહિનામાં 13 વખત કેવી રીતે રીચાર્જ થાય છે? તો ચાલો હું તમને સમજાવું છુ.
તમને 1 મહિનાના રીચાર્જમાં 28 દિવસ વેલિડિટી મળે છે. એટલે આપણે આમાં 28 દિવસને જ 1 મહિનો ગણવાનો છે.
આપણે હવે 28 દિવસને 12 મહિના સાથે ગુણાકાર કરીએ તો 28*12=336 દિવસ જવાબ મળે છે.
હવે તમને 336 દિવસ જવાબ મળ્યો. તમે 1 વર્ષમાં 12 વખત રીચાર્જ કરાવો એટલે ટોટલ 336 દિવસ તમે રીચાર્જ કરાવો છો એવું ગણાય છે.
હવે 1 વર્ષમાં આપણને 365 દિવસ મળે છે.
હવે આપણે 365 દિવસમાંથી 336 દિવસ બાદ કરવા પડશે અને જે જવાબ મળશે તેટલા દિવસ તમે વધારાનું રીચાર્જ કરાવો છો.
365-336=29 દિવસ
હવે વધારાના 29 દિવસ મળે છે એટલે આ 1 મહિનો વધારાનો થયો છે.
હવે ટોટલ 13 મહિના થાય છે. આવી રીતે તમે 1 વર્ષમાં 12 મહિનાની જગ્યાએ 13 મહિના રીચાર્જ કરાવો છે.
28 દિવસ પછી જે 2-3 દિવસ વધે તેનો સરવાળો કરતાં 1 નવો મહિનો બની જાય છે.
આવી રીતે ટેલિકોમ કંપનીઓને ફાયદો થાય છે અને તેને કારણે જ રીચાર્જ પ્લાનની વેલીડીટી 30 દિવસની બદલે 28 દિવસ જ તમને મળે છે.
મને આશા છે કે ઉપર તમને જેટલી પણ ગણતરી કરીને બતાવી છે તેમાં તમને જરૂર સમજણ પડી હશે અને આ જાણકારી ઉપયોગી થઈ હશે.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાજો જેથી તમને અમારી દર નવી પોસ્ટ વોટ્સએપમાં જ મળી જશે.
અમારી અન્ય પોસ્ટ: