સુપર કમ્પ્યુટર એક એવું કમ્પ્યુટર હોય છે જે સામાન્ય કમ્પ્યુટર કરતાં ખૂબ વધારે શક્તિશાળી હોય છે જેમાં પ્રોસેસિંગ પાવર ખૂબ જ વધારે હોય છે. એવા ઘણા કામો હોય છે જે સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા પૂર્ણ થઈ શકે છે પણ એવા ઘણા કામો હોય છે જેમાં ખૂબ વધારે ડેટાને પ્રોસેસ કરવામાં આવે છે અને એવા ભારે કામો અને ભારે ગણતરીઓને ખૂબ ઝડપીથી પૂર્ણ કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
આ સુપર કમ્પ્યુટર ખૂબ જ ભારે સમીકરણો અને લોજિકલ કામોને ઝડપી રીતે પૂર્ણ કરી શકે છે. જે જૂના કમ્પ્યુટર હોય છે તો તેની પ્રોસેસર સ્પીડને “IPS (Instruction Per Second)“માં માપવામાં આવે છે.
આ સુપર કમ્પ્યુટરની સ્પીડને “FLOPS (Floating Point Operation Per Second)” માં માપવામાં આવે છે જે દર્શાવે છે કે આ સુપર કમ્પ્યુટર કેટલી કામગીરીને એક સેકન્ડમાં પૂર્ણ કરી શકે છે. જે સુપર કમ્પ્યુટરની FLOPS વધારે હોય તે વધુ શક્તિશાળી સુપર કમ્પ્યુટર હોય છે.

સુપર કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે?
સુપર કમ્પ્યુટરનો આકાર ખૂબ મોટો અને તેની મેમરી ઘણી વધારે હોય છે. આ કમ્પ્યુટરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (Central Processing Unit) ખુબ જ ઝડપી હોય છે.
સુપર કમ્પ્યુટરની કામ કરવાની રીત એકદમ અલગ હોય છે. સુપર કમ્પ્યુટર “સિરિયલ પ્રોસેસિંગ (Serial Processing)” પર કામ નથી કરતું પણ તે “પેરેલેલ પ્રોસેસિંગ (Parallel Processing)” પર કામ કરે છે.
આ પ્રોસેસિંગ કેવું છે ચાલો જાણીએ
સામાન્ય કમ્પ્યુટરની અંદર જ્યારે કામ ચાલુ થાય ત્યારે તે એક જ સમયે કોઈ એક જ કામ કરી શકશે. જેમાં તે એક અલગ સિરિયલ પર કામ કરશે જેને આપણે Serial Processing કહીએ છીએ.
સુપર કમ્પ્યુટર ઘણા બધા કામને અલગ રીતે અલગ-અલગ ભાગમાં ગોઠવી નાખે છે એ પણ એક જ સેકન્ડમાં અને જે અલગ ભાગમાં કામ ગોઠવ્યું છે તેના પર કામ કરવાનું ચાલુ કરી દે છે. જેને આપણે Parallel Processing કહીએ છીએ.
સુપર કમ્પ્યુટરને તમે એક જ સમયમાં એક સાથે બે પ્રોસેસ અથવા કામ આપો તો એક જ સમયમાં તે બને કામ કરી નાખશે. મતલબ એક સુપર કમ્પ્યુટર કોઈ પણ કામને અલગ-અલગ ટુકડામાં વહેચીને એક સાથે તેમાં કામ કરે છે અને સામાન્ય કમ્પ્યુટર કરતાં ઝડપી કાર્ય કરે છે.
સુપર કમ્પ્યુટર સૌથી વધારે Operational Rate માં Perform કરે છે.
સુપર કમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે?
આપણે બધા કમ્પ્યુટરની અંદર Windows OSનો ઉપયોગ કરી રહ્યા છીએ પણ મોટા ભાગના સુપર કમ્પ્યુટરમાં Linux Operating Systemનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ઓપન સોર્સ (Open Source) છે.
બધા સુપર કમ્પ્યુટર અલગ-અલગ કામો માટે ઉપયોગમાં લેવાય છે જેના માટે તેમાં Linux OS ને સરળતાથી તે સુપર કમ્પ્યુટરના કાર્ય માટે Customize કરી શકાય છે. જે જરૂરિયાત હોય એ પ્રમાણે એક સુપર કમ્પ્યુટરમાં Linux OSને તૈયાર કરવામાં આવે છે.
સુપર કમ્પ્યુટરમાં વિશેષતા કઈ કઈ છે?
- સુપર કમ્પ્યુટરમાં ખુબ જ વધારે ઝડપથી કામ કરી શકાય છે.
- સુપર કમ્પ્યુટરમાં તમે 3D, ગ્રાફિક્સને લગતા કામ વધારે ઝડપથી કરી શકાય છે.
- સુપર કમ્પ્યુટર વધારે ચોકસાઈથી કામ કરી શકે છે.
- સુપર કમ્પ્યુટર હવામાનની આગાહી માટે વપરાય છે.
- સુપર કમ્પ્યુટર સીધા જ સેટેલાઇટ સાથે કનેક્ટ કરી શકાય છે. જેની મદદથી આપણને અંતરિક્ષમાં થતી હિલચાલ વિશે જાણકારી મળે છે.
- સુપર કમ્પ્યુટરમાં જલ્દી નિર્ણય લેવાની ક્ષમતા હોય છે.
- સુપર કમ્પ્યુટરમાં એક સાથે ઘણા કામો કરવાની ક્ષમતા હોય છે.
- સુપર કમ્પ્યુટરમાં કોઈ પણ એક સરખું કામ ઝડપથી વારંવાર કરી શકાય છે.
- સુપર કમ્પ્યુટરમાં વધારે સ્ટોરેજ ક્ષમતા હોય છે. જેની મદદથી ઘણા બધા ડેટાને સ્ટોર કરી શકાય છે.
- વૈજ્ઞાનિક રિસર્ચ માટે પણ આ કમ્પ્યુટર ઉપયોગી થાય છે.
- જિનેટિક એન્જિનિયરિંગમાં પણ આ સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે.
- સાઇબર અટેક અથવા દેશની સુરક્ષા માટે પણ સુપર કમ્પ્યુટર ઉપયોગી છે.
- મોટા-મોટા મિલીટ્રી ઓપરેશનમાં પણ આ કમ્પ્યુટર ઉપયોગી છે.
દુનિયામાં સુપર કમ્પ્યુટર કયા કયા છે?
- Fugaku
- Summit
- Sierra
- Sunway Taihulight
- Tianhe 2
- HPC 5
- Selene
- Frontera
- Marconi 100
- Piz Daint
ભારતના સુપર કમ્પ્યુટર
- PARAM Siddhi-AI
- Pratyush (Cray XC40)
- Mihir (Cray XC40)
તો મિત્રો આ છે સુપર કમ્પ્યુટર વિશે જાણકારી. અમે અહી જે સુપર કમ્પ્યુટરના નામ મૂક્યા તે લિસ્ટ લિમિટેડ છે પણ અમે વધારે નામો જરૂર મૂકીશું. તમારો ખૂબ આભાર.
આ માહિતી જો ઉપયોગી હોય તો જરૂર તમારા મિત્રોને શેર કરજો જેમને આવી ટેક્નોલોજી વિશે જાણવામાં ખૂબ રસ હોય.
અમારી અન્ય પોસ્ટ: