સ્નેપચેટ વિશે જાણવા જેવી જાણકારી

મિત્રો આજે આપણે એક એવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વિશે વાત કરીશું જે અત્યારના સમય ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. જેમાં ખૂબ જ સરસ કેમેરા ફિલ્ટર જોવા મળે છે, પોતાના મિત્રો સાથે જોડાવવાની એક અલગ જ રીત આ પ્લૅટફૉર્મ પર જોવા મળે છે.

આજે આપણે સ્નેપચેટ (Snapchat) વિશે વાત કરીશું. સ્નેપચેટ વિશે રસપ્રદ જાણકારી આજે આપણે જાણીશું જે તમને કદાચ ખબર નહીં હોય.

સ્નેપચેટ વિશે રસપ્રદ જાણકારી

સ્નેપચેટ વિશે રસપ્રદ જાણકારી

  • સ્નેપચેટનું શરૂઆતનું નામ Picaboo (પિકાબૂ) હતું પણ 2012માં તેનું નામ Snapchat (સ્નેપચેટ) રાખવામાં આવ્યું.
  • સ્નેપચેટમાં સૌથી લોકપ્રિય ફીચર ફિલ્ટર છે જેના દ્વારા અલગ-અલગ પ્રકારના ફોટા પાડી શકાય છે.
  • ફેસબુકએ સ્નેપચેટને ખરીદવા ઘણી મોટી-મોટી ઓફર આપી હતી પણ સ્નેપચેટના સ્થાપકોએ દર વખતે તેને નકાર્યું હતું.
  • શું તમને ખબર છે સ્નેપચેટ પર તમે જે પણ ફોટા કે વિડિયો અપલોડ કરો છો તે થોડા ક જ સમય માટે રહે છે ટૂંકમાં સામેવાળો હંમેશા તમારા તે ફોટા નથી જોઈ શકતો, તે તેના સમય પ્રમાણે અદ્રશ્ય થઈ જાય છે.
  • સ્નેપચેટ પર દરરોજ લગભગ 4 બિલ્યન જેટલા સ્નેપ મોકલવામાં આવે છે.
  • શું તમને ખબર છે કે સ્નેપચેટમાં જો એક વિડિયો પ્લે થાય તો તેનું સિસ્ટમ તેના એક વ્યૂની ગણતરી કરવાનુ જેટલું શક્ય હોય એટલું જલ્દી ગણવાનો પ્રયન્ત કરે છે અને તેની જગ્યાએ બીજા પ્લૅટફૉર્મ પર એક વ્યૂની ગણતરી માટે 3 સેકન્ડ અથવા તેની આસપાસ સમય લાગે છે.
  • 2013માં સ્નેપચેટમાં સ્ટોરી ફીચર લાવવામાં આવ્યું હતું, આ એક એવું ફીચર છે જેમાં કઈ પણ કન્ટેન્ટ અપલોડ કરીએ તો તે 24 કલાકના સમય ગાળા સુધી તે પબ્લિક રહે છે.
  • 2015માં સ્નેપચેટએ ફિલ્ટરનું ફીચર રજૂ કર્યું હતું અને આ ફીચરએ સ્નેપચેટની લોકપ્રિયતા વધારવામાં ઘણો ફાળો આપ્યો છે.
  • 2016માં સ્નેપચેટએ Bitstrips કંપનીને ખરીદી હતી જે Bitmojis (બિટમોજી) બનાવે છે.
  • સ્નેપચેટએ 2017માં લોકેશન શેરિંગ માટે Snap Map ફીચર લોન્ચ કર્યું હતું જે ખૂબ જ રસપ્રદ ફીચર છે.

તો મિત્રો આશા છે કે તમને સ્નેપચેટ પ્લૅટફૉર્મ વિશે આ રસપ્રદ માહિતી પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જેથી તેમને કઈક નવું જાણવા મળે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

આ પોસ્ટ પણ વાંચો:-