યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અનુસાર ફેબ્રુઆરી 2023માં 10.97 મિલિયનથી વધારે મોબાઈલ નંબરો આધાર કાર્ડ સાથે લિંક થયા હતા. જે 1 કરોડથી વધારે થાય છે.
જાન્યુઆરીમાં જ્યાં માત્ર 56.7 લાખ રજીસ્ટ્રેશન થયા હતા એની સરખામણીમાં ફેબ્રુઆરીમાં 93%નો વધારો થયો છે.
અત્યાર સુધીમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 90 કરોડ આધાર ધારકોએ તેમના મોબાઇલ નંબરને તેમના યુનિક આઈડી સાથે લિંક કર્યું છે.1