ઘણી વખત આપણે એક કમ્પ્યુટરમાથી બીજા કમ્પ્યુટરમાં ડેટા કે કોઈ ફાઇલને શેર કરવી હોય એટલે એક ફાઇલને બીજા કમ્પ્યુટરમાં મોકલવી હોય તો તેના માટે તમે અલગ-અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો અને પછી વાયરલેસથી ડેટા ટ્રાન્સફર કરો છો પણ આજે આપણે ડેટા શેર કરવા માટે Ethernet કેબલનો ઉપયોગ કરવાના છીએ.
Ethernet એક એવો કેબલ છે જેના દ્વારા તમે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો જેથી ડેટાનું આદાનપ્રદાન ઝડપી થઈ શકે છે.
Ethernet કેબલ દ્વારા તમે વાઈફાઈ કે USB કરતાં પણ ઝડપી ડેટાનું આદાનપ્રદાન કરી શકો છો, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલની મદદથી ડેટા શેર કરવાની રીત જાણીએ.
2 કમ્પ્યુટર વચ્ચે ડેટા શેર કરવાની સરળ રીત
તમારે 2 કમ્પ્યુટર વચ્ચે ડેટાને શેર કરવા માટે એક Ethernet (ઈથરનેટ) કેબલની જરૂર પડે છે જે તમે કોઈ ઈલેક્ટ્રોનિક દુકાન પરથી ખરીદી શકો છો અથવા ઓનલાઇન પણ ખરીદી શકો છો.
Ethernet કેબલ લેશો તો તમારે 2 કમ્પ્યુટર વચ્ચે ડેટાને મોકલવા માટે ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નહીં પડે, બસ Ethernet કેબલ દ્વારા જ તમે 2 કમ્પ્યુટર કે લેપટોપ વચ્ચે ફાઇલ શેર કરી શકો છો.
જો તમારી પાસે 1 કમ્પ્યુટર અને બીજું લેપટોપ છે તો પણ તમે આ રીતથી ડેટા શેર કરી શકો છો તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.
રીત:-
- સૌપ્રથમ Ethernet કેબલ લો.

- હવે બંને કમ્પ્યુટરમાં Control Panel ખોલો.
- હવે જમણી બાજુ ઉપર Search બટનમાં “Network” સર્ચ કરો અને Network and Sharing Center પર ક્લિક કરો.

- હવે ડાબી બાજુ Change advanced sharing settings પર ક્લિક કરો.
- હવે All Networksમાં ઉપર ફોટામાં તમને જે પ્રમાણે સેટિંગ બતાવેલું છે તેવું જ તમારા બંને કમ્પ્યુટરમાં સેટિંગ કરો. (ફોટામાં જે ઓપ્શન પર ટીક કરેલું છે તેવું જ તમે તમારા બંને કમ્પ્યુટરમાં કરી દો અને Save Changes પર ક્લિક કરીને સેવ કરો અને જો કદાચ Permission માટે Yes કે No બટન દબાવવાનું આવે તો Yes દબાવવું જેથી આ સેટિંગ સેવ કરવાની પરવાનગી મળે.)
- હવે તમે બંને કમ્પ્યુટરમાં Ethernet કેબલ જોડી દીધો હશે તો તમને અહી નેટવર્ક બતાવવામાં આવશે, મે અહી અત્યારે મારૂ વાઈફાઈ કનેક્શન જોડયું છે એટલે અહી મોબાઇલ નામ બતાવે છે. તમે Ethernet કેબલ જોડયું હશે તો Network 1, 2 કે 3 તમને બતાવવામાં આવશે.
- હવે તમારે Connections: ની જમણી બાજુ જે વાદળી કલરનું ટેક્સ્ટ દેખાય છે તો તેના પર ક્લિક કરવું.

- હવે Use the following IP address: પર ટીક કરો અને મે તમને જણાવ્યુ હતું કે બંને કમ્પ્યુટરમાં સરખા જ સેટિંગ કરવાના છીએ તો અહી ખાલી તમારે થોડો ક જ જુદો સેટિંગ કરવાનો છે જે તમે નીચે જોઈ શકો છો.
- નીચે જે બતાવેલું છે એ બંને કમ્પ્યુટરમાં તમે અલગ-અલગ ભરી દો.
- પહેલા કમ્પ્યુટર માટે
- IP Address: 192 . 168 . 1 . 2
- Subnet mask: 255 . 255 . 255 . 0
- Default gateway: 192 . 168 . 1 . 1
- Preferred DNS Server: 8 . 8 . 8 . 8
- બીજા કમ્પ્યુટર માટે
- IP Address: 192 . 168 . 1 . 1
- Subnet mask: 255 . 255 . 255 . 0
- Default gateway: 192 . 168 . 1 . 2
- Preferred DNS Server: 8 . 8 . 8 . 8
- હવે તમે બંને કમ્પ્યુટરમાં ખાલી ઉપર બતાવ્યા મુજબ અલગ-અલગ કરવાનું છે બાકી બધુ જ સરખું જ છે. હવે તમારે બધુ OK દબાવવાનું છે અને Close કરી દેવાનું છે.
- ડાબી બાજુ Network પર ક્લિક કરો અને તમારા કમ્પ્યુટરનું અને જે તમે Ethernetની મદદથી જોડેલું એ કમ્પ્યુટરનું નામ આવશે. તમને બીજા કમ્પ્યુટરનું નામ ન દેખાય તો રિફ્રેશ જરૂર કરવું.

- હવે તમારે જે કમ્પ્યુટરમાથી કોઈ પણ ફાઇલ બીજા કમ્પ્યુટરમાં મોકલવાની છે એ કમ્પ્યુટરમાં જાવો અને જે ફાઇલ તમારે શેર કરવી છે તેના પર ક્લિક કરીને રાઇટ ક્લિક કરો, પછી Give access to પર જઈને Specific people પર ક્લિક કરો.
- હવે જે કમ્પ્યુટરમાં તમારે ફાઇલ લેવાની છે એમાં જાવો, ફાઇલ લેવા માટે This PCમાં જઈને ડાબી બાજુ પર Network પર જવાનું અને તે કમ્પ્યુટરના નામ પર ક્લિક કરો અને ત્યાં તમને તે શેર કરેલી ફાઇલ જોવા મળશે તો તેને કોપી કરીને તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ ડ્રાઇવમાં પેસ્ટ કરો એટલે પહેલા કમ્પ્યુટરની ફાઇલ બીજા કમ્પ્યુટરમાં આવવા માંડશે.
- આવી રીતે તમે બંને કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા કે ફાઇલ શેર કરી શકો છો.
મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમે આ પોસ્ટને સેવ કરી શકો છો જેથી તમને ભવિષ્યમાં કોઈ પણ સમયે કામ લાગી શકે છે. જો તમને આ પોસ્ટ વાંચ્યા બાદ સમજણ ન પડી હોય તો જે સ્ટેપ બતાવ્યા છે તેની કલ્પના પણ કરો એટલે તમને સમજણ પાડવા માંડશે.
- અમારી અન્ય પોસ્ટ:-
➤ ભૂલી ગયેલા કમ્પ્યુટર પાસવર્ડને રીસેટ કેવી રીતે કરવું?
➤ મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?
➤ મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?