ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી?

ચાલો જાણીએ ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી કેવી રીતે બનાવી તેના વિશે સરળ ભાષામાં જાણકારી મેળવીએ. | What is Email in Gujarati?

ઇન્ટરનેટના યુગમાં સૌથી વધારે લોકપ્રિય ઈમેલ (Email) છે કારણ કે ઈમેલ એક એવી સુવિધા છે જેના દ્વારા એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાનો સંદેશો મોકલી શકે છે. આજની મોટા ભાગની બધી કંપની પાસે પોતાની કંપનીની ઈમેલ આઈડી (Email id) જરૂર હોય છે કારણ કે ઈમેલની મદદથી એક કંપની બીજી કંપની સાથે એક સહેલી રીતે સંપર્ક કરી શકે છે.

ઈમેલ દ્વારા કંપનીઓ પોતાના ગ્રાહકો સાથે પણ સંપર્ક કરી શકે છે. તો ચાલો આજે આપણે ઈમેલ વિશે જાણીશું કે આ ઈમેલ શું છે? ઈમેલનો ઇતિહાસ અને ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી તેવી વગેરે જાણકારી જાણીશું.

ઈમેલ એટલે શું? ઈમેલ આઈડી બનાવવાની સરળ રીત

ઈમેલ એટલે શું? - What is Email in Gujarati?

ઈમેલ એક સુવિધા છે જેના દ્વારા લોકો ઇન્ટરનેટ પર ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને સંદેશાઓની આપ-લે કરે છે. ઈમેલ દ્વારા લોકો એક-બીજાને ખૂબ સરળતાથી અને ઝડપી રીતે સંદેશો મોકલી શકે છે અને તેની સાથે ફોટા, વિડિયો કે અન્ય અલગ-અલગ પ્રકારની Attachment પણ મોકલી શકે છે.

જ્યારે ઇન્ટરનેટ આ દુનિયામાં ન હતું ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાનો સંદેશો પહોચાડવા માટે ટપાલનો ઉપયોગ કરતો હતો અને ટપાલ દ્વારા પત્રની આપ-લે થતી હતી. એ પત્રમાં પોતાનું નામ, વિષય, એડ્રેસ જેવી વગેરે માહિતી લખવામાં આવતી હતી પણ જ્યારથી ઈમેલની સુવિધા આવી છે ત્યારથી જ પત્ર લખવાનું બંધ થઈ ગયું છે અને હવે લોકો ઈમેલની મદદથી પોતાનો સંદેશો મોકલે છે.

ઈમેલને ટપાલનું ડિજિટલ સ્વરૂપ પણ કહેવાય છે. ઈમેલની સુવિધાને ઇન્ટરનેટ પર સ્થિત અલગ-અલગ કંપનીઓ પ્રદાન કરે છે જેમાં ગૂગલ અને યાહૂ જેવી વગેરે કંપનીઓ હોય છે.

એક બીજાને ઈમેલ મોકલવા માટે પોતાની પાસે એક ઈમેલ એડ્રેસ કે ઈમેલ આઈડી હોવી જરૂરી છે. જો તમને કોઈ પણ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ કે ઈમેલ આઈડી ખબર હોય તો તમે તે વ્યક્તિને તે ઈમેલ એડ્રેસ દ્વારા પોતાનો સંદેશો મોકલી શકો છો.

ઈમેલ એડ્રેસ શું છે?

ઇન્ટરનેટ પર ઈમેલનો ઉપયોગ કરવા માટે આપણી પાસે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસને ઈમેલ આઈડી પણ કહેવાય છે.

એક ઈમેલ એડ્રેસ બનાવ્યા બાદ આપણે કોઈ પણ વ્યક્તિને ઈમેલ મોકલી શકીએ છે અને બીજાના ઈમેલ પ્રાપ્ત પણ કરી શકીએ છે.

ઈમેલ એડ્રેસનું સામાન્ય માળખું "xyz@domain" હોય છે.

  1. xyz યુઝરનેમ છે
  2. @ એક ચિન્હ છે જે યુઝરનેમ અને ડેસ્ટિનેશન સર્વરને જોડવાનું કામ કરે છે.
  3. Domain તમે જેની સર્વિસ વાપરતા હોય તેનું નામ અહી આવે છે જે ડેસ્ટિનેશન હોય છે, ઉદાહરણ તરીકે gmail.com

જો તમે Gmail પર ઈમેલ આઈડી બનાવતા હોય તો domain ની જગ્યાએ gmail.com આવે છે.

ઉદાહરણ તરીકે...

યુઝરનેમમાં techzword આવે તો techzword@gmail.com આવું ઈમેલ એડ્રેસ બને.

આપણે gmail.com હટાવવું હોય અને એની જગ્યાએ બ્રાન્ડિંગ માટે techzword@techzword.com આવું કસ્ટમ એડ્રેસ રાખવું હોય તો એના માટે આપણે પૈસા ચૂકવવા પડે છે અને આવા ઈમેલ એડ્રેસ બિઝનેસ માટે વપરાય છે.

ઈમેલ નો ઇતિહાસ શું છે?

દુનિયાનો સૌપ્રથમ ઈમેલ Ray Tomlinson દ્વારા 1971માં મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ Ray Tomlinson એ પોતાને જ મોકલ્યો હતો જેમાં "QWERTYUIOP" ટેક્સ્ટ લખ્યું હતું અને તે એક ટેસ્ટ ઈમેલ હતો.

ઈમેલ એડ્રેસ બનાવવા માટે શું કરવું જોઈએ?

ઈમેલ એક સુવિધા છે પણ આ સુવિધાને વાપરવા માટે આપણને સુવિધા આપતી કંપનીની જરૂર છે જેને આપણે ઈમેલ સર્વિસ પ્રોવાઇડર કહી શકીએ છે. તમને કોઈ ઈમેલ સર્વિસ પ્રોવાઇડરની જરૂર છે જે તમને ઈમેલની સુવિધા વાપરવાની તક આપે.

જે પણ કંપની તમને ઈમેલની સર્વિસ આપે તો તમે તે સર્વિસની મદદથી પોતાનું ઈમેલ આઈડી બનાવી શકો, બીજા વ્યક્તિને ઈમેલ લખી શકો એવા ઘણા લાભો મેળવી શકો.

ઇન્ટરનેટ પર તમને ઘણા ઈમેલ સર્વિસ પ્રોવાઇડર મળે છે જેમકે જીમેલ (Gmail), યાહૂ મેલ (Yahoo! Mail), રેડિફમેલ (Rediffmail) અને આઉટલૂક (Outlook) જેવી વગેરે.

તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ ઈમેલ સર્વિસ પ્રોવાઇડરને ઉપયોગ કરી શકો અને ત્યાં તમે પોતાનું ઈમેલ આઈડી અથવા ઈમેલ એડ્રેસ બનાવી શકો છો.

આજે આપણે ગૂગલની ઈમેલ સર્વિસ પ્રોવાઇડર Gmail માં ઈમેલ આઈડી બનાવવાની રીત જાણીશુ.

ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી?

ચાલો આપણે હવે શિખીએ કે તમે ઈમેલ આઈડી કેવી રીતે બનાવી શકો.

ઈમેલ આઈડી બનાવવા માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને તમે મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં ઈમેલ આઈડી જીમેલની મદદથી બનાવી શકો છો.

  1. તમારે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉજરના URLમાં gmail.com લખી એન્ટર દબાવી દેવાનું છે
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  2. હવે તમને જમણી બાજુ ખૂણામાં ઉપર Create New Account નું ભૂરું બટન દેખાશે ત્યાં ક્લિક કરો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  3. હવે તમારે First Name તમારું નામ લખવાનું અને Last Name માં તમારે પોતાની અટક લખવાની છે. Username માં તમારે એક એવું નામ લખવાનું છે જે કોઈ પણ વ્યક્તિએ ન લીધું હોય જેમકે તમારું નામ Mohit Patel છે તો તમે mohit123pt@gmail.com એવું રાખી શકો છો. જો તમે બીજા જેવુ રાખ્યું હશે તો તમને નીચે બતાવી દેશે. પછી તમારે એક એવો પાસવર્ડ રાખવાનો છે જે કોઈને ખબર ના હોય અને આ પાસવર્ડ તમારે કોઈને પણ કહેવાનો નથી.પછી Next દબાવો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  4. તમારે હવે તમારો ચાલુ ફોન નંબર લખવાનો છે. પછી Next બટન દબાવો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  5. પછી એ નંબર પર OTP (One Time Password) આવશે. એ OTP તમારે અહી લખવાનો છે. પછી Verify દબાવો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

  6. હવે તમારે અહી પોતાનો ફોન નંબર પછી એક રિકવરી ઈમેલ નાખવાનો છે પણ આ તમે નઇ નાખો તો પણ ચાલસે. પછી તમારી બર્થ ડે દિવસ લખો અને તમે Male(પુરુષ) અને Female(સ્ત્રી) કોણ છો એ લખો અને next દબાવો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  7. હવે તમે Yes, I am in કે Skip દબાવી શકો છે.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  8. હવે તમે નીચેની તરફ જાવો
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  9. હવે તમે I agree બટન દબાવો.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?
  10. હવે તમારી એક નવી ઈમેલ આઈડી બની ગઈ છે.
    ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય?

મને આશા છે કે તમને ઈમેલ એટલે શું અને ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય એ આવડી ગયું હશે

FAQ
ઇમેલ (E-Mail)નું પૂરું નામ શું છે?

ઇમેલ (E-Mail)નું પૂરું નામ "ઇલેક્ટ્રોનિક મેલ (Electronic Mail)" છે.

ઇમેલને ગુજરાતીમાં શું કહેવાય છે?

ઇમેલને ગુજરાતી ભાષામાં "વિજાણુ પત્ર" પણ કહેવાય છે જે ટપાલનું ડિજિટલ સ્વરૂપ છે.

ઇમેલ અને જીમેલ વચ્ચે શું ફરક છે?

ઇમેલ એક ઇન્ટરનેટની સેવા છે અને જીમેલ ગૂગલનું એક પ્રોડક્ટ છે જે ઈમેલની સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્લૅટફૉર્મ પ્રદાન કરે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો

]