કમ્પ્યુટર ચાલુ કે બંધ કેવી રીતે કરાય?

આજના સમયમાં કમ્પ્યુટર બધી જ જગ્યાએ વપરાય છે અને હવે તો ઓફિસના કામોમાં પણ કમ્પ્યુટર જરૂરી બની ગયું છે કારણ કે કમ્પ્યુટર બધુ જ કામ જલ્દી પૂરું કરે છે તેને કારણે હવે બધા જ ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે.

ઘણા લોકોને કમ્પ્યુટર ચાલુ કે બંધ કરવામાં પ્રોબ્લેમ આવતી હોય છે અને તેને કારણે તેમનો ઘણો બધો સમય બગડી જતો હોય છે. ઘણા લોકો કમ્પ્યુટરને ખોટી રીતે બંધ કે ચાલુ પણ કરતાં હોય છે.

અમુક લોકોને જો કમ્પ્યુટરને બંધ કરવાની ઉતાવળ હોય તો તે કમ્પ્યુટરની સ્વિચ ડાઇરેક્ટ બોર્ડમાંથી બંધ કરીને પ્લગ કાઢી નાખે છે પણ આ કમ્પ્યુટરને બંધ કરવાની સાચી રીત નથી.

આજે હું તમને સાચી રીત બતાવીશ કે કમ્પ્યુટરને ચાલુ કેવી રીતે કરાય અને કમ્પ્યુટરને બંધ કેવી રીતે કરાય.

કમ્પ્યુટર ચાલુ કે બંધ કેવી રીતે કરાય?


કમ્પ્યુટરને ચાલુ કેવી રીતે કરાય?

કમ્પ્યુટરને ચાલુ કરવું એકદમ સહેલું છે કારણ કે કમ્પ્યુટરને બધા એક જ રીતથી ચાલુ કરતાં હોય છે એટલે તેમાં કોઈ પણ ભૂલ ન થાય.

કમ્પ્યુટર ચાલુ કરવાના સ્ટેપ:

 1. કમ્પ્યુટરના બંને પ્લગની સ્વિચ ચાલુ કરો.
 2. સીપીયુની પાછળ એક વખત ચેક કરી લો કે પાવર બટન ચાલુ છે કે નઈ.
 3. હવે સીપીયુની આગળના પાવર બટનને દબાવો.
 4. હવે તમારું કમ્પ્યુટર ચાલુ થશે.
 5. તમારા કમ્પ્યુટરમાં 2 ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમને ઓપ્શન મળશે જેમાં તમારે Windows નું ચાલુ કરવાનું છે.
 6. જો તમે કમ્પ્યુટરમાં પાસવર્ડ લગાવેલ હશે તો તમને બતાવશે નહિતર કમ્પ્યુટર ડાઇરેક્ટ ચાલુ થઈ જશે.
 7. કમ્પ્યુટર ચાલુ થયા બાદ 5-10 સેકંડ એમ જ રહેવા દેવું.

હવે તમારું કમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે. તમારે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે તમારે આ ભૂલો ક્યારે ન કરવી જોઈએ કારણ કે આથી તમારું કમ્પ્યુટર બગડી પણ શકે છે.

કમ્પ્યુટર ચાલુ કરતી વખતે ન કરવી આ ભૂલો:

 1. કમ્પ્યુટર ચાલુ કરતી વખતે તેને બંધ કરવાનો પ્રયત્ન ન કરવો.
 2. કમ્પ્યુટર ચાલુ કરતી વખતે તેના સીપીયુમાં કઈક સ્વિચ ન દબાવવી.

કમ્પ્યુટરને ચાલુ કરતી વખતે તેને એક વખત તમારે ચાલુ થઈ જવા દેવું અને પછી જ કઈ પણ કામ કરવું કારણ કે જ્યારે કમ્પ્યુટર ચાલુ થતું હોય ત્યારે તેમાં ઓપરેટિંગ સિસ્ટમ લોડ થતું હોય છે અને જો એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમારું ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થઈ શકે છે.

પણ તમારે ડરવાની જરૂર નથી કારણ કે અત્યારના કમ્પ્યુટર લેટેસ્ટ આવે છે અને તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થતી નથી પણ જો વારંવાર પ્રોબ્લેમ આવે તો બગડી શકે છે.

હવે જાણી લઈએ કે કમ્પ્યુટર બંધ કેવી રીતે કરવું.

કમ્પ્યુટર બંધ કેવી રીતે કરાય?

કમ્પ્યુટરને બંધ કરવા માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે પણ આપણે સરળ રીતને ધ્યાનમાં લઈશું જેથી આપણો ઘણો બધો સમય બચી જશે.

કમ્પ્યુટરને બંધ કરવાના સ્ટેપ:

 1. તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે.
 2. તમને ત્યાં સાંમે જ એક Shut down નું બટન દેખાશે તેના પર ક્લિક કરવું.
 3. ત્યારબાદ તમારું કમ્પ્યુટર શટડાઉન થશે અને બંધ થઈ જશે.
 4. પછી તમે બોર્ડમાંથી સ્વિચ પણ બંધ કરી દેવી.

કમ્પ્યુટર બંધ કરતી વખતે પણ તમારે ઘણી બધી એવી બાબત છે જે ધ્યાનમાં રાખવાની જરૂર છે જેથી તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે.

કમ્પ્યુટર બંધ કરતી વખતે રાખતી સાવચેતી:

 1. કમ્પ્યુટરને બંધ કરવા ડાઇરેક્ટ બોર્ડમાંથી પ્લગ ન કાઢવો.
 2. કમ્પ્યુટરને બંધ કરવા વારંવાર સીપીયુમાં આગળનું પાવર બટન ન દબાવવું.
 3. કમ્પ્યુટરને સરખી રીતે બંધ થવા દેવું.
 4. કમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે બોર્ડમાંથી સ્વિચ બંધ કરી દેવી.
હવે તમે કમ્પ્યુટર ચાલુ કે બંધ કરતાં શીખી ગયા હશે અને તમારા મગજમાં હજુ પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ નહીં હોય કે કમ્પ્યુટરને ચાલુ કેવી રીતે કરાય અને કમ્પ્યુટરને બંધ કેવી રીતે કરાય.