ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને પછી જોવો કમાલ

ટોપ 8 ગૂગલ સર્ચ ટ્રિક્સ | ગૂગલ ટ્રિક્સ | ગૂગલ સર્ચ મેજિક | google search tricks in gujarati

આજે આપણી સાથે કોઈ મુશ્કેલી આવે તો આપણે તે પ્રોબ્લેમનેનો ઈલાજ ઇન્ટરનેટ પર શોધતા હોઈએ છે. ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે આપણે સર્ચ એંજિનનો ઉપયોગ કરીએ છે. અત્યારે ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન છે.

આજે હું તમને 8 વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરવા કહીશ અને જો તમે આ 8 વસ્તુઓ સર્ચ કરશો તો તમને ગૂગલ સર્ચ એંજિનમાં કઈક અલગ જોવા મળશે અને તમે આ વસ્તુઓ જોઈ નહીં હોય.

આ ગૂગલ ટ્રિક્સ તમારા મોબાઇલ અને કમ્પ્યુટર બન્નેમાંમાં કામ કરશે. મોબાઇલમાં તમારે આ ટ્રીકનો ઉપયોગ કરવો હોય તો તમે મોબાઇલના કોઈ પણ બ્રાઉજરમાં ડેકસ્ટોપ સાઇટ ચાલુ કરીને google.com પર જઈને આ ગૂગલ ટ્રિક્સનો આનંદ ઉઠાઈ શકો છો.

ગૂગલ પર આ 5 વસ્તુઓ સર્ચ કરો અને પછી જુવો કમાલ

ગૂગલ પર આ 8 શબ્દો સર્ચ કરો અને જોવો કમાલ

1) Askew/tilt

GIF Source:- Giphy.com

તમારે સૌપ્રથમ googleની મેન વેબસાઇટ google.com પર જવાનું છે અને ત્યાં તમે Askew કે tilt લખીને સર્ચ કરો.

જ્યારે તમે આ શબ્દ સર્ચ કરશો તો તમારું ગૂગલ પેજ થોડું આડું થઈ જશે.

2) Do a barrel roll

GIF Source:- Giphy.com

તમે google.com પર જઈને do a barrel roll સર્ચ કરશો તો તમારું આંખું ગૂગલ પેજ ગોળ ફરી જશે.

આ ગૂગલ ટ્રીક ખૂબ જોરદાર છે અને આ ટ્રિકથી તમે તમારા મિત્રોને પણ ચોંકાવી શકો છો.

3) Blink Html

GIF Source:- Giphy.com

મિત્રો તમે google.com પર જઈને blink html સર્ચ કરશો તો જે પણ રિસલ્ટમાં html લખેલું હશે તે ઝબકવા માંડશે.

આ ગૂગલ ટ્રીક તમે જરૂર ટ્રાય કરો અને તમને મજા આવશે.

4) google in 1998

GIF Source:- Giphy.com

જ્યારે તમે ગૂગલ પર google in 1998 લખશો અને સર્ચ કરશો તો તમારું સર્ચ રિસલ્ટ 1998ની સાલ જેવુ ઇન્ટરફેસ આવી જશે.

આ ટ્રિકથી જૂની યાદો તાજી થઈ જાય છે.

5) google gravity

GIF Source:- Giphy.com

જ્યારે તમે ગૂગલ પર જઈને google gravity લખીને I Am Feeling Lucky વાળા બટન પર ક્લિક કરશો તો તમારું ગૂગલ અને ગૂગલના બધા જ બટનો છૂટા થઈ જશે અને નીચે પડી જશે.

તમે આ ટુકડાને પકડીને ફેંકી પણ શકો છો.

6) zerg rush

GIF Source:- Giphy.com

જ્યારે તમે ગૂગલ પર zerg rush શબ્દો લખીને I am feeling lucky દબાવશો તો તમારી સામે સર્ચ પરિણામ આવી જશે અને ઉપરથી ગોળ બોલ આવશે અને તમારા સર્ચ પરિણામને ધીરે-ધીરે ગાયબ કરી નાખશે.

7) atari breckout

GIF Source:- Giphy.com

જ્યારે તમે ગૂગલ પર atari breckout લખશો અને i am feeling lucky વાળું બટન દબાવશો તો તમારું પેજ એક ગેમમાં બદલાઈ જશે.

આ ગેમમાં તમારે એક બોલને નીચે નહીં પડવા દેવાનો અને તે નીચે આવે તો તેને સ્લાઇડર હલાવીને ઉપર બોલ ઉપર જવા દેવો.

8) Recursion

GIF Source:- Giphy.com

જ્યારે તમે ગૂગલ પર Recursion લખશો અને તમારી સામે Did You Mean આવશે. જ્યારે Did You Mean પર ક્લિક કરશો તો તમે ફરી એજ પેજ પર આવી જશો.

ફરી એના પર ક્લિક કરશો તો પણ ફરી તમે એજ પેજ પર આવી જશો અને આવું લૂપમાં ચાલ્યા જ કરશે.

મને આશા છે કે તમને આ ગૂગલ ટ્રિક્સ ગમી હશે અને તમે ગૂગલ પર આ શબ્દો જરૂર સર્ચ કરો અને આનંદ ઉઠાવો.

જો તમને કોઈ પ્રોબ્લેમ થાય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમને તેનો રિપ્લાઇ જરૂર આપીશ.

]