સોફ્ટવેર એટલે શું? | Software Information in Gujarati

સોફ્ટવેર એટલે શું? સોફ્ટવેરના પ્રકાર કયા-કયા? સોફ્ટવેર કોણ બનાવે? | Software Information in Gujarati

મિત્રો તમે દરરોજ કોઈ ને કોઈ સોફ્ટવેર પોતાના મોબાઇલ કે કમ્પ્યુટરમાં વાપરતા હશો કારણ કે જો મોબાઇલ કે કમ્પ્યુટરમાં સોફ્ટવેર નહીં હોય તો તમને આ બધા યંત્રો વાપરવાનું મન જ નઇ થાય.

આજની પોસ્ટમાં આજે આપણે જાણીશું કે સોફ્ટવેર એટલે શું? સોફ્ટવેરના પ્રકાર કેટલા અને કયા-કયા? સોફ્ટવેરની જરૂર કેમ પડે? આ બધા સવાલના જવાબ તમને આ પોસ્ટમાં મળશે અને તમારી મૂંઝવણ પણ દૂર થશે.સોફ્ટવેર એટલે શું

સોફ્ટવેર એટલે શુ? - What is Software in Gujarati?

સોફ્ટવેર ઘણા બધા પ્રોગ્રામનું સમૂહ છે જેનો ઉપયોગ કોઈ પણ ચોક્કસ કામ કરવા માટે થાય છે. સોફ્ટવેર એક પ્રોગ્રામનો સમૂહ છે જેની મદદથી આપણે કમ્પ્યુટર, મોબાઇલ, લેપટોપ કે કોઈ પણ યંત્રોમાં ચોક્કસ કામ કરી શકીએ છે.

મોબાઇલ, ટેબલેટ, લેપટોપ, સ્માર્ટવોચ આ બધા જ યંત્રો એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટર બે ભાગોનું હોય છે જેમાં 1. હાર્ડવેર અને 2 સોફ્ટવેર હોય છે.

  1. હાર્ડવેર:- કમ્પ્યુટરમાં જે હાર્ડવેર છે તેને તમે હાથથી પકડી શકો છો, અડી શકો છો, તેને ઊંચકી શકો છો જેમ કે તમારું કીબોર્ડ, મોનિટર, માઉસ, કેબિનેટ વગેરે. આ કમ્પ્યુટરના ભાગોને તમે અડી શકો એટલે તેને હાર્ડવેર કહેવાય છે.
  2. સોફ્ટવેર:- કમ્પ્યુટરમાં જે સોફ્ટવેર હોય છે તેને તમે પકડી ન શકો, ખાલી તમે સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટરમાં કોઈ ચોક્કસ કાર્ય કરી શકો છો. સોફ્ટવેર આભાસી હોય છે. તેને તમે જોઈ ન શકો ખાલી તમે તેને કમ્પ્યુટર સ્ક્રીનમાં જ જોઈ શકો છો પણ માઉસ અને કીબોર્ડની જેમ સ્ક્રીનની બહાર ન જોઈ શકો.

તમારા મોબાઇલમાં પણ ઘણા સોફ્ટવેર હોય છે તેની માહિતી આપણે આગળ નીચે જાણીશું.

ચાલો આપણે સોફ્ટવેરના પ્રકાર જાણીએ. સોફ્ટવેરના પ્રકાર કેટલા અને કયા-કયા હોય છે? તેના વિશે માહિતી મેળવીએ.


આ પણ વાંચી શકો:-


સોફ્ટવેરના પ્રકાર - Types of Software in Gujarati

જેમ ટીવીના અલગ પ્રકાર હોય છે જેમ કે LCD ટીવી, LED ટીવી વગેરે. તેવી જ રીતે કમ્પ્યુટરમાં સોફ્ટવેરના પ્રકાર હોય છે.

સોફ્ટવેરના 2 થી વધારે પ્રકાર હોય છે પણ આપણે અત્યારે 2 પ્રકાર વિશે જાણવાની જરૂર હોય છે.

સોફ્ટવેરના 2 પ્રકાર:-

સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકાર હોય છે.

  1. સિસ્ટમ સોફ્ટવેર
  2. એપ્લિકેશન સોફ્ટવેર

કમ્પ્યુટરમાં આ 2 પ્રકારના મુખ્ય સોફ્ટવેર હોય છે. સોફ્ટવેરના 2 થી વધારે પ્રકાર હોય છે પણ શરૂઆતમાં તમારે આ 2 પ્રકાર વિશે જાણવાની જરૂર છે અને તમને સોફ્ટવેરને સમજવામાં ખૂબ સહેલાઈ થશે.

સિસ્ટમ સોફ્ટવેર

સિસ્ટમ સોફ્ટવેર:-

કમ્પ્યુટરમાં સિસ્ટમ સોફ્ટવેર એક સોફ્ટવેર હોય છે જેની મદદથી તમારું કમ્પ્યુટર ચાલે છે જેમાં તમારો મોબાઇલ, લેપટોપ, ટેબલેટ વગેરે આવી જાય છે. સિસ્ટમ સોફ્ટવેરને કારણે જ તમારા આ ડિવાઇસ કામ કરે છે.

કમ્પ્યુટરમાં સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ ઓપેરેટિંગ સિસ્ટમ છે. ઓપેરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેર છે અને તેને કારણે જ તમારું કમ્પ્યુટર કામ કરે છે. જો કમ્પ્યુટરમાં ઓપેરેટિંગ સિસ્ટમ ન હોય તો તમારું કમ્પ્યુટર ન કામ કરી શકે.

ઓપેરેટિંગ સિસ્ટમને તમે કમ્પ્યુટરનું દિલ પણ કહી શકો છો અને તે સિસ્ટમ સોફ્ટવેર છે. જો આ સિસ્ટમ સોફ્ટવેર જ ન હોય તો તમે કેવી રીતે કમ્પ્યુટર ચલાવી શકો?

મોબાઇલમાં પણ Android ઓપેરેટિંગ સિસ્ટમ હોય છે અને તેના વગર તમારો મોબાઇલ કામ ન કરી શકે. Android પણ મોબાઇલનું એક સિસ્ટમ સોફ્ટવેર છે.

જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે સૌથી પહેલા ઓપેરેટિંગ સિસ્ટમ ચાલુ થાય છે અને પછી તમે બધી એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.

એપ્લિકેશન સોફ્ટવેર

એપ્લિકેશન સોફ્ટવેર:-

કમ્પ્યુટરમાં એપ્લિકેશન સોફ્ટવેરની પણ ખૂબ જરૂર હોય છે. તમે કમ્પ્યુટરની મદદથી જે પણ કામ કરો છો જેમ કે વિડિયો એડિટ કરવા, ફોટો એડિટ કરવા, વિડિયો જોવા, ઇન્ટરનેટ વાપરવું વગેરે.... કામ કરવા માટે એપ્લિકેશન સોફ્ટવેરની જરૂર પડે.

તમને કમ્પ્યુટરના ડેસ્કટોપમાં જેટલા પણ આઇકોન દેખાય તે એપ્લિકેશન સોફ્ટવેર હોય છે અને મોબાઇલમાં પણ તમે જેટલા પણ આઈકોન જોવો છો તેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે.

એપ્લિકેશન સોફ્ટવેરને તમે તમારી જરૂરિયાત પ્રમાણે ડાઉનલોડ કરીને વાપરી શકો છો.

ઉદાહરણ તરીકે...

તમારે કમ્પ્યુટરમાં ફોટો એડિટ કરવો હોય તો તમે કમ્પ્યુટરમાં ફોટોશોપની મદદથી ફોટા એડિટ કરી શકો છો અને તેને માટે તમારે ફોટોશોપ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું પડે છે. ફોટોશોપને વાપરવા માટે તમારે પૈસા આપવા પડે છે.

એપ્લિકેશન સોફ્ટવેરનો અર્થ છે કે યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કોઈ ચોક્કસ કામ કરવા માટે કરે.

જેમ કે તમારે ફોનમાં વિડિયો એડિટ કરવો હોય તો તમે તમારા ફોનમાં ગૂગલ પ્લેસ્ટોરની મદદથી કાઇનમાસ્ટર એપ ડાઉનલોડ કરવી પડે અને તેમાં વિડિયો એડિટ કરવો પડે.

હવે આપણે સોફ્ટવેરના કેટલાક ઉદાહરણ જાણીએ.


આ પણ વાંચી શકો:-


સોફ્ટવેરના ઉદાહરણ

સોફ્ટવેરના ઉદાહરણ:-

મે તમને આગળ જણાવ્યુ કે સોફ્ટવેર કોઈ ચોક્કસ કામ કરવા માટે ઉપયોગી થાય છે. 

એંટિવાઇરસ સોફ્ટવેર:- આ સોફ્ટવેર કમ્પ્યુટરની સુરક્ષા માટે વપરાય

બ્રાઉઝર:-બ્રાઉઝરનો ઉપયોગ ઇન્ટરનેટને વાપરવા માટે થાય છે. બ્રાઉઝરમાં તમે કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, ઉદાહરણ તરીકે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, બ્રેવ બ્રાઉઝર, જીઓ પેજ્સ વગેરે..

ફોટો એડિટિંગ સોફ્ટવેર:- ફોટો એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કોઈ ફોટો કે ઇમેજને એડિટ કરવા માટે થાય છે. તમે ફોટો એડિટિંગ સોફ્ટવેરની મદદથી ફોટાના કલરમાં ફેરફાર કરી શકો છો અને બીજા અન્ય ઘણા બધા ફેરફાર કરી શકો છો.

વિડિયો એડિટિંગ સોફ્ટવેર:- વિડિયો એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કોઈ વિડિયો ફાઇલને એડિટ કરવા માટે થાય છે જેમ કે વિડિયોમાં કોઈ લખાણ ઉમેરવું (ટેક્સ્ટ), ફાસ્ટ ફોરવર્ડ કરવું, મ્યુજિક ઉમેરવું વગેરે... આવા કામો વિડિયો એડિટિંગ સોફ્ટવેરમાં થાય છે.

આવા અનેક સોફ્ટવેરના ઉદાહરણ હોય છે. જેની તમે કલ્પના પણ ન કરી શકો પણ તમે આ સોફ્ટવેર વિશે ઘણું બધુ શીખી શકો છો.

સોફ્ટવેર કોણ બનાવે છે?

સોફ્ટવેર કોણ બનાવે છે?

સોફ્ટવેર એક સોફ્ટવેર ડેવલોપર બનાવે છે. સોફ્ટવેર બનાવનારને તમે સોફ્ટવેર એંજીનિયર પણ કહી શકો છો. સોફ્ટવેર ડેવલોપર પાસે પ્રોગ્રામિંગ ભાષાઓની આવડત હોય છે.

સોફ્ટવેર ડેવલોપર પાસે અનેક પ્રોગ્રામિંગ ભાષાઓનું જ્ઞાન હોય છે અને તે પ્રેક્ટિકલ નોલેજ દ્વારા તે સોફ્ટવેર બનાવતો હોય છે.

સોફ્ટવેર ડેવલોપરને સી++, જાવા, HTML આવી અનેક ભાષાઓ આવડતી હોય છે.

ટૂંકમાં આપણે કહી શકીએ કે સોફ્ટવેર ડેવલોપર કોડિંગ કરીને સોફ્ટવેર તૈયાર કરે છે.

સોફ્ટવેર ડેવલોપરને અલગ-અલગ કંપનીઓમાં નૌકરી મળે છે અને તે કંપનીમાં સોફ્ટવેરના નાના ભાગનું કોડિંગ તે ડેવલોપર કરે છે અને તે કંપનીમાં જે સૉફ્ટવેર ડેવલોપર દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવે તેને વેંચીને ઘણા પૈસા કમાય છે અને તે કમાણીનો ભાગ પગાર દ્વારા તે સોફ્ટવેર ડેવલોપરને પણ મળે છે.


આ પણ વાંચી શકો:-


સોફ્ટવેર કેવી રીતે બને છે?

સોફ્ટવેર કેવી રીતે બને છે?

સોફ્ટવેર પ્રોગ્રામિંગ ભાષાઓથી બને છે. સોફ્ટવેર ડેવલોપર સોફ્ટવેરને તૈયાર કરે છે. સોફ્ટવેર તૈયાર કરવા માટે કોડિંગ આવડવી જોઈએ.

કોડિંગમાં ઘણી અલગ-અલગ પ્રોગ્રામિંગ ભાષાઓ હોય છે. તે ભાષાઓ દ્વારા સોફ્ટવેર બને છે. જેમ કે HTML, Java, C++ વગેરે.

તેમાં ઘણા કોડ ઉમેરવામાં આવે છે અને કોડમાં ઘણા ફંક્શન પણ એડ કરવામાં આવે છે. ત્યારે સોફ્ટવેર બને છે.

સોફ્ટવેર આપના માટે કેમ જરૂરી છે?

સોફ્ટવેર આપણાં માટે કેમ જરૂરી છે?

જો આપણાં કમ્પ્યુટરમાં સોફ્ટવેર ન હોય તો આપણે કોઈ પણ કાર્ય સોફ્ટવેર વગર ન કરી શકીએ. કમ્પ્યુટરમાં કોઈ કામ કરવા માટે અને કમ્પ્યુટરને ચલાવવા માટે સોફ્ટવેરની જરૂર પડે છે.

મને આશા છે કે તમને સોફ્ટવેર એટલે શું? અને સોફ્ટવેરના પ્રકાર એના વિશે માહિતી મળી હશે. તમારા મિત્રો સુધી પણ આ જરૂરી માહિતી પહોચડો જેથી તે પણ લાભ લઈ શકે અને પોતાનું કમ્પ્યુટર જ્ઞાન વધારી શકે.

કમ્પ્યુટર વિશેની વધારે જાણકારી:-

]