તમારા કમ્પ્યુટરમાં કેટલા GB રેમ છે એ કેવી રીતે જાણી શકાય?

કમ્પ્યુટરમાં કેટલા જીબી રેમ મેમરી છે તે કેવી રીતે જાણી શકાય? રેમ ચેક કરવાની રીત | How to find out how many GB of RAM your computer has? in Gujarati

કમ્પ્યુટરમાં રેમ (RAM) ખૂબ જ જરૂરી મેમરી છે અને રેમ મેમરીને કારણે જ તમે કમ્પ્યુટરમાં એક સાથે ઘણા બધા સોફ્ટવેર વાપરી શકો છો, પણ શું તમને તમારા કમ્પ્યુટરમાં કેટલા GB રેમ છે એના વિશે કઈ ખબર છે? જો તમને એના વિશે ખબર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે હું તમને બતાવીશ કે તમે તમારા કમ્પ્યુટરમાં કેટલા જીબી રેમ છે એ કઈ રીતે જાણી શકો છો? તો ચાલો આપણે રીત જાણીએ.

તમારા કમ્પ્યુટરમાં કેટલા GB રેમ છે એ કેવી રીતે જાણી શકાય?

કમ્પ્યુટરમાં કેટલા જીબી (GB) રેમ છે એ જાણવાની રીત

રીત નંબર 1

  1. સૌપ્રથમ Start બટન દબાવો.
  2. Computer વાળા ઓપ્શન પર કર્સર લઈને Right ક્લિક કરો.
  3. હવે Properties પર ક્લિક કરો.
  4. હવે Installed memory (RAM)માં કેટલા જીબી રેમ છે એ બતાવવામાં આવશે.

આ રીત ખૂબ સહેલી અને સરળ છે તો ચાલો આપણે બીજી રીત પણ જાણીએ.

અમારી અન્ય પોસ્ટ:-

રીત નંબર 2

  1. ટાસ્કબાર પર કર્સર લઇને Right ક્લિક કરો.
  2. હવે Start Task Manager પર ક્લિક કરો અથવા કીબોર્ડમાં શોર્ટકટ કી CTRL+SHIFT+ESC દબાવો.
  3. હવે Performance વાળા ટેબમાં જાવો.
  4. હવે Total Physical Memory વાળા ભાગમાં તમને Total મેમરી MBમાં બતાવવામાં આવશે.
  5. હવે જેટલા MB મેમરી છે તેને ગૂગલ પર સર્ચ કરીને GBમાં કન્વર્ટ કરો.

હવે તમને આ રીતે ખબર પડી જશે કે તમારા કમ્પ્યુટરમાં કેટલા GB રેમ મેમરી છે.

આશા છે કે તમને બંને રીત કામ લાગી હશે અને જો તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવજો જેથી હું તમારી મદદ કરી શકું.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

]