વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ | Top Amazing 10 Whatsapp Facts in Gujarati

વોટ્સએપના અવનવા તથ્યો - વોટ્સએપના ફેક્ટ્સ - Top 10 amazing facts about whatsapp in gujarati

મિત્રો, આજે આપણે કોઈને પણ મેસેજ કરવો હોય તો આપણે વોટ્સએપનો ઉપયોગ કરીએ છે અને વોટ્સએપમાં આપણે ઇન્ટરનેટ દ્વારા મફત મેસેજ, વોઇસ કોલિંગ, વિડિયો કોલિંગ કરી શકીએ છે. જો વોટ્સએપ આજે ના હોત તો આવી સરસ સુવિધાનો લાભ આપણે ના મેળવી શકતા હોત.

આજે અમે તમારી માટે વોટ્સએપની 10 એવી ખાસ અને રસપ્રદ જાણકારી લઈને આવ્યા છે જે તમે વાંચશો તો તમને કઈક અલગ અને નવું જાણવા મળશે. ચાલો આજે આપણે જાણીએ વોટ્સએપના 10 તથ્યો અને રસપ્રદ જાણકારી (Whatsapp Facts in Gujarati)

વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ | Top Amazing 10 Whatsapp Facts in Gujarati

વોટ્સએપ વિશેના 10 તથ્યો - Top 10 Facts About Whatsapp in Gujarati

વોટ્સએપના યુઝરની સંખ્યા

શું તમને ખબર છે કે વોટ્સએપ દુનિયાનું સૌથી મોટું ઇંસ્ટંટ મેસેંજિંગ એપ છે અને પૂરી દુનિયામાં વોટ્સએપના 2 બિલ્યનથી પણ વધારે યુઝર છે. 2 બિલ્યન એટલે 200 કરોડ યુઝર. આ આકડા દ્વારા તમે વોટ્સએપની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકો છો.

વોટ્સએપમાં 1 દિવસમાં થતી વિડિયો કોલની મિનિટ

મિત્રો, વોટ્સએપને કારણે દેશ-વિદેશમાં વિડિયો કોલિંગ કરવું ખુબ સરળ બન્યું છે પણ શું તમને ખબર છે કે 1 જ દિવસમાં વોટ્સએપ પર કેટલા મિનિટનો વિડિયો કોલિંગ થાય છે?

વોટ્સએપ પર એક જ દિવસમાં 340 મિલ્યન મિનિટથી વધારે મિનિટના વિડિયો કોલ થાય છે અને આપણે આના પરથી જોઈએ શકીએ કે વિડિયો કોલિંગમાં વોટ્સએપ બીજા એપ કરતાં પાછળ નથી.  340 મિલ્યન મિનિટ એટલે 34 કરોડ મિનિટ

વોટ્સએપમાં દર મહિને જોડતા યુઝરની સંખ્યા

શું મિત્રો તમને ખબર છે કે વોટ્સએપમાં દર મહિને 25 મિલ્યન જેટલા યુઝર જોડાય છે એટલે વોટ્સએપમાં 2.5 કરોડ જેટલા યુઝર દર મહિને જોડાય છે. (સ્ત્રોત)

આ પણ વાંચો:- એપલ કંપની વિશે તમારે આ 10 વાતો જરૂર જાણવી જોઈએ

ઇઝરાયેલ દેશનામાં વોટ્સએપ યુઝર

તમને ખબર છે કે ઇઝરાયેલ દેશના 92 ટકા મોબાઇલમાં વોટ્સએપ યુઝર દ્વારા ઇન્સ્ટોલ કરેલું હોય છે. એટલે ઇઝરાયેલ દેશના 92% મોબાઇલ યુઝર વોટ્સએપનો ઉપયોગ કરતાં હોય છે.

ભારતમાં વોટ્સએપના યુઝર

મિત્રો, ભારત વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે અને ભારત પછી બીજા નંબરનું માર્કેટ બ્રાઝિલ છે જ્યાં સૌથી વધારે વોટ્સએપનો ઉપયોગ થાય છે.

ભારતમાં 340 મિલ્યન જેટલા યુઝર વોટ્સએપનો ઉપયોગ કરે છે અને બ્રાઝિલમાં 99 મિલ્યન યુઝર વોટ્સએપનો ઉપયોગ કરે છે. (સ્ત્રોત)

ગૂગલ પ્લેસ્ટોર પર વોટ્સએપની ડાઉનલોડ સંખ્યા

Android ફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવી હોય તો આપણે ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરીએ છે અને ગૂગલ પ્લેસ્ટોર પર બતાવવામાં આવે છે કે તે એપ કેટલી ડાઉનલોડ થઈ.

તેવી જ રીતે ગૂગલ પ્લેસ્ટોર પર વોટ્સએપના 5 બિલ્યનથી પણ વધારે ડાઉનલોડ થઈ ગયા છે.(સ્ત્રોત)

વોટ્સએપના સ્થાપક

શું મિત્રો તમને ખબર છે કે વોટ્સએપની શોધ યાહૂ કંપનીના 2 ભુતપૂર્વ કર્મચારીએ કરી હતી. વોટ્સએપની સ્થાપના યાહૂના જૂના કર્મચારી Jan Koum અને Brian Acton એ કરી હતી.

આ પણ વાંચો:- વોટ્સએપમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?

વોટ્સએપ પહેલા કયા OS માટે આવ્યું?

પહેલી વખત વોટ્સએપ નવેમ્બર 2009માં Ios યુઝર આઇફોન માટે આવ્યું હતું અને ત્યાર બાદ જાન્યુઆરી 2010માં બ્લેકબેરી સ્માર્ટફોન માટે પણ આવી ગયું અને પછી તે મે 2010માં Symbian OS માટે આવ્યું અને પછી ઓગસ્ટ 2010માં Android યુઝર માટે આવ્યું.

વોટ્સએપ વેબની શરૂઆત

કમ્પ્યુટરમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માટે Whatsapp webનો ઉપયોગ કરવામાં આવે છે, આમાં તમે તમારા સ્માર્ટફોનનું વોટ્સએપ પોતાના કમ્પ્યુટરના બ્રાઉજરમાં એક્સેસ કરી શકો છો પણ આ ફીચર વોટ્સએપએ 21 જાન્યુઆરી 2015માં લોન્ચ કર્યું હતું.

આ પણ વાંચો:- ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને જોવો કમાલ

વોટ્સએપ સંપૂર્ણપણે ફ્રી થઈ ગયું.

વોટ્સએપ વાપરવા માટે પહેલા 1 ડોલર પ્રતિ વર્ષ આપવા પડતાં હતા પણ જેમ-જેમ વોટ્સએપ આગળ વધ્યું તેમ તે અમુક દેશમાં ફ્રી થવા માંડ્યુ અને જાન્યુઆરી 2016માં વોટ્સએપએ જણાવ્યુ કે હવે વોટ્સએપ સંપૂર્ણપણે મફત થઈ ગયું છે અને હવે કોઈ પણ વ્યક્તિ મફત અકાઉંટ બનાવીને તેને વાપરી શકે છે.

આશા છે કે તમને આ વોટ્સએપ વિશેની જાણવા જેવી વાતો પસંદ આવી હશે અને તમે આ રસપ્રદ વાતો જરૂર પૂરી વાંચી હશે.

અમારી અન્ય પોસ્ટ:-

]