વેબ બ્રાઉઝર એટલે શું? - Web Browser વિશે માહિતી

વેબ બ્રાઉઝર એટલે શું? Web Browserનો ઇતિહાસ શું છે? વેબ બ્રાઉઝર કેવી રીતે કામ કરે છે? વેબ બ્રાઉઝર વિશે માહિતી..

જ્યારે આપણે વેબ બ્રાઉઝર (Web Browser) શબ્દ બોલીએ છે ત્યારે આપણાં મગજમાં ઇન્ટરનેટનું ચિત્ર આવે છે જેમાં આપણે ઇન્ટરનેટની કોઈ પણ વેબસાઇટને એક્સેસ કરી શકીએ છે.

વેબ બ્રાઉઝરને ખાલી "બ્રાઉઝર" પણ કહેવાય છે. આ પોસ્ટમાં આપણે વેબ બ્રાઉઝર વિશે વાત કરવાના છીએ કે આ વેબ બ્રાઉઝર એટલે શું?  તે કેવી રીતે કામ કરે છે અને તેના વિશે ઘણી બધી જાણકારી મેળવીશું.

વેબ બ્રાઉઝર એટલે શું? - Web Browser વિશે પૂરી જાણકારી

વેબ બ્રાઉઝર એટલે શું? - Web Browser in Gujarati

વેબ બ્રાઉઝર એક એપ્લિકેશન સોફ્ટવેર (Application Software) છે જેનું કામ વેબ પર રહેલા કન્ટેન્ટને સામાન્ય યુઝર સમજી શકે તે પ્રમાણે રૂપાંતર કરીને બતાવવાનું છે.

Google Chrome, Firefox અને Microsoft Edge જેવા એપ્લિકેશન સોફ્ટવેર બ્રાઉઝરના શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વેબ બ્રાઉઝર” શબ્દને છૂટા પાડીને સમજીએ તો “વેબ” એટલે ઇન્ટરનેટ અને “બ્રાઉઝર” એટલે શોધવું, આવી રીતે “વેબ બ્રાઉઝર”નો અર્થ “ઇન્ટરનેટ પર શોધવું” થાય છે.

વેબ બ્રાઉઝર એક એવું સોફ્ટવેર છે જેમાં સર્ચ એંજિન સેટ કરેલું હોય છે જેમ કે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ સર્ચ એંજિન સેટ કરેલું હોય છે જેનાથી ક્રોમ બ્રાઉઝરમાં કોઈ પણ શબ્દ સર્ચ કરીએ તો બ્રાઉઝર સર્ચ એંજિન દ્વારા તે કન્ટેન્ટ શોધે છે.

જો બ્રાઉઝરમાં સર્ચ એંજિન ન હોય તો આપણે બ્રાઉઝરમાં માત્ર વેબસાઇટનું URL એડ્રેસ એન્ટર કરીને કોઈ પણ વેબસાઇટને ખોલવી પડે છે.

બ્રાઉઝર આપણને વર્લ્ડ વાઈડ વેબમાં રહેલી માહિતીને એક્સેસ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કોઈ પણ વેબસાઇટને ખોલવા માટે બ્રાઉઝર જરૂરી સોફ્ટવેર છે.

સર્ચ એંજિન ખાલી તમને વેબસાઇટની લિન્ક શોધી આપે છે પણ બ્રાઉઝર તમને વેબસાઇટ ખોલીને આપે છે.

સરળ ભાષામાં સમજાવું તો જેમ ઈન્ટરનેટ એક દરિયા જેવું વિશાળ નેટવર્ક છે તેવી જ રીતે બ્રાઉઝર એ દરિયામાં તરતા વહાણ છે. જેમ આપણે કોઈ એક જગ્યાએ પહોંચવા માટે વહાણનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે આપણે ઈન્ટરનેટની દુનિયામાં કોઈ પણ માહિતી શોધવા માટે બ્રાઉઝર જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. - પ્રતિક પટેલ

વેબ બ્રાઉઝર કેવી રીતે કામ કરે છે?

મોટા ભાગની કોઈ પણ વેબસાઇટ HTML જેવી ભાષાઓની મદદથી બનેલી હોય છે એટલે જો આપણે કોઈ પણ વેબસાઇટને વેબ બ્રાઉઝર વગર ચેક કરીએ તો તેમાં આપણને માત્ર કોડિંગ જ દેખાય છે અને આપણાં જેવા સામાન્ય વ્યક્તિને તે ભાષા સમજવી મુશ્કેલ લાગે છે.

જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટ વેબ બ્રાઉઝરમાં ખોલીએ છીએ ત્યારે તે બ્રાઉઝર તે વેબસાઇટના કોડને સામાન્ય યુઝરની ભાષામાં રેંડર કરે છે અને તેને આપણાં ડિવાઇસમાં લોડ કરે છે, જ્યારે તે વેબસાઇટ સંપૂર્ણ લોડ થઈ જાય ત્યારે તેને આપણે પોતાના ડિવાઇસમાં જોઈ શકીએ છે.

એટલે બ્રાઉઝરને આપણે અનુવાદક પણ કહી શકીએ છે જે આપણને વેબસાઇટની ભાષાને આપણે સમજીએ તેવી ભાષામાં અનુવાદ કરીને આપે છે.

જો આપણે વેબ બ્રાઉઝરની કામ કરવાની પ્રોસેસને એક વાર્તામાં સમજીએ તો તે નીચે પ્રમાણે થાય છે.

જેમ કે તમે કોઈ વેબસાઇટનું URL એડ્રેસ વેબ બ્રાઉઝરના URL બારમાં લખો છો જેમ કે https://www.techzword.com

જ્યારે તમે આવું URL એડ્રેસ બ્રાઉઝરના એડ્રેસ બારમાં લખીને એન્ટર કરશો ત્યારે આ વેબસાઇટનું કોડિંગ અથવા કન્ટેન્ટ વેબ સર્વરમાથી HTTP કે HTTPS દ્વારા બ્રાઉઝરમાં આવે છે અને ત્યારે વેબ બ્રાઉઝર તે વેબસાઇટની ભાષાને સમજે છે અને તેને માણસ સહેલી રીતે સમજી શકે તેવી ભાષામાં આપણાં ડિવાઇસમાં લોડ કરીને આપે છે.

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ - History Of Browsers

વેબ બ્રાઉજરનો ઇતિહાસ - History Of Browsers

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ લાંબો નથી, તેની શરૂઆત 1990ની આજુબાજુના વર્ષથી જ થઈ છે એટલે આજથી 30 વર્ષ પહેલાનો આ બ્રાઉઝરનો ઇતિહાસ છે.

  • ટિમ બર્નર્સ લીએ 1990માં WorldWideWeb નામનું પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યું હતું જે દુનિયાનું સૌથી પહેલું વેબ બ્રાઉઝર હતું.
  • 1991માં Line Mode Browser આવ્યું હતું, આ બ્રાઉઝરને બનાવવા માટે ટિમ બર્નર્સ લીએ Nicola Pellowની પણ ભરતી કરી હતી.
  • 1993માં એક એવું બ્રાઉઝર આવ્યું જે વાપરવામાં સહેલું હતું અને તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને સપોર્ટ કરતું હતું, કોઈ સામાન્ય વ્યક્તિ વાપરી શકે તેવું બ્રાઉઝર હતું. આ બ્રાઉઝરનું નામ Mosaic હતું. આ બ્રાઉઝર દુનિયાનું સૌથી પહેલું લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
  • જે ટીમએ Mosaic બનાવ્યું હતું તેમની ટિમના લીડર Marc Andreessen એ ત્યારબાદ Netscape નામની પોતાની કંપની ચાલુ કરી અને 1994માં Netscape Navigator નામનું બ્રાઉઝર લોન્ચ કર્યું. આ પણ તે વખતે લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
  • ત્યારબાદ 1995માં માઇક્રોસોફ્ટ કપનીએ પોતાનું Internet Explorer નામનું બ્રાઉઝર લોન્ચ કર્યું અને તે Freeware હતું અને તેના વપરાશ પર કોઈ રોક ટોક ન હતી તેને કારણે આ બ્રાઉઝર Netscape ને પાછળ છોડી લોકપ્રિય બની ગયું હતું અને 2002માં Internet Explorerનું માર્કેટ શેર 95% ટકા થઈ ગયું હતું.
  • 2004માં Mozilla Firefox બ્રાઉઝર આવ્યું અને 2011માં તેનો માર્કેટ શેર 28% હતો.
  • ત્યારબાદ ગૂગલ કંપનીએ 2008માં પોતાનું Chrome બ્રાઉઝર લોન્ચ કર્યું જે Google Chrome ના નામથી પણ ઓળખાય છે. 2012ની આજુબાજુ ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય બ્રાઉઝર બની ગયું હતું.
  • ત્યારબાદ 2015માં માઇક્રોસોફ્ટ કંપનીએ Microsoft Edge નામનું એક નવું બ્રાઉઝર લોન્ચ કર્યું જે Windows 10નો એક ભાગ હતો. ઇન્ટરનેટ એક્સપ્લોરર 2021માં ખતમ થઈ ગયું છે, તેની જગ્યાએ હવે Microsoft Edge બ્રાઉઝર વાપરવું પડે છે.

વેબ બ્રાઉઝરના નામ - Name of Browsers

વેબ બ્રાઉજરના નામ - Name of Browsers in Gujarati

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ તો આપણે જોઈ લીધો, હવે આપણે લોકપ્રિય વેબ બ્રાઉઝરના નામ જાણીશું જે અત્યારે લોકપ્રિય છે અને માર્કેટમાં લીડ કરે છે.

Google Chrome

ગૂગલ ક્રોમ એક મફત બ્રાઉઝર છે જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. ક્રોમ બ્રાઉઝર 2008માં લોન્ચ થયું હતું અને અત્યારે ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય વેબ બ્રાઉઝર છે.

સૌથી વધારે લોકો મોબાઇલ અને ડેસ્કટોપમાં ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ગૂગલ ક્રોમનો જ ઉપયોગ કરે છે.

Firefox

Firefox એક ફ્રી અને ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે જેની શરૂઆત 2002માં થઈ હતી પણ 2004માં લોન્ચ થયું હતું. Firefoxની શરૂઆત Mozilla Foundation દ્વારા થઈ હતી.

Microsoft Edge

Microsoft Edge માઇક્રોસોફ્ટ કંપનીનું વેબ બ્રાઉઝર છે જે 2015માં Windows 10ના ભાગરૂપે લોન્ચ થયું હતું.

માઇક્રોસોફ્ટએ હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરને પોતાના નવા વેબ બ્રાઉઝર Microsoft Edge દ્વારા રિપ્લેસ કરી દીધું છે. 

Opera

ઓપેરા (Opera) એક ખૂબ જૂનું વેબ બ્રાઉઝર છે જેને Opera Software દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓપેરા વેબ બ્રાઉઝરની શરૂઆત 1995માં થઈ હતી. ઓપેરા એક ક્રોમિયમ આધારિત વેબ બ્રાઉઝર છે.

Safari

સફારી (Safari) એક એપલ ડિવાઇસ માટેનું વેબ બ્રાઉઝર છે જેને એપલ કંપનીએ બનાવ્યું છે. જેની શરૂઆત 2003માં થઈ હતી. સફારી વેબ બ્રાઉઝર એપલના ડિવાઇસમાં ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે હોય છે.

આશા છે કે તમને આ વેબ બ્રાઉઝર વિશે માહિતી પસંદ આવી હશે અને વેબ બ્રાઉઝર એટલે શું? તે સવાલ વિશે તમારી મૂંઝવણ દૂર થઈ ગઈ હશે.

વેબ બ્રાઉઝરનો ઇતિહાસ તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો અને તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવો જેથી અમે ટેક્નોલોજી વિશે કઈક જણાવવામાં તમારી મદદ કરી શકીશું.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

વ્યવહારુ

]