હવે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પોતાના લાઈક અને બીજાના લાઈકને પણ સંતાડી શકશો
હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકએ યુઝરને પોતાની એપમાં એક સારો અનુભવ આપવા માટે એક નવું ફીચર લઈને આવ્યા છે જેનાથી તમે પોતાના લાઈક અને બીજા વ્યક્તિના લાઈક પણ સંતાડી શકશો.
આજે આપણે આના વિશે જ વાત કરવાના છીએ, કે આ ફીચર શું છે કે જેનાથી આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લાઈક સંતાડી શકીએ છે.
શું છે આ ફીચર?
ટ્વિટર પર ઇન્સ્ટાગ્રામએ પોતાના ટ્વિટર અકાઉંટમાં જણાવ્યુ છે કે આજથી શરૂ કરીને તમારી પાસે પોસ્ટમાં આવતા લાઈકની ગણતરી માટે ઓપ્શન હશે.
તમને હવે ઇન્સ્ટાગ્રામ એપ અને ફેસબુક એપમાં એવું ફીચર મળશે કે જેનાથી તમે પ્લૅટફૉર્મ પર જે પણ ફોટા કે વિડિયો પબ્લીશ કરશો તો તેના લાઈકના આકડાઓને તમે બીજા વ્યક્તિઓ માટે સંતાડી શકશો. તમારી ફીડમાં જેટલા પણ વ્યક્તિઓની પોસ્ટ દેખાય છે તેમના પોસ્ટના આકડાઓને પણ તમે સંતાડી શકો છો.
You can also hide the number of likes you see on other people’s posts.
— Instagram (@instagram) May 26, 2021
Or you can keep things as they are – whatever works for you. pic.twitter.com/pxxTTgvd2w
આમાં તમને બીજો પણ ઓપ્શન આપવામાં આવશે કે જેનાથી તમે બીજા વ્યક્તિઓની પોસ્ટમાં દેખાતા લાઈકના આકડાઓને તમારી માટે સંતાડી શકો છો.
આ ફીચર લાવવાનું કારણ શું છે?
જે યુઝર આ પ્લેટફોર્મ પર બીજાના લાઈક અને Viewsના આકડાઓને જોઈને ઈર્ષ્યા કરતાં હોય છે તો તેઓ આ ફીચરને ચાલુ કરીને બીજા વ્યક્તિઓની પોસ્ટ પર દેખાતા આકડાઓને સંતાડી શકે છે જેનાથી તેમને બધી જ પોસ્ટ સરખી અને સમાન દેખાશે અને આથી તેમને ઈર્ષ્યા જેવો અનુભવ નહીં થાય તેથી આ પ્લેટફોર્મ પર તેમને સારો અનુભવ મળશે.
તમે પોતાના પોસ્ટ પર આવતા લાઈકને પણ સંતાડી શકો છો જેથી બીજા વ્યક્તિઓ તમારા પોસ્ટ પર કેટલા લાઈક આવ્યા તે નહીં જોઈ શકે.
શું હવે આપણને લાઈકના આકડા જોવા નહીં મળે?
આપણને આ ફીચર જોઈને એવો વિચાર જરૂર આવતો હશે કે શું હવે આપણે કોઈના લાઈકના આકડા નહીં જોઈ શકીએ? તો હું તમને જણાવી દઉં કે જે વ્યક્તિએ પોતાની પોસ્ટના લાઈકના આકડાને બંધ કર્યું હશે તેની જ પોસ્ટના લાઈકના આકડા તમે નહીં જોઈ શકો.
આ ફીચર બધા માટે ઓપ્શનલ રહેશે જેથી પોતાની ઇચ્છાથી તમે આ બધુ કરી શકશો એટલે જેને આ પોતાની પોસ્ટના લાઈકના આકડા નથી સંતાડયા એના તમે જોઈ શકો છો પણ જેને એવું કર્યું છે એના આકડા તમે નહીં જોઈ શકો.
તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે, તમારા મિત્રોને ફટાફટ આ પોસ્ટ શેર કરીને જણાવો કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈકના આકડા હવે આપણે સંતાડી શકીશું એટલે તેમને પણ આ માહિતી મળશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-➤ ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે? જાણો
➤ ફેસબુક આઈડી કેવી રીતે બનાવાય?