ટેલિગ્રામમાં નાઇટ મોડ કેવી રીતે ચાલુ કરવો? [સ્ક્રીનશોટ સાથે રીત]
ટેલિગ્રામમાં ડાર્ક મોડ કે નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવો? ટેલિગ્રામ ડેસ્કટોપ વર્ઝન અને તેની મોબાઇલ એપમાં નાઈટ મોડ ચાલુ કરવાની રીત
ટોપ મેસેંજિંગ એપમાં વોટ્સએપની સાથે ટેલિગ્રામનું નામ જરૂર આવે છે કારણ કે ટેલિગ્રામમાં આપણને ખૂબ સારા અને નવા-નવા અલગ ફીચર જોવા મળે છે. પણ શું તમને ખબર છે કે ટેલિગ્રામમાં પણ નાઈટ મોડનો ઓપ્શન જોવા મળે છે.
આજે આપણે આ પોસ્ટમાં જાણીશું કે ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરી શકીએ? એ પણ હું તમને સહેલી રીતમાં સમજાવીશ. જો તમે તમારા ડેસ્કટોપમાં પણ ટેલિગ્રામ વાપરતા હોય તો તેની રીત પણ અહી બતાવેલ છે.
ટેલિગ્રામમાં નાઈટ મોડ ચાલુ કરવાની રીત
એન્ડ્રોઇડ મોબાઈલ એપ માટે:-
- ટેલિગ્રામ એપ ખોલો. તમારા મોબાઇલમાં Telegram એપ ખોલો, જો તમારે તેને ડાઉનલોડ કરવાની હોય તો તેને ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
- ડાબી બાજુ ત્રણ આડી લીટી પર ક્લિક કરો. હવે ઉપર ડાબી બાજુ તમને 3 આડી લીટી દેખાશે તો તેના પર ક્લિક કરો.
- ઉપર જમણી બાજુ ચંદ્રના આઇકન પર ક્લિક કરો. 3 આડી લીટી પર ક્લિક કર્યા બાદ એક નવું સેક્શન ખુલશે જેમાં ઉપર જમણી બાજુ એક ચંદ્રનો આઇકન હશે તો તેના પર ક્લિક કરો.
- હવે નાઈટ મોડ ચાલુ થઈ જશે. આવી રીતે તમારા ટેલિગ્રામ મોબાઇલ એપમાં નાઈટ મોડ ચાલુ થઈ જશે. જો તમારે તેને બંધ કરવું છે તો આ સ્ટેપને તમે ફરી અનુસરો એટલે નાઈટ મોડને તમે બંધ કરી શકશો.
ટેલિગ્રામ ડેસ્કટોપ વર્ઝન માટે:-
- ટેલિગ્રામ ખોલો અને 3 આડી લાઇન પર ક્લિક કરો. તમારા કોમ્પુટર કે લેપટોપમાં ટેલિગ્રામનું ડેસ્કટોપ વર્ઝન ખોલો અને તમને ઉપર ડાબી બાજુ ખૂણામાં 3 આડી લીટી દેખાશે તો તેના પર ક્લિક કરો અને એક નવું સેક્શન ડાબી બાજુમાથી ખુલશે.
- નીચેથી નાઈટ મોડના ઓપ્શનને ચાલુ કરો. તમને સેટિંગ્સની નીચે જ Night Mode ઓપ્શન જોવા મળશે તો તેના પર ક્લિક કરો.
- નાઈટ મોડ ચાલુ થઈ જશે. આવી રીતે તમારા ટેલિગ્રામ ડેસ્કટોપ વર્ઝનમાં પણ નાઇટ મોડ ચાલુ થઈ જશે.
આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે અને તમને પોતાના ટેલિગ્રામમાં નાઈટ મોડ ચાલુ કરતાં આવડી ગયું હશે. તમે પોતાના મિત્રોને પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ આ નાઇટ મોડને ચાલુ કરવાની રીત જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
🔗 ગૂગલમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવો?