ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને કોઈ પણ વસ્તુ સર્ચ કેવી રીતે કરવી?

મિત્રો ગૂગલમાં તો આપણે બધા જ લોકો દરરોજ ઘણી બધી વસ્તુઓ સર્ચ કરતાં હોઈએ છે અને તેમાં તમે મોટા ભાગની ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરતાં હશો. ગૂગલમાં ગુજરાતી ભાષામાં પણ લખીને સર્ચ કરવું શક્ય છે પણ તેમાં તમારો ઘણો સમય જાય છે.

જો આપણે ગુજરાતી ભાષામાં જ કોઈ પણ વસ્તુ બોલીને સર્ચ કરી શકીએ તો તમને ઘણી મજા આવશે અને તમે સરળતાથી કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકશો. તો ચાલો આપણે આ સરળ રીત જાણીએ જેના દ્વારા તમે સરળ રીતે ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને સર્ચ કરી શકશો.

ગૂગલમાં ગુજરાતી ભાષા બોલીને સર્ચ કેવી રીતે કરવું?

ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને સર્ચ કરવાની રીત

ગૂગલ એપ ખોલો
  • સૌપ્રથમ તમારે ગૂગલ એપ 👆 ખોલવાની છે.

More બટન પર ક્લિક કરો

  • હવે જમણી બાજુ નીચે More ⋯ બટન પર ક્લિક કરો.

હવે સેટિંગ્સ પર ક્લિક કરો

  • હવે Settings ⚙️ પર ક્લિક કરો.

હવે વોઇસ પર ક્લિક કરો

  • હવે Voice 🎙️ પર ક્લિક કરો.

હવે Languages પર ક્લિક કરો

  • હવે Languages પર ક્લિક કરો.

ગુજરાતી ભાષા સિલેક્ટ કરો

  • હવે અહી ગુજરાતી ભાષાને સિલેક્ટ કરો અને English ભાષા સિલેક્ટ હશે તો તેને કાઢી નાખો જેથી ગૂગલનું વોઇસ સર્ચ તમારી ગુજરાતી ભાષાને સમજી શકે, પછી Save બટન પર ક્લિક કરજો.

ગુજરાતી ભાષા સિલેક્ટ થઈ ગઈ છે

  • હવે આવી રીતે તમારી ગુજરાતી ભાષા સિલેક્ટ થઈ ગઈ હશે.

ગૂગલ એપ પર વોઇસ સર્ચ

  • હવે ફરી Google એપ ખોલો અને Mic વાળું આઇકન દબાવો અને ગુજરાતીમાં બોલો જે તમારે સર્ચ કરવું છે અને તેની જાતે તે સર્ચ થઈ જશે અને તમને પરિણામ જોવા મળશે.

તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે. તમે આવી રીતે દર વખતે ગુજરાતી ભાષામાં કઈક ને કઈક જાણકારી ગૂગલ દ્વારા મેળવી શકશો.

અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ મોકલીને અમારી સાથે જરૂર જોડાવો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-